જર્મનીમાં રવિવારે બે કથિત આતંકીઓની એક ઓપરેશન બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની પર આરોપ છે કે, તે લોકો જર્મનીમાં ખતરનાક બાયોલોજિકલ હથિયારો વડે હુમલો કરવાના હતા. પોલીસે ઈરાનના આ નાગરિકોને નોર્થ રહાઈન વેસ્ટફેલિયાના વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. બંને ઈસ્લામિક કટ્ટરપંથી હતા. જર્મની તેઓ એમજે અને જેજે તરીકે ઓળખાતા હતા.
બંને આરોપીઓના ઘરમાંથી સાયનાઈડ અને રાઈસિન જેવા ઘણા ઝેરી કેમિકલ્સ કબ્જે કરવામાં આવ્યા છે. ફરિયાદી મુજબ, ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહેલા આ કથિત આતંકી ઘણા લોકોનો જીવ લેવા માગતા હતા. રાઈસિન કેસ્ટ બીન્સ, જે એરંડાના બીજથી બનેલું હોય છે. જો રાઈસિન કોઈ પ્રકારે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે તો તે થોડીક જ મીનિટોમાં તેનો જીવ લઈ લેશે. આ સાયનાઈડથી 6000 ગણું વધારે ખતરનાક છે.
અમેરિકન ઈન્ટેલિજન્સ FBI મારફતે મળ્યા ઈનપુટ
લોકલ મીડિયા રિપોર્ટ મુજબ, જર્મનીના સુરક્ષાદળોને અમેરિકન ઈન્વેસ્ટિગેશન એજન્સી FBI મારફતે સંભવિત કેમિકલ એટેકની જાણકારી મળી હતી. જોકે FBIને સોશિયલ મીડિયા એપ ટેલીગ્રામની એક ચેટની જાણ થઈ, જેમાં બંને લોકો બોમ્બ બનાવવા અને ઘણા પ્રકારના જીવલેણ કેમિકલ્સ અંગે વાત કરી રહ્યા હતા.
હુમલાના પ્લાનિંગની જાણકારી મળતા જ જર્મનીની સિક્યોરિટી ફોર્સીસ તાત્કાલિક તેમના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારે લોકલ પોલીસે આખા ઓપરેશન અંગે પ્રેસ રિલીઝ જાહેર કરી તેની જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, ઓપરેશનને અંજામ આપતા પહેલા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોને સીલ કરી દેવાયા હતા. આતંકીઓને પકડતા પહેલા સિક્યોરિટી ફોર્સીસે પ્રોટેક્ટિવ ગિયર પહેરી લીધા હતા જેથી કેમિકલના અસરથી બચી શકાય.
આરોપીઓને 3થી 15 વર્ષ સુધીની સજા થશે
જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેઝરે જણાવ્યું કે, આપણા સુરક્ષા દળો કોઈ પણ ઈસ્લામિક હુમલાની ચેતવણી પર ગંભીરતાથી કાર્યવાહી કરે છે. બંને વ્યક્તિઓ પર હત્યાનું કાવતરૂ રચવાના આરોપ લાગ્યા છે. જર્મનીમાં આ પ્રકારના આરોપો હેઠળ 3થી 15 વર્ષ સુધી સજા મળે છે.
જર્મનીમાં પહેલા પણ કેમિકલ એટેકનું કાવતરૂં રચાઈ ચૂક્યું છે
જર્મનીમાં વર્ષ 2018માં ટ્યુનિશિયામાં એક દંપત્તિને કેમિકલ વડે હુમલો કરવાનું કાવતરૂ રચવાના આરોપ પર પકડવામાં આવ્યું હતું. આ બંને આતંકી સંગઠન આઈએસના સમર્થક હતા. તેમની પાસેથી 84 મિલીગ્રામ રાઈસિન કબ્જે કરવામાં આવ્યું હતું. બંનેએ એક ઝેરી એટેક કરવા માટે ઈન્ટરનેટ પરથી ઘણા પ્રકારના ખતરનાક કેમિકલ ઓર્ડર કર્યા હતા. હુમલાનું કાવતરૂ રચવાના આરોપમાં પતિને 10 વર્ષ અને પત્નીને 8 વર્ષ સુધી જેલમાં રહેવાની સજા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.