• Gujarati News
  • International
  • Aruna Miller Becomes Lieutenant Governor Of Maryland, 25 year old Maxwell Becomes Youngest Member Of Parliament

અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન:અરુણા મિલર મૈરીલેન્ડની લેફ્ટનેન્ટ ગવર્નર બની, 25 વર્ષના મૈક્સવેલ બનશે સંસદમાં સૌથી નાની ઉંમરના મેમ્બર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં થઇ રહેલા મિડ ટર્મ ઇલેક્શનનાં પરિણામો આવવા લાગ્યાં છે. તે અનુસાર અમેરિકામાં રહેનારી ભારતીય વંશના અરુણા મિલર મૈરીલેન્ડની લેફ્ટનેન્ટ ગવર્નર બની ગઇ છે. તે આ હોદ્દો સંભાળનારી પ્રથમ અપ્રવાસી હશે. ત્યાં 25 વર્ષના મૈક્સવેલ એલેજાંદ્રો ફ્રોસ્ટએ ફ્લોરિડા સીટ જીતી લીધી છે. હવે તે સંસદમાં સૌથી નાની ઉંમરના મેમ્બર હશે.

આવો એક-એક કરીને જીતનાર બંને ઉમેદવારને જાણીએ...
અરુણા મિલર

જીતની જાહેરાત બાદ અરુણા મિલરે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો.
જીતની જાહેરાત બાદ અરુણા મિલરે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો.
  • 58 વર્ષની અરુણા ડેમોક્રેટિક પાર્ટીમાંથી છે. તેમનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. 7 વર્ષની ઉંમરમાં તે અમેરિકા આવી ગઇ હતી.
  • તેમણે 1989માં મિસૌરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ મોન્ટગોમરી કાઉન્ટીના લોકલ ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં 25 વર્ષ કામ કર્યું.
  • 2010થી 2018 સુધી મૈરાલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સને રિપ્રેઝન્ટ કર્યું. 2018માં પહેલી વાર સંસદમાં પહોંચવા માટે ચૂંટણી લડ્યાં.
  • મોન્ટગોમરી કાઉન્ટીમાં રહેનારી અરુણાએ ડેવ મિલર સાથે લગ્ન કર્યાં. તેમને ત્રણ દીકરીઓ છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ભારતીય-અમેરિકનોનો બની શકે છે દબદબો
એક્સપર્ટનું માનવું છે કે સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (લોઅર હાઉસ)માં ભારતીય-અમેરિકનોનો દબદબો બની શકે છે. અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલને ફરીથી ચૂંટી શકાય છે. આ ચારે ડેમોક્રેટિક પાર્ટીના છે.

USમાં ભારતીય અમેરિકન મતદાતાઓનો રોલ મુખ્ય

ભારતીય લોકો અમેરિકન સ્વિંગવાળા રાજ્યોમાં એક મહત્ત્વપૂર્ણ વોટના રૂપે ઊભર્યા છે, અહીં હાર-જીત એક હજાર કે કેટલાક હજાર વોટોથી નક્કી થાય છે. US થિંક ટેંક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટનેશનલ પીસના 2020ના રિપોર્ટ અનુસાર સ્વિંગ રાજ્યોમાં, ભારતીય અમેરિકન વસ્તી જીતના અંતરથી મોટી છે, જેણે 2016માં હિલેરી ક્લિન્ટન અને 2020માં ટ્રમ્પને કટોકટની લડાઇમાં બહાર કરી દીધાં.

મૈક્સવેલ એલેજાંદ્રો ફ્રોસ્ટ​​​​​​​

મૈક્સવેલ એલેજાંદ્રો ફ્રોસ્ટે જીત બાદ કહ્યું- ઉજળા ભવિષ્યની આશા રાખનાર તે તમામ લોકોએ ઈતિહાસ રચ્યો છે.
મૈક્સવેલ એલેજાંદ્રો ફ્રોસ્ટે જીત બાદ કહ્યું- ઉજળા ભવિષ્યની આશા રાખનાર તે તમામ લોકોએ ઈતિહાસ રચ્યો છે.
  • એપી ન્યૂઝ એજન્સી અનુસાર, ડેમોક્રેટિક પાર્ટીના મૈક્સવેલ એલેજાંદ્રો ફ્રોસ્ટે રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર કેલ્વિન વિમ્બિશને હરાવી દીધા. ફ્રોસ્ટનો જન્મ 1997માં થયો હતો. તેઓ અત્યારે 25 વર્ષના છે.
  • તેમણે ઓરલેન્ડોમાં ઓસ્સિઓલા કાઉન્ટીની સ્કૂલ ઓફ આર્ટ્સથી અભ્યાસ કર્યો. જૂન 2022માં તેમણે વાલેન્સિયા કોલેજમાં એડમિશન લીધું.
  • 2012થી તેઓ પોલિટિક્સમાં એક્ટિવ થઇ ગયા હતા. તેઓ બરાક ઓબામાના પ્રેસિડેન્શિયલ કેમ્પેનનો ભાગ હતા.

ગન વાયોલન્સના શિકાર બન્યા હતા એટલા માટે ચૂંટણીમાં ઉઠાવ્યો આ મુદ્દો
2016માં ઓરલેન્ડમાં હૈલોવીન સેલિબ્રેશન દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ફ્રોસ્ટ સહેજ બચી ગયા હતા. ત્યારથી તેઓ ગન વાયોલન્સની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ફ્રોસ્ટ એક્ટિવિસ્ટ પણ છે. તેઓ માર્ચ ફોર અવર લાઇફ નામની અન્ટિ-ગન વાયોલન્સ મૂવમેન્ટનો ભાગનો ભાગ હતા. તેમણે ચૂંટણી મેદાનમાં પણ ગન વાયોલન્સ કન્ટ્રોલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સિવાય તેમને યૂથના ઇન્ટરેસ્ટવાળા મુદ્દા- ક્લાઇમેન્ટ ચેન્જ, હેલ્થકેર, એબોર્શન રાઇટ્સ પર સમર્થન મળ્યું.

અન્ય સમાચારો પણ છે...