નેપાળના સંસદ ભવન સામે મંગળવારે એક 37 વર્ષીય વ્યક્તિએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. સંસદની કાર્યવાહી બાદ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ બિલ્ડિંગની બહાર આવતા જ વ્યક્તિએ ડીઝલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. યુવકનું નામ પ્રેમ પ્રસાદ આચાર્ય છે અને તે ઇલામ જિલ્લાનો રહેવાસી છે.
યુવાન આગમાં ખરાબ રીતે દાઝી ગયો
કાઠમંડુના મેટ્રોપોલિટન પોલીસ કોમ્પ્લેક્સના sp દિનેશ રાજ મૈનાલીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે આચાર્યને સારવાર માટે કાઠમંડુની સુષ્મા મેમોરિયલ બર્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક છે. પોલીસ અને ત્યાં ઉભેલા લોકો કંઈક સમજે અને આગ ઓલવાઈ ત્યાં સુધીમાં પ્રેમ ખરાબ રીતે દાઝી ગયો હતો.
આત્મદાહનું કારણ અકબંધ
પોલીસનું કહેવું છે કે આચાર્યએ શા માટે આત્મદાહનો પ્રયાસ કર્યો તે કારણ સ્પષ્ટ નથી. ઘટના સમયે એક પ્રત્યક્ષદર્શીએ આચાર્યનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ક્લિપમાં, નજીકના લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.