ગુજરાતી યુવકની અનોખી લવ સ્ટોરી:અર્પણે બનાવેલો વીડિયો જોઈ રોમાનિયાની મિહેલા મોહી ગઈ, દુબઈમાં મુલાકાત કરી, હવે દુલ્હન બની અમદાવાદ આવી

4 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

એવું કહેવાય છે કે, ભગવાને દરેકની જોડી પહેલાંથી જ નક્કી કરેલી હોય છે. યોગ્ય સમયે આવે ત્યારે દરેકને પોતાનું પાત્ર મળી જ જાય છે. આજે અમે તમને મૂળ અમદાવાદના મ્યુઝિશિયન, સિંગર અર્પણ મહિડાની અનોખી લવ સ્ટોરી વિશે જણાવીએ. અર્પણ મહિડાએ થોડાક સમય પહેલાં મુંબઈ-પુણે હાઇવેનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાઇરલ થયો અને એક યુરોપિયન છોકરી એ વીડિયો જોઈને અર્પણના પ્રેમમાં પડી ગઈ. થોડોક સમય બંનેએ ફોન પર વાત કરી. આ પછી બંને પહેલીવાર દુબઈ મળ્યા અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જે બાદ બંને પરિવારની મંજૂરીથી રોમાનિયામાં લગ્ન કરીને અમદાવાદ આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે બંને સાથે ખાસ વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

રોમાનિયામાં અર્પણ મહિડા અને મિહેલાના લગ્ન પછીની તસવીર.
રોમાનિયામાં અર્પણ મહિડા અને મિહેલાના લગ્ન પછીની તસવીર.

કેવી રીતે બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા?
અર્પણ મહિડાએ તેમની લવ સ્ટોરી અંગે વાત કરતાં જણાવ્યું કે, ' હું મારા પરિવાર સાથે થોડાંક મહિનાઓ પહેલાં તામહિની ઘાટ ફરવા ગયો હતો. ત્યાં જતી વખતે મુંબઈ-પુણે હાઇવે પર ચાલુ વરસાદનો વીડિયો બનાવ્યો હતો. એ વીડિયો મેં મારા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને જોતજોતામાં એ વીડિયો વાઇરલ થયો. ઘણાં લોકોની મને એ વીડિયોમાં કોમેન્ટ્સ અને મેસેજ પણ આવ્યા હતાં. જેમાંથી એક રિસ્પોન્સ મિહેલાનો હતો. આમ મારી અને મિહેલાની જર્ની સ્ટાર્ટ થઈ અને અમે સૌ પહેલાં ફ્રેન્ડ બન્યા હતાં.'

અર્પણ મહિડા તેની પત્ની મિહેલા સાથે.
અર્પણ મહિડા તેની પત્ની મિહેલા સાથે.

મિહેલાનો સૌથી પહેલો મેસેજ કયો હતો?
અર્પણે આ અંગે કહ્યું કે, 'પહેલો મેસેજ ખૂબ જ કેઝુઅલ હતો. મેં જ્યારે મારી રિક્વેસ્ટ ચેક કરી એમાં જે પહેલો હતો એ મિહેલાનો હતો. તેણે મને મેસેજમાં પૂછ્યું કે, આ કઈ જગ્યાનો વીડિયો છે. કેમ કે, એ વીડિયોમાં પ્રકૃતિની સુંદરતા હતી. મેં મિહેલાને લોકેશન સેન્ડ કર્યું.'

રોમાનિયામાં અર્પણ અને મિહેલા.
રોમાનિયામાં અર્પણ અને મિહેલા.

કેટલાં સમય સુધી મેસેજમાં વાત કરી?
અર્પણે કહ્યું કે, ' અમારી વાત ખૂબ જ કેઝુઅલી ચાલતી હતી. એક અઠવાડિયે એમનો મેસેજ આવે. એ પછી હું એમને રિપ્લાય કરું. આ પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ જવ. એટલે બે-ત્રણ અઠવાડિયે વાત કરીએ. આ પછી એ વખતે મારે મારા કામથી યુરોપ જવાનો પ્લાન ચાલતો હતો. જેથી મેં મિહેલાને એવું પૂછ્યું હતું કે, હું યુરોપ આવી રહ્યો છું, ત્યારે કદાચ આપણે મળીશું. જેના જવાબમાં એમણે એવું ચોખ્ખું કહીં દીધું કે, હું સ્ટ્રેન્જર્સ સાથે ફરતી નથી. આ પછી મેં કહ્યું ઓકે, બટ ઇટ વોઝ વેરી કેઝુઅલ. પણ આ જર્ની એવી આગળ વધી અને અહીં પુરી થશે એવું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.'

મિહેલા અને અર્પણ દુબઈમાં પહેલીવાર મળ્યા તે વખતની તસવીર.
મિહેલા અને અર્પણ દુબઈમાં પહેલીવાર મળ્યા તે વખતની તસવીર.

દુબઈ મળવાનું નક્કી કેવી રીતે થયું?
આ અંગે અર્પણે જણાવ્યું કે, 'અમે લોકો એક વર્ષ સુધી અમારી ફ્રેન્ડશિપ કન્ટીન્યુ કરી. એ પછી એવું નક્કી કર્યું કે, આપણે એક એવા સેન્ટર પોઇન્ટ પર મળીએ. કેમ કે, તે વખતે લોકડાઉનને લીધે હું યુરોપ જઈ શક્યો નહોતો અને તે ઇન્ડિયા આવી શકી. તે સમયે દુબઈ ખુલ્લું હતું જ્યાં અમે મળી શક્યા. '

દુબઈના રણમાં મિહેલા.
દુબઈના રણમાં મિહેલા.

દુબઈમાં કેટલા દિવસ સાથે રહ્યાં અને ક્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો?
અર્પણે જણાવ્યું કે, 'દુબઈમાં મળ્યા પછી અમને અમને એવું ફીલ થયું કે, સમ હાઉ અમારું કનેક્શન બંધાઈ રહ્યું છે. આ દરમિયાન અમને એકબીજા પ્રત્યેનો પ્રેમ ફીલ થયો અને અમારી ફ્રેન્ડશિપ રિલેશનશિપમાં બદલાઈ ગઈ. આ પછી અમે નક્કી કર્યું કે, અમે સાથી આખી જિંદગી જીવીશું.?'

અર્પણ મહિડા અને મહિલા.
અર્પણ મહિડા અને મહિલા.

લગ્ન અંગે તમારા-મમ્મી પપ્પાનું શું રિએક્શન હતું?
અર્પણે કહ્યું કે, 'હું જ્યારે દુબઈ ગયો એ પહેલાં જ મારા મમ્મી-પપ્પાને ખ્યાલ હતો કે, હું રોમેનિયન છોકરીને મળવા માટે જઈ રહ્યો છું. એમનો રિસ્પોન્સ પહેલાંથી જ પોઝિટિવ હતો અને આજે પણ છે. હું દુબઈ ગયો ત્યારે તેમને કોઈ વિચાર પણ નહોતો કે, આવા પોઇન્ટ પર આ સ્ટોરી એન્ડ થવાની છે. તે મારા નિર્ણયથી ખૂબ જ ખુશ હતાં.'

અર્પણ તેની પત્ની મિહેલા સાથે.
અર્પણ તેની પત્ની મિહેલા સાથે.

બંનેની ભાષા, કલ્ચર તદ્દન અલગ છે છતાં આટલું બધું એકબીજાને કેવી રીતે સમજો છો?
અર્પણે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, 'જ્યારે અમે સાથે જીવન જીવવાનું નક્કી કર્યું, એ પછી મેં રોમેનિયન કલ્ચર વિશે સ્ટડી કરવાનું શરૂ કર્યું. જેમાં મને ભારતીય અને રોમેનિયન કલ્ચરમાં સામ્યતા જોવા મળી. એ લોકો પણ આપણી જેમ ઘણું કલ્ચર ફોલો કરે છે અને ભાષાની વાત કરું તો હું ઇંગ્લિશ જાણું છું અને મિહેલા પણ ઇંગ્લિશ જાણે છે. મિહેલાની માતૃભાષા રોમેનિયન છે, પણ અમે ઇંગ્લિશમાં વાત કરીએ છીએ. તેમની કન્ટ્રીમાં ઇંગ્લિશ ભાષા ઘણી ઓછી બોલાય છે અને કહેવાય છે કે, પ્રેમની કોઈ ભાષા નથી હોતી એટલે અમે એકબીજાને એમ જ સમજી જઈએ છીએ.'

રોમાનિયાના ઓર્થોડોક્સ ચર્ચની બહાર લગ્નના દિવસે અર્પણ અને મિહેલાએ લીધેલી તસવીર.
રોમાનિયાના ઓર્થોડોક્સ ચર્ચની બહાર લગ્નના દિવસે અર્પણ અને મિહેલાએ લીધેલી તસવીર.

રોમેનિયામાં લગ્ન કરવાની પ્રોસેસ શું હતી?
અર્પણે આ અંગે જણાવ્યું કે, ' લગ્ન માટે હું અને મારા પપ્પા ત્યાં રોમેનિયા ગયાં હતાં. ત્યાં અમારા લગ્ન ઓર્થોડોક્સ ચર્ચમાં થયા હતાં. ત્યાં લગ્નનું એક જ દિવસનું ફંક્શન હતું. સવારે લગ્ન કર્યા. સાંજે પાર્ટી હતી.'

ક્યારેય વિચાર્યું હતું કે, તમે ભારતીય છોકરા સાથે લગ્ન કરશો?
આ અંગે મિહેલાએ જણાવ્યું કે, 'એ મારા પ્લાનમાં નહોતું. મેં સપનામાં પણ કલ્પ્યું નહોતું કે હું કોઈ ભારતીય છોકરાને મળીશ, પણ હું એને પહેલીવાર મળી ત્યારે ભૂલી ગઈ કે એ ક્યાંનો છે. અમારાં હૈયાં મળ્યાં. મેં મારા દિલનું કહ્યું માન્યું. અને તમે તો જાણો જ છો કે હૃદયને જે જોઇએ છે, તે જોઇએ જ છે.'

અર્પણ મહિડા અને તેની પત્ની મિહેલા.
અર્પણ મહિડા અને તેની પત્ની મિહેલા.

અર્પણ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું?
મિહેલાએ કહ્યું કે, 'હું એને પહેલીવાર મળી ત્યારે અમારી ફીલિંગ્સ કન્ફર્મ નહોતી, પણ મારા હૃદયમાં જાણે તારામંડળ ફૂટવા માંડેલું. અમે ઘણા લાંબા સમયથી એકબીજા સાથે વાતો કરતાં હતાં. એટલે પછી અમે લગ્ન કરવાનું નક્કી કરી લીધું.'

તમારા મમ્મી-પપ્પાનું લગ્ન અંગે શું રિએક્શન હતું?
મિહેલાએ કહ્યું કે, 'અમારી રિલેશનશિપ વિશે મેં જ્યારે અમારાં પેરેન્ટ્સને કહ્યું, ત્યારે મારાં મમ્મીનું પહેલું રિએક્શન હતું, કે આ અઘરું છે, પણ અશક્ય નથી.'

અર્પણ મહિડા તેની પત્ની મિહેલાના પરિવાર સાથે.
અર્પણ મહિડા તેની પત્ની મિહેલાના પરિવાર સાથે.

ભારત અંગે શું કહેશો?
મિહેલાએ કહ્યું કે, 'ભારત વિશે મને શું ગમે છે તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મને અહીંની ઘણી બાબતો ગમે છે, જેમ કે, વાનગીઓ, પરંપરાઓ, સંસ્કૃતિ અને અહીંના લોકો.'

અન્ય સમાચારો પણ છે...