ત્રીજી આંખ:પેગાસસ બંધ થયું, તો ઇઝરાયલી કંપની બે નવી જાસૂસી એપ લાવી

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનએસઓ કંપની સરકારોને નવી એપ વેચી રહી છે

ઇઝરાયલની જાસૂસી મોબાઇલ એપ પેગાસસ બનાવતી કંપની એનએસઓ બંધ થઇ ગઇ છે, પરંતુ આ કંપનીના નિષ્ણાતોએ તેમની બીજી કંપનીઓ ઊભી કરી દીધી છે. હવે તેઓ પેગાસસ જેવી જાસૂસી એપ પ્રિડેટર અને ગ્રેફાઇટ બનાવીને અનેક દેશોની સરકારોને વેચી રહ્યા છે. ગયા વર્ષે એનએસઓને બ્લેક લિસ્ટ કરનારી અમેરિકન સરકાર નવી એપ ખરીદી રહી છે. અમેરિકન એજન્સી ડીઆઈએ જ તેની સૌથી મોટી ખરીદાર છે.

ઝીરો ક્લિક ફીચર એટલે નંબરથી ડેટા કોપી

  • ગ્રેફાઇટ એપઃ ઝીરો ક્લિક ફીચરવાળા આ એપથી સરકારો ટાર્ગેટ નંબરથી ડેટા ભેગો કરે છે. તે મોબાઇલ ફોનના બેક અપથી માંડીને ક્લાઉડમાંથી પણ ડેટા ઉડાવી દે છે. યુઝર્સને ખબર પણ નથી પડતી કે, તેમના ફોન સર્વેલન્સ પર છે.
  • પ્રિડેટર એપઃ મોબાઇલ ફોન પર વેબસાઇટની કોપી પણ કરી લે છે. તેનું સૌથી ઘાતક ફીચર એ છે કે જો સર્વેલન્સ ધરાવતા ફોન યુઝર કોઇ વેબસાઇટ ખોલે તો તે એપના દરેક સ્ટેપને ટ્રેક કરે છે. પ્રિડેટરના આ ફીચરને ઇન્ફેક્શન કહે છે.

73 દેશની સરકારો પાસે સ્પાયવેર
​​​​​​​
ગ્લોબલ સ્પાયવેર માર્કેટ ઇન્ડેક્સના મતે, 73 દેશની સરકારો સ્પાયવેરનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...