તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરને પાર્ટી:ચોરની 18મા જન્મદિને જ ધરપકડ, પોલીસે બર્થડે પાર્ટી આપી

રિયો ડી જેનેરિયો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનમાં પાર્ટીનો વીડિયો વાઇરલ, સખત ટીકા બાદ હવે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે

ટીનએજર્સ પોતાના 18મા જન્મદિનની પાર્ટી માટે ઘણાં પ્રકારના પ્લાન બનાવે છે પણ બ્રાઝિલના પાઉલો રોડ્રિગો ડેસ નેવેસ માટે આ પાર્ટી સરપ્રાઇઝિંગ અને સાથોસાથ શૉકિંગ પણ રહી. પોલીસે પાઉલોની તેના 18મા જન્મદિવસે જ ચોરીના આરોપસર ધરપકડ કરી અને પછી પોલીસ સ્ટેશનમાં તેના માટે બર્થડે પાર્ટી યોજી તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં શૅર પણ કર્યો. તેના પગલે પાઉલો માટે જે બર્થડે પાર્ટી યાદગાર બનવી જોઇતી હતી તે અપમાનથી કમ ન રહી.

કેમ કે તેની બર્થડે પાર્ટીનો વીડિયો વાઇરલ થયો તો પણ એક કેદી તરીકે. તે લોકોમાં મજાકને પાત્ર બનીને રહી ગયો. પોલીસને પણ ઘણી નેગેટિવ કમેન્ટ્સ મળી, કેમ કે તેમની જવાબદારી આરોપીને કસ્ટડીમાં લઇને તેની પૂછપરછ કરવાની હોય છે પરંતુ પાઉલોના કેસમાં પોલીસે પણ બેદરકારી દાખવી.

લોકોએ કહ્યું- પોલીસવાળા ઇચ્છે છે કે પાઉલો બહાર નીકળ્યા પછી પણ તેના ગુના અંગે જવાબ આપતો રહે
રિયો ગ્રાંદે ડો નોર્ટેનો રહેવાસી પાઉલો લોકોની કારમાંથી મ્યુઝિક સિસ્ટમ્સ તથા મહત્ત્વના પાર્ટ્સ ચોરતા પકડાયો હતો. ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશને લઇ જવાયો તો ત્યાંનો સ્ટાફ તેના માટે કેક અને કોલ્ડ ડ્રિન્ક સાથે તૈયાર હતો. તે અંદર ગયો કે તરત સ્ટાફના માણસો હેપ્પી બર્થડે ટુ યુ.. ગાવા લાગ્યા. તેને ત્યાં બેસાડીને કેક કપાવી અને કોલ્ડ ડ્રિન્ક પીવા આપ્યું તથા વીડિયો પણ તૈયાર કર્યો.

આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને કહ્યું- અમે આ દિવસ એમ જ ન જવા દઇ શકીએ. આ સેલિબ્રેશન દરમિયાન પાઉલો જરાય ખુશ નહોતો પણ તે પોતે ખૂબ અપમાનિત થઇ રહ્યો હોવાનું અનુભવી રહ્યો હતો. તેને લાગતું હતું કે તેના 18મા જન્મદિને તેની ખૂબ મજાક ઊડાવાઇ રહી છે. પોલીસે પણ તેની મજાક ઉડાવવામાં કોઇ કસર ન છોડી. જોકે, પાઉલોના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાઇરલ થતાં જ તે અને પોલીસકર્મીઓ યુઝર્સના નિશાન પર આવી ગયા.

પોલીસના આ વીડિયોની લોકોએ સખત ટીકા કરી. મોટા ભાગના લોકોનું કહેવું હતું કે જે રીતે પોલીસે આ બર્થડે પાર્ટી યોજી તેનાથી સ્પષ્ટ છે કે તેમની એવી દાનત હતી કે પાઉલો બહાર નીકળ્યા પછી પણ સૌને પોતાના ગુના અંગે સ્પષ્ટતા કરતો ફરે. હજુ તો પોલીસે તેની ધરપકડ જ કરી છે, તે દોષિત નથી ઠર્યો. એવામાં પોલીસની આ કરતૂત અસ્વીકાર્ય છે. બાદમાં મિલિટ્રી પોલીસે નિવેદન જારી કર્યું કે તે આ મામલે જલદી તપાસ કરાવશે. પાર્ટી યોજનારા અને પાર્ટીમાં હાજર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...