• Gujarati News
  • International
  • Arrived In The Maldives By Military Aircraft After Resigning; The Interim President Will Be Announced In Parliament Soon

LIVE શ્રીલંકામાં ઇમર્જન્સી લાગુ:ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને સ્થિતિ સંભાળવાની જવાબદારી, વિરોધ પ્રદર્શનકારીઓએ PM મોદી પાસે મદદ માગી

કોલંબો2 મહિનો પહેલા
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
  • રાજીનામું આપ્યા પછી મિલિટરી એરક્રાફ્ટથી માલદિવ્સ પહોંચ્યા
  • સંસદમાં વચગાળાના પ્રેસિડન્ટની જાહેરાત ટૂંક સમયમાં થશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગી ગયા છે. રાજપક્ષેએ દેશ છોડતા શ્રીલંકાના નાગરિકો ભારે ગુસ્સે ભરાયા છે. રાજધાની કોલંબોના માર્ગો પર વિરોધ પ્રદર્શનકારીઓએ ભારે વિરોધ કર્યો છે. લોકોના ઉગ્ર વિરોધને જોતા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ઈમર્જન્સીની જાહેરાત કરી છે.

અનેક સ્થળો પર પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપી સર્જાઈ છે. વિક્રમસિંઘેએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ટ્રાઈ-ફોર્સિસ કમાન્ડરો તથા ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ (IGP)ને સ્થિતિ સંભાળવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીલંકા વડાપ્રધાન કાર્યાલયના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 30થી વધારે વિરોધ પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

બીજીબાજુ વિરોધ પ્રદર્શનકારીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દરમિયાનગીરી કરવાની માગ કરી છે. વિરોધ પ્રદર્શનકારીઓ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ભીડને નિયંત્રણમાં લેવા માટે હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.

શ્રીલંકા સંકટને લગતી અપડેટ્સ...

  • વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
  • ગોટાબાયા રાજપક્ષે આજે માલદિવ્સથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે
  • શ્રીલંકાની સેનાએ પોતાના નાગરિકો સમક્ષ શસ્ત્રો હેઠા મુકી દીધા છે.
  • વિરોધ પ્રદર્શનકારીઓએ નેશનલ ટીવી પર કબ્જો કર્યાંની માહિતીને નકારી​​​​​​​
  • શ્રીલંકાની સેનાએ પોતાના નાગરિકો સામે હથિયારનો પ્રયોગ કરવાની ના પાડી દીધી
  • શ્રીલંકાની સંસદમાં આજે વચગાળાના રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે.​​​​​​​
  • વિરોધીઓએ સંસદ ભવન અને વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરી લીધું

મીડિયા અહેવાલમાં નેશનલ ટીવી 'રુપવાહિની'ના સ્ટૂડિયો પર વિરોધ પ્રદર્શનકારીઓએ કબ્જો કર્યાંનો દાવો કર્યો હતો, જોકે બાદમાં વિરોધ પ્રદર્શનકારીઓએ નિવેદન આપીને કહ્યું કે તેમણે રાષ્ટ્રીય ટીવી પર કોઈ જ કબ્જો કર્યો નથી.

શ્રીલંકાની નેશનલ ટીવી ચેનલ રૂપવાહિનીના સ્ટુડિયો પર દેખાવકારોએ કબજો કરી લેતા ચેનલ ઓફ એર થઈ ગઈ
શ્રીલંકાની નેશનલ ટીવી ચેનલ રૂપવાહિનીના સ્ટુડિયો પર દેખાવકારોએ કબજો કરી લેતા ચેનલ ઓફ એર થઈ ગઈ

હજારો લોકો સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ કૂચ કરી રહ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી જગ્યાએ હિંસક અથડામણ થઈ હતી. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમને કાબૂમાં લેવા માટે હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતું.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધેને દેશના વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરી દેવાયા છે. આ દરમિયાન સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ ધસી આવેલા દેખાવકારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

શ્રીલંકન આર્મીએ હથિયારો નીચે મૂકી દીધા
અત્યારે ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બીજી બાજુ, સેનાએ પોતાના લોકો સામે કોઈ પગલાં ભરવાની વાત સામે આવતાં તેમણે પોતાનાં હથિયાર નીચે મૂકી દીધાં છે. આ ઉગ્ર વિરોધપ્રદર્શનમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13 જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી.

મંગળવારે પણ દેશ છોડવાના પ્રયત્નો કર્યા હતા
ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ મંગળવારે એટલે કે 12 જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સીલ લગાડવા માટે VIP સુવિધા આપવાની ના પાડી દીધી હતી. રાજપક્ષે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શન અંગે બીજી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ અધિકારીઓ માન્યા નહીં.

પ્રેમદાસા વચગાળાના રાષ્ટ્રપતિ બનશે
શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બલવેગયા (SJB)ના વડા સજીથ પ્રેમદાસાને શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. SJBએ સોમવારે વચગાળાના પ્રમુખ પદ માટે પ્રેમદાસને નિર્વિવાદપણે નોમિનેટ કર્યા છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 20 જુલાઈએ યોજાવાની છે અને સંસદનું સત્ર 15 જુલાઈએ ચાલશે.

સૌથી મોટો સવાલઃ ભાગ્યા અથવા ભગાડવામાં મદદ કરાઈ?
ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી. ત્યાર પછી આ શરત પ્રમાણે વ્યવસ્થા થતાં તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં સવાલ એ ઊઠે છે કે રાજપક્ષે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા છે? રાજપક્ષેએ 12 જુલાઈના દિવસે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધું હતું. આ લેટર 13 જુલાઈએ સંસદ સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનેને સોંપવામાં આવ્યો હતો.

જાણો શ્રીલંકાના સંકટમાં અત્યારસુધી શું થયું?

  • 15 માર્ચ, 2022: વિરોધીઓએ રાજપક્ષે પરિવાર સામે બળવો શરૂ કર્યો. શ્રીલંકાની સરકારે ઉતાવળમાં ખાદ્ય પદાર્થો પર કટોકટી લાદી દીધી.
  • 2 એપ્રિલ, 2022: રાષ્ટ્રપતિ નિવાસની બહાર હિંસક વિરોધને કારણે શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી. જોકે તે 5 દિવસમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.
  • 4 એપ્રિલ 2022: શ્રીલંકામાં પ્રદર્શનને જોતાં 26 મંત્રીએ એકસાથે રાજીનામાં આપ્યા. તેમાં મહિન્દા રાજપક્ષેનો પુત્ર નમલ પણ સામેલ.
  • 6 મે 2022: શ્રીલંકામાં વિરોધ ઉગ્ર બન્યો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે વિવિધ સ્થળોએ અથડામણ થઈ હતી, ત્યાર બાદ ફરીથી ઈમર્જન્સી લાગુ કરવામાં આવી હતી.
  • 9 મે 2022: મહિન્દા રાજપક્ષેએ ભારે વિરોધ બાદ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. રાનિલ વિક્રમસિંઘેને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
  • 5 જુલાઈ 2022: વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકાની નાદારી જાહેર કરી, જેના પછી વિરોધીઓ ફરીથી ગુસ્સે થયા.
  • 9 જુલાઈ 2022: વિરોધીઓએ કોલંબોમાં ગાલસા હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન) પર કબજો કર્યો. પ્રમુખ ગોટબાયા ભવનથી ભાગી ગયા.
ગોટબાયા રાજપક્ષે 2019થી 2 વર્ષ 7 મહિનાથી વધુ સમય સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહ્યા.
ગોટબાયા રાજપક્ષે 2019થી 2 વર્ષ 7 મહિનાથી વધુ સમય સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહ્યા.

રાજપક્ષેને અમેરિકાએ વિઝા ન આપ્યા
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા, પરંતુ અમેરિકાએ તેમને વિઝા આપ્યા નહોતા. રાજપક્ષે પાસે શ્રીલંકા અને અમેરિકાની નાગરિકતા હતી, પરંતુ 2019માં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં તેમણે અમેરિકાની નાગરિકતા છોડી દીધી હતી.

વાસ્તવમાં શ્રીલંકાના સંવિધાન પ્રમાણે, સિંગલ સિટિઝનશિપનો નિયમ છે, જેથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે માત્ર શ્રીલંકાના નાગરિક હોવું જરૂરી હતું.

રાષ્ટ્રપતિનો ભાઈ પણ દેશ છોડીને ભાગી જવા માગતો હતો

બેસિલ રાજપક્ષેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો, જ્યારે તે 'VIP ટર્મિનલ' દ્વારા દેશ છોડી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
બેસિલ રાજપક્ષેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો, જ્યારે તે 'VIP ટર્મિનલ' દ્વારા દેશ છોડી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

દેશમાં લોકો અનાજ માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે બેસિલે અમેરિકા જવા માટે 113 મિલિયન શ્રીલંકન રૂપિયામાં બિઝનેસ ક્લાસની ચાર ટિકિટ બુક કરાવી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ બંકર મળી આવ્યું
10 જુલાઈના દિવસે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ રૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવીને આ ગુપ્તચર માર્ગની મદદથી ભાગી ગયા હતા. આ બંકર રાષ્ટ્રપતિ ભવનના પહેલા માળે બનાવવામાં આવ્યું હતું. બંકરમાંથી બહાર નીકળતાં પહેલાં અહીં લાકડાની અલમારી ફિટ કરવામાં આવી છે. તેની રચના એવી છે કે તેને એકસાથે જાણવી કોઈપણ માટે મુશ્કેલ છે.

શ્રીલંકાના રાજકારણ સાથે જોડાયેલાં અપડેટ્સ...

  • કેન્દ્રીય બેન્કના ગવર્નર નંદલાલ વીરસિંઘેએ ચેતવણી આપી છે કે દેશમાં રાજકીય સ્થિરતા ન આવી તો IMF તરફથી બેલઆઉટ પેકેજ મળવામાં મુશ્કેલી આવી શકે છે.
  • શ્રીલંકામાં સર્વદળીય સરકાર બન્યા પછી વિક્રમસિંઘે સરકારના મંત્રી પણ રાજીનામું આપશે.
  • રાષ્ટ્રપતિ ગોટબાયા રાજીનામું ન આપે ત્યાં સુધી દેખાવકારો રાષ્ટ્રપતિભવનને ખાલી કરશે નહિ.
  • શ્રીલંકાની કેન્દ્રીય બેન્કના ગવર્નરપદ છોડવાની અટકળોને ફગાવી દીધી છે.

એમ્બ્યુલન્સ ચલાવવા માટે પણ ડીઝલ-પેટ્રોલ નથી
શ્રીલંકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એમ્બ્યુલન્સ ચલાવવા માટે ડીઝલ-પેટ્રોલ બચ્યું નથી. એમ્બ્યુલન્સ સર્વિસે લોકોને કોલ ન કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે સેવા આપવામાં અસમર્થ છે. લોકોને એક ટાઈમનું જમવાનું પણ સારી રીતે મળતું નથી. ખાવા-પીવાની પ્રોડક્ટના ભાવ ઘણા વધી ગયા છે. દાળની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. જોકે અહીં સ્થિતિ એટલી નાજુક છે કે ભૂખમરો અને કુપોષણ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...