બ્રિટનનું પહેલું સ્પેસ મિશન 'ધ સ્ટાર્ટ મી અપ' સોમવારે મોડી રાત્રે નિષ્ફળ ગયું હતું. મિશન શરૂ કરનાર કંપની વર્જિન ઓર્બિટે આ અંગે માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે રોકેટ તેની ભ્રમણકક્ષામાં પહોંચી શક્યું નહીં.
રોકેટ લોન્ચને જોવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા. બ્રિટનના વિજ્ઞાન મંત્રી જ્યોર્જ ફ્રીમને પણ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે મિશનમાં રોકાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા માટે, તેમણે કહ્યું, 'અમે એવા કામ કરીએ છીએ એટલા માટે નહીં કે તે સરળ છે પરંતુ એટલા માટે કારણ કે તે મુશ્કેલ હોય છે.
પહેલા જાણો કે મિશન કેવી રીતે પૂર્ણ થવાનું હતું
વર્જિન કંપનીએ તેના એક બોઈંગ 747 પ્લેનમાં કેટલાક ફેરફાર કર્યા છે અને તેને રોકેટ વહન કરતા વિમાનમાં રૂપાંતરિત કર્યું છે. આ ફેરફાર બાદ એરક્રાફ્ટનું નામ કોસ્મિક ગર્લ રાખવામાં આવ્યું. 747 બોઇંગમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા જેથી તેની એક પાંખ નીચે રોકેટને સેટ કરી શકાય.
35 હજાર ફૂટની ઉંચાઈએ પહોંચ્યા પછી, કોસ્મિક ગર્લ તેની પાંખ હેઠળ રોકેટને રિલીઝ કરવાનું હતું. પ્લેનમાંથી રોકેટ છોડવા માટે લોન્ચર વન નામના વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ રોકેટ તેની ભ્રમણકક્ષા તરફ આગળ વધે.
મિશનના પ્લાનિંગ મુજબ, રાત્રે 11.43 થી 11.48 વાગ્યાની વચ્ચે રોકેટમાં લગાવાયેલા 9 સેટેલાઈટ સંપૂર્ણપણે તેનાથી અલગ થઈ ગયા હશે. ત્યારબાદ 12:20 વાગ્યે સેટેલાઈટ્સ તેમની ભ્રમણકક્ષામાં પહોંચત અને આ સાથે બ્રિટનનું પ્રથમ સ્પેસ મિશન સફળ થઈ ગયું હોત.
ટેકનિકલ ખામીએ બ્રિટનના લોકોનું સ્વપ્ન રોળ્યું
બ્રિટનનું પ્રથમ સ્પેસ મિશન થોડા સમય માટે સારી રીતે ચાલ્યું પરંતુ નિર્ણાયક તબક્કે નિષ્ફળ ગયું. વર્જિન એરવેઝ બોઇંગ વિમાન રોકેટ લઈને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના ન્યુકીમાં એટલાન્ટિક મહાસાગર પર છોડવામાં આવ્યું હતું. વિમાન રોકેટ સાથે અંતરિક્ષમાં આસાનીથી પહોંચી ગયું, પરંતુ રોકેટ રિલીઝ કરતા સમયે તેમાં ગરબડ થઈ અને મિશન નિષ્ફળ ગયું.
વેબસાઈટ ઈન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર આ સ્પેસ મિશન બ્રિટન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આમાં ઘણા મોટા નેતાઓ અને વર્જિન ઓર્બિટ કંપનીની ઓળખ દાવ પર લાગી હતી. સ્પેસ મિશનની નિષ્ફળતા ઘણા નેતાઓ માટે શરમજનક હશે. આ નેતાઓએ સેટેલાઇટ લોન્ચ પહેલા જ બ્રિટનને સ્પેસ નેશન બનાવવાનો દાવો શરૂ કરી દીધો હતો. બિઝનેસ મિનિસ્ટર ગ્રાન્ટ શેપ્સે તો એવો દાવો પણ કર્યો હતો કે દેશભરમાં સ્પેસ પોર્ટ્સ બનાવવામાં આવશે. જ્યાંથી ઓછા ખર્ચે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.