આજકાલ દરેક ફેક્ટરી એક ગીગા ફેકટરી લાગે છે. ટેસ્લાના ચીફ એલન મસ્કએ હાલમાં જ બર્લિનમાં આ નામથી ચોથા પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. કોરોનાકાળ દરમિયાન ચીનના શાંઘાઇમાં આવેલી ટેસ્લાની ગીગા ફેક્ટરીમાં ઉત્પાદન સ્થગિત રહ્યા બાદ તે ચર્ચામાં આવી હતી.
વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ ચિપ નિર્માતાઓમાંથી એક તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC)એ ગીગાફેબ નામથી પોતાના પ્લાન્ટનો પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. નિસાને ઉત્તર-પૂર્વીય ઇંગ્લેન્ડ સ્થિત સન્ડરલેન્ડમાં એક ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે. ગીગાનો અર્થ અબજોની સંખ્યામાં થાય છે. ઑક્સફોર્ડ ડિક્શનરીએ તેને ગ્રીક ગીગાસ, વિશાળ પાયે થતાં ઉત્પાદનના સંદર્ભમાં વર્ણવી છે. જોકે ગીગા ફેક્ટરી હંમેશા અબજોની સંખ્યામાં ઉત્પાદન કરે તે જરૂરી નથી.
TSMC ગીગાફેબ માઇક્રોચિપ્સ બનાવવા માટે દર મહિને 1 લાખ સિલિકોન વેફર્સનું ઉત્પાદન કરી શકે છે. તેનાથી તે હેક્ટોકિલોફેક્ટરી તરીકે પણ ઓળખાય છે. (હેકાટન એ વાસ્તવમાં 100 અને 1,000ની સંખ્યા માટે વપરાતો ગ્રીક શબ્દ છે) આ સંદર્ભે તે પોતાની ફેક્ટરી માટે ગીગા શબ્દનો ઉપયોગ કરી શકે છે. ગીગા શબ્દ પણ હવે માત્ર થોડા સમય જ ચાલશે કારણ કે 128 ગીગાબાઇટ્સનું મેમરીકાર્ડ પણ આજે માત્ર 20 ડૉલર (અંદાજે 1500 રૂપિયા)માં ઉપલબ્ધ છે. જલદી જ તે ભૂતકાળ બની જશે. હવે હાર્ડ ડ્રાઇવ ટેરાબાઇટમાં આવે છે.
નેનો શબ્દ બાદ પિકો શબ્દ વપરાશમાં આવશે
ટેક્નોલોજી જગતમાં નેનો શબ્દનો પણ વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેનોનો અર્થ એક અબજમો હિસ્સો છે. નેનો ટેક્નોલોજી એ વિજ્ઞાનની એક વ્યાપક શાખા છે. જો નેનો શબ્દ પણ સામાન્ય થઇ જશે તો પછી પિકો શબ્દનો ઉપયોગ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.