ભાસ્કર એક્સપ્લેનર:ઈમરાનની ગૂગલી પર કેવી રીતે ધ્વસ્ત થયો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અને જીવતદાન મેળવ્યું એ જાણો

4 મહિનો પહેલા

પાકિસ્તાનમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યા બાદ આર્ટિકલ 5ની ભારે ચર્ચા જોવા મળી રહી છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકરે બંધારણના આર્ટિકલ 5 અંતર્ગત જ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. એ માટે તેમને વિદેશ ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે.

ત્યારે આવો જાણીએ પાકિસ્તાનના બંધારણમાં આર્ટિકલ 5 આખરે શું છે? શું આની મદદથી અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવવો કાયદાકીય રીતે યોગ્ય છે.

વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરીને ચૂંટણી કરાવવાની સલાહ આપી. જે બાદ રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી.
વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરીને ચૂંટણી કરાવવાની સલાહ આપી. જે બાદ રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી.

પાકિસ્તાનના બંધારણમાં આર્ટિકલ 5 આખરે છે શું?

 • પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ 5માં કહેવામાં આવ્યું છે કે દેશ પ્રત્યે વફાદારી રાખવી દરેક નાગરિકનું કર્તવ્ય છે.
 • સાથે જ દેશના કાયદાને દરેક નાગરિકોએ માનવા પડશે. તે પછી ગમે ત્યાં રહે કે પછી થોડો સમય માટે જ પાકિસ્તાનમાં રહ્યો હોય.
 • પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં રવિવારે સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે આર્ટિકલ 5 અંતર્ગત દેશ પ્રત્યે વફાદારી પાકિસ્તાનના દરેક નાગરિકનું કર્તવ્ય છે. તેમને કહ્યું કે દેશનો વિપક્ષ વિદેશી તાકાતો સાથે મળેલી છે તેવા આરોપ લગાવ્યા.
 • જે બાદ ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યો અને સત્રને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાના આદેશ આપ્યા.
 • જે બાદ વડાપ્રધાને રાષ્ટ્રપતિને નેશનલ એસેમ્બલી ભંગ કરવા અને ફરીથી ચૂંટણી કરાવવાની સલાહ આપી. ઈમરાન ખાનની દરખાસ્ત બાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી. હવે પાકિસ્તાનમાં આગામી 90 દિવસની અંદર ચૂંટણી કરાવવામાં આવશે. ઈમરાન ત્યાં સુધી કાર્યવાહક વડાપ્રધાન બની રહેશે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં રવિવારે સૂચનામંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષના નેતાઓ પર વિદેશી તાકાતો સાથે મળેલી હોવાનો આરોપ લગાવ્યો. એ બાદ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યો અને સત્રને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દીધી.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં રવિવારે સૂચનામંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષના નેતાઓ પર વિદેશી તાકાતો સાથે મળેલી હોવાનો આરોપ લગાવ્યો. એ બાદ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યો અને સત્રને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દીધી.

અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવો કાયદાકીય રીતે કેટલું યોગ્ય છે?

 • પાકિસ્તાનના લીગલ એક્સપર્ટ સરુપ એઝાઝે કહ્યું કે પહેલી દ્રષ્ટિએ આ પગલું બંધારણ અને લોકતાંત્રિક માપદંડોની વિરુદ્ધનું છે.
 • અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાના સમયે એટોર્ની જનરલે કોર્ટને કહ્યું કે મતદાન થશે. એવામાં આ એક ચાલ છે જે બંધારણિય જોગવાઈનું અપમાન કરે છે.
 • જો ગૃહની અંદર કોઈ કાર્યવાહી અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કરવામાં આવી તો કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે. કોર્ટ અનેક વખત આવું કરી ચુક્યું છે.
 • પાકિસ્તાનના અનેક લોકો ઈમરાનના આ નિર્ણયને બંધારણનું ઉલ્લંઘન ગણાવી રહ્યાં છે. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે ટ્વીટ કરી કહ્યું કે નેશનલ એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ બંધારણના આર્ટિકલ 5 અંતર્ગત અવિશ્વાસ પર્સ્તાવન ફગાવ્યો છે. જે બાદ ઈમરાને નેશનલ એસેમ્બ્લી ભંગ કરવાની જાહેરાત કરી. આ તમામ નિર્ણયો બંધારણના ઉલ્લંઘન સમાન છે. પીટીઆઈએ પાકિસ્તાનને બંધારણીય સંકટમાં ધકેલી દીધું છે. આ પાકિસ્તાનના બંધારણ સાથેનો દગો છે.
 • લીગલ એક્સપર્ટ મુનીબ ફારુકે ઈમરાન દ્વારા નેશનલ એસેમ્બ્લી ભંગ કરવાના પગલાને સંપૂર્ણ રીતે ગેરબંધારણીય ગણાવ્યું છે.

શું પાકિસ્તાનની સુપ્રીમકોર્ટ આ મુદ્દે હસ્તક્ષેપ કરી શકે છે?

 • જો કોર્ટ નિર્ણય કરે છે કે આ દુર્ભાવનાપૂર્ણ છે, તો તે સ્થિતિમાં વડાપ્રધાનને કોર્ટ સલાહ આપશે કે નેશનલ એસેમ્બલીને ભંગ કરવામાં આવે. એવું એટલા, કેમ કે કોર્ટ માને છે કે તેઓ એક એવા વડાપ્રધાન છે જેમના વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ છે.
 • એઝાઝે જણાવ્યું કે જો સુપ્રીમ કોર્ટ સ્પીકરના પગલા વિરુદ્ધ નિર્ણય આપે છે તો અવિશ્વાસ પ્રસ્તાવ પર ફરીથી મતદાન થશે. તેમને કહ્યું કે સામાન્ય રીતે કોર્ટ ગૃહની આંતરિક કાર્યવાહીમાં હસ્તક્ષેપ નથી કરતી પરંતુ સ્પીકરે બંધારણથી ઉપરવટ જવાની પણ મંજૂરી નથી તેથી કોર્ટ હસ્તક્ષેપ કરે છે.
 • પાકિસ્તાનના લીગલ એક્સપર્ટ સરુપ એઝાઝે કહ્યું કે પહેલી દ્રષ્ટીએ આ બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન લાગે છે. તેમને કહ્યું, 'જ્યારે એક અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે અને એટોર્ની જનરલ કોર્ટને કહે કે મતદાન થશે તો પછી સરકારનું આવું કરવું બંધારણીય જોગવાઈનું અપમાન છે.' એઝાઝે કહ્યું કે હવે કોર્ટ જ એકમાત્ર રસ્તો છે.
 • પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે.

વિપક્ષની સામે હવે શું વિકલ્પ છે?

 • પાકિસ્તાનના વિપક્ષી દળે ડેપ્યુટી સ્પીકરના પગલાને ગેરબંધારણીય ગણાવ્યું છે. વિપક્ષનું કહેવું છે કે જેમને પણ નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં અડચણ ઊભી કરી છે, તેમને દેશદ્રોહનો ગુનો કર્યો છે.
 • વિપક્ષ આ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ તાત્કાલિક જવાબ આપશે. તો પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે ઈમરાન ખાન હારી ગયા છે પરંતુ તેઓ પોતાની હાર નથી માની રહ્યાં. તેમને કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ બંધારણની સર્વોચ્ચ્તા પર કામ કરશે.
 • આ સાથે જ વિપક્ષ રસ્તાઓ પર ઉતરી શકે છે. એવામાં દેશમાં અરાજકતા ફેલાય શકે છે. અત્યાર સુધી પાકિસ્તાનની સેનાએ તટસ્થ વલણ અપનાવી રાખ્યું છે. જો કે સ્થિતિ વધુ ખરાબ થશે તો સેના થોડો સમય માટે સત્તા પોતાના હાથમાં લઈ શકે છે.