ચીનને સણસણતો જવાબ:અરુણાચલ પ્રદેશ અમારો અભિન્ન અને અવિભાજ્ય ભાગ- ભારતીય વિદેશ મંત્રાલય

15 દિવસ પહેલા
વેંકૈયા નાયડુ- ફાઈલ ફોટો

દેશના ઉપરાષ્ટ્રપતિ હાલ અરુણાચલ પ્રદેશની યાત્રા પર છે. તે મુદ્દે ચીને ટીપ્પણી કરી હતી, જેનો ભારતે જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે અમે આવી ટિપ્પણીઓને નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ભારતીય નેતાઓ નિયમિતપણે રાજ્યની મુલાકાત લે છે, જેમ કે તેઓ ભારતના અન્ય રાજ્યમાં કરે છે.

ચીને બુધવારે કહ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના અરુણાચલ પ્રદેશ જવાનો સખત વિરોધ કરે છે. ચીને ઉમેર્યું કે ભારત આવી કાર્યવાહી કરવાની બંધ કરે જે સરહદને લગતા મુદ્દાઓ ઉકસાવે છે.

અગાઉ પણ ચીન આ પ્રકારના નિવેદનો આપતું આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતાં. ભારત આવું સતત કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ભારત પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈ પણ નેતા અરુણાચલની યાત્રા કરે તો તે સામાન્ય છે.

ઉપરાષ્ટ્રપતિના પ્રવાસ પર ચીનનું નિવેદન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયને કહ્યું કે સરહદી મુદ્દે ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે, ચીનની સરકાર ભારતીય પક્ષ દ્વારા એકતરફી અને ગેરકાયદેસર રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપતું નથી અને સંબંધિત પ્રદેશમાં ભારતીય નેતાઓની મુલાકાતોનો સખત વિરોધ કરે છે. અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ કે તેઓ ચીનની મુખ્ય ચિંતાઓનો નિષ્ઠાપૂર્વક આદર કરે, સરહદના મુદ્દાને જટિલ અને વિસ્તૃત કરે તેવી કોઈ પણ કાર્યવાહી બંધ કરે. તેના બદલે તેણે ચીન-ભારત સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે વાસ્તવિક નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને મજબૂત અને સ્થિર વૃદ્ધિ માટે દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવામાં મદદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...