• Gujarati News
  • International
  • As Many As 24 American Fighter Jets Provided Security Cover; China Openly Threatened To Destroy The Plane In Case Of Taiwan Travel

તાઈવાન પહોંચ્યા US સ્પીકર નેન્સી પેલોસી:અમેરિકાના 24 જેટલા લડાકૂ વિમાનોએ આપ્યું સુરક્ષા કવચ; ચીનના 21 ફાઈટર જેટે તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

વોશિંગ્ટન/બેઈજીંગ/સિંગાપોર2 મહિનો પહેલા

અમેરિકાની સંસદના નીચલા ગૃહ (ભારતમાં લોકસભાની માફક) હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી અનેક અટકળો તથા વિવાદો વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચી ગયા છે. અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 અત્યાધુનિક લડાકૂ વિમાઓને નેન્સીના વિમાનને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.બીજી બાજુ તાઈવાનની સેનાએ દાવો કર્યો છે કે ચીનના 21 જેટલા મિલિટરી એરક્રાફ્ટે તાઈવાના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ કર્યો છે.

આ અગાઉ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તાજેતરમાં કહ્યું હતું કે જો પેલોસીનું પ્લેન તાઈવાન તરફ ગયુ તો તેને તોડી પાડવામાં આવી શકે છે. ત્યારબાદ એવી પણ ધમકી ઉચ્ચારવામાં આવી હતી કે ચીનના એરફોર્સનુ એરક્રાફ્ટ પેલોસીના વિમાનને ઘેરી લેશે. અલબત ચીનની આ ધમકી હવે નિર્થક સાબિત થઈ છે.

ચીને કહ્યું- અમે પગલા ભરીશું
પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીને ફરી વખત ધમકી આપી છે. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે ચીને કહ્યું છે કે અમે ટાર્ગેટેડ મિલિટરી એક્શન ચોક્કસપણે ભરશું. જોકે, એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે ચીન કયા ટાર્ગેટ ઉપર સૈન્ય કાર્યવાહી કરવા અંગે ધમકી ઉચ્ચારી રહ્યું છે. આ અગાઉ ચીને તાઈવાન સીમા નજીક મિલિટરી ડ્રિલ પણ કરી હતી. સૌથી મહત્વની વાત તો એ રહી કે અમેરિકા, તાઈવાન તથા ચીન ત્રણેયે પોતાના લશ્કરને કોમ્બેટ રેડી (યુદ્ધ માટે તૈયાર) રહેવા કહ્યું હતું. મંગળવારે મોડી સાંજે ત્રણેય સેના માટે હાઈએલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

ચીન શું કરી શકશે
'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ પ્રમાણે પ્રારંભમાં અવઢણ સ્થિતિ દર્શાવ્યા બાદ જો બાઈડન વહીવટીતંત્રએ ચીન સાથે સીધી ટક્કર લેવાની તૈયારી કરી લીધી છે. પેલોસીનું એરક્રાફ્ટને અટકાવવાની ચીન હિંમત કરી શક્યું નથી. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન ફક્ત ધમકી આપતું હતું. તે એવું કોઈ પગલું નહીં ભરે કે જેથી અમેરિકા સાથે તેની સીધી ટક્કર થઈ જાય. આ કારણથી આ ક્ષેત્રમાં હવે અમેરિકા ઘણુ શક્તિશાળી થઈ ચુક્યું છે.

આ તસવીર મંગળવારે રાત્રે તાઈવાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે
આ તસવીર મંગળવારે રાત્રે તાઈવાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે

તાઈવાન અને અમેરિકા પણ તૈયાર
અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે અમેરિકા અને તાઈવાનની સેના ચીનનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયેલી છે. US નૌકાદળના 4 વૉરશિપ હાઈએલર્ટ પર છે અને તાઈવાનના સમુદ્રી સીમામાં છે. તેમની ઉપર F-16 અને F-35 જેવા અત્યાધુનિક એડવાન્સ્ડ ફાઈટર જેટ્સ તથા મિસાઈલ આવેલી છે. રીપર ડ્રોન તથા લેઝર ગાઈડેડ મિસાઈલો પણ તૈયાર છે. જો ચીન તરફથી કોઈ અટકચાળો કરવામાં આવશે તો અમેરિકા અને તાઈવાન તેની ઉપર બે બાજુથી હુમલો કરી શકે છે.

આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને કોઈ કાર્યવાહી માટે લોંગ રેન્જ હુડોંગ રોકેટ તથા ટેન્ક તૈયાર રાખ્યા છે. તેની પાસે તાઈવાન સ્ટ્રેટમાં અન્ય મિલિટરી ઈન્સ્ટોલેશન્સ પણ છે. તેનો પણ તે ઉપયોગ કરી શકે છે. અમેરિકાનું લશ્કર ચીન ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. USના રોનાલ્ડ રીગન વોરશિપ તથા અસોલ્ટ શિપ હાઈએલર્ટ ઉપર છે.

અમેરિકાનું લશ્કર તાઈવાનમાં
કેટલાક અહેવાલો પ્રમાણે પેલોસીના પ્રવાસ અગાઉ કેટલાક દિવસ પૂર્વે અમેરિકાએ તેના સૈનિકો અને મિલિટરી ટેકનિકલ નિષ્ણાતો તાઈવાન પહોંચાડી દીધા હતા. મિલિટરી ટર્મિનોલોજીમાં તેને બૂટ ઓન ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. હકીકતમાં અમેરિકા હવે નક્કી કરી ચુક્યું છે કે દક્ષિણ ચાઈના સી અથવા તાઈવાન સ્ટ્રેટમાં ચીનની દાદાગીરી ઉપર લગામ લગાવવામાં આવશે.

અમેરિકાએ અત્યાર સુધી એ બાબત સ્પષ્ટ કરી નથી કે તેના સૈનિક તાઈવાનમાં છે કે નહીં. ગયા સપ્તાહ જ્યારે પેન્ટાગોનના પ્રવક્તાને આ અંગે પ્રશ્ન કર્યો હતો તો તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

ચીન તરફથી ફરી ધમકી
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે ફરી અમેરિકાને ધમકી આપી છે. કહ્યું કે તેઓ અમેરિકાના જો પેલોસીની મુલાકાત અંગે રાજકારણ થઈ રહ્યું છે. તેઓ આગ સાથે રમી રહ્યા છે. દરમિયાન તેમણે આ અંગે કિંમત ચુકવવી પડશે. તેનું પરિણામ સારું આવશે નહીં. દરમિયાન, ઈન્ટરનેટ ઉપર લાખો લોકો ઓનલાઈન ટ્રેકર મારફતે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કુઆલાલમ્પુરથી નિકળ્યા બાદ પેલોસીનું એરક્રાફ્ટ ક્યારે તાઈપેઈ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...