અમેરિકા:ગરમીથી મરચાના પાકમાં ઘટાડો થતાં સોસ માટે વલખાં, એક ડબાની કિંમત પોણા 4 હજાર રૂપિયા

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હૉટ બ્રાન્ડ નામે સોસ બનાવતી કંપનીએ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી

અમેરિકામાં ભીષણ ગરમીને કારણે મરચાના ઉત્પાદનમાં ઘટાડો અને તેની ગુણવત્તા પ્રભાવિત થવાની અસર સોસ બનાવતી કંપનીઓ પર થવા લાગી છે. શ્રીરચા હૉટ બ્રાન્ડ નામે સોસ બનાવતી અમેરિકી પ્રમુખ કંપની હ્યુ ફોંગ ફૂડ્સે તેનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે.

કંપનીએ રિટેલરોએ કહ્યું કે તે સ્ટૉક હોય તો જ ગ્રાહકોને સોસનો સપ્લાય કરવાનો વાયદો કરે કેમ કે કંપની જલદી જ ઉત્પાદન બંધ કરશે. કંપનીએ કહ્યું કે ભીષણ ગરમીને કારણે પાક પર અસર થઇ છે અને મરચાની ખરાબ ગુણવત્તાને કારણે શ્રીરચા સોસનું ઉત્પાદન અટકાવાયું છે. એવામાં હવે શ્રીરચા સોસનો ખૂબ જ ઓછો સ્ટૉક રહ્યો છે અને તેની કિંમત આકાશ આંબી રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા તેની કિંમત 32 ડૉલર એટલે કે 2338 રૂપિયા હતી પણ હવે 50 ડૉલર એટલે કે 3897 સુધી પહોંચી ગઈ છે. આ સોસનો સપ્લાય ઓસ્ટ્રેલિયામાં પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...