• Gujarati News
  • International
  • Army Chief And Imran Khan Face Off Over Appointment Of ISI Chief; Crop PM Wants To Interview Potential Claimants

સેના સાથે દુશ્મની:ISI ચીફની નિમણૂંકને લઈને આર્મી ચીફ અને ઈમરાન ખાન આમનેસામને; સંભવિત દાવેદારોના ઈન્ટરવ્યૂ લેવા માગે છે પાક PM

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમાં સત્તા પર કોઈ પણ હોય પડદાંની પાછળ કમાન સેનાના હાથમાં જ હોય છે (ફાઈલ) - Divya Bhaskar
પાકિસ્તાનમાં સત્તા પર કોઈ પણ હોય પડદાંની પાછળ કમાન સેનાના હાથમાં જ હોય છે (ફાઈલ)

પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIના ચીફની નિમણૂંકને લઈને વડાપ્રધાન ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચે વિવાદ ઊભો થયો છે. દેશના મીડિયામાં જો હાલ કોઈ સૌથી મોટો મુદ્દો હોય તો તે છે ISI ચીફની નિમણૂંક. આર્મી ચીફ બાજવાએ ISIના વર્તમાન પ્રમુખ જનરલ ફૈઝ હમીદને હટાવીને પેશાવરના કોર કમાન્ડર બનાવી દીધા છે. આ વાતને લઈને ઈમરાન ખાન નારાજ છે કેમકે બંધારણીય રીતે તેઓને જ બદલી કે નિમણૂંકનો અધિકાર છે.

મીડિયા રિપોટ્સ મુજબ ટકરાવ ન વધે એટલા માટે બાજવાએ વચ્ચેનો રસ્તો કાઢતા ત્રણ નામોની પેનલ વડાપ્રધાન પાસે મોકલી છે. ઈમરાને તેમાં શરત એવી રાખી છે કે તેઓ ત્રણેય કેન્ડિડેટ્સના ઈન્ટરવ્યૂ લેશે. પેનલમાં સામેલ ત્રણ નામોમાં જનરલ નદીમ અંજુમ પણ સામેલ છે, જેઓને બાજવા ISI ચીફ બનાવવા માગે છે.

પહેલા આ ઝઘડો શું છે તે જાણો
ISIના વર્તમાન ચીફ છે જનરલ ફૈઝ હમીદ. માનવામાં આવે છે કે ઈમરાનને ઈલેક્ટેડની જગ્યાએ સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર આ જનરલ ફૈઝના કારણે જ કહેવામાં આવે છે. કહેવાય છે કે ફૈઝે જ 2018ની ચૂંટણીમાં જોરદાર ગોટાળા કર્યા અને ઈમરાનને વઝીર-એ-આઝમ બનાવી દીધા. શરૂઆતમાં ઈમરાને જનરલ બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપીને નવાજ્યા અને ફૈઝ પાછળ રહી ગયા. એક્સટેન્શન બાદ આર્મી ચીફ બાજવા આગામી વર્ષે ઓક્ટોબરમાં રિટાયર્ડ થશે.

ઈમરાન ઈચ્છે છે કે ફૈઝ જ આગામી આર્મી ચીફ બને અને તે પહેલા તે ISI ચીફ પદે યથાવત રહે. જો કે બાજવા જનરલ અંજુમને ISIની કમાન સોંપવા માગે છે. ખેંચતાણની સાચું કારણ આ જ છે. જો કે અન્ય કેટલાંક કારણો છે કે હોય પણ શકે છે.

ઈમરાન ખાન અને જનરલ બાજવા વચ્ચેના સંબંધ ગત વર્ષે નવેમ્બરમાં ખરાબ થયા હતા (ફાઈલ)
ઈમરાન ખાન અને જનરલ બાજવા વચ્ચેના સંબંધ ગત વર્ષે નવેમ્બરમાં ખરાબ થયા હતા (ફાઈલ)

બંને માટે નાકનો સવાલ
પાકિસ્તાનમાં સત્તા પર કોઈ પણ હોય પડદાંની પાછળ કમાન સેનાના હાથમાં જ હોય છે. જે સામે થવાનો પ્રયાસ કરે છે તેમની હાલત નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો કે પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જેવી થાય છે. ઈમરાનને ભલે જ સેનાએ વડાપ્રધાન બનાવ્યા હોય પરંતુ તેઓ દોઢ વર્ષ પછી થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેના સામે ઝુકવા તૈયાર નથી.

જનરલ બાજવા પોતાની રીતે ISI ચીફ બનાવવા માગે છે અને ઈમરાન જનરલ ફૈઝ હમીદને હટાવવા માટે તૈયાર નથી. બાજવાએ વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો. ત્રણેય નામની પેનલ ઈમરાનને મોકલી છે. મીડિયા રિપોટ્સ મુજબ ઈમરાન એવી જીદ પર છે કે તેઓ ત્રણેય જનરલના ઈન્ટરવ્યૂ લેશે. આવું પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલા ક્યારેય બન્યું નથી.

તો ઈમરાન જશે તે નિશ્ચિત
પાકિસ્તાનમાંથી મળી રહેલા અલગ અલગ મીડિયા રિપોટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ઈમરાન અને આર્મી ચીફ વચ્ચે મનમેળ નહીં થાય તો આ મહિને પાકિસ્તાનના શાહ મહમૂદ કુરૈશી તરીકે નવા વડાપ્રધાન મળી શકે છે. ઈમરાન પોતે સેનાના હાથે શહીદ થયા તેવો પ્રચાર કરવાનો પ્રયત્ન કરશે કે જેથી જનતાની સહાનુભૂતિ મળી શકે. જો કે આ વાત જરા પણ સહેલી નથી. આમ પણ ઈમરાન સરકારના મોટા ભાગના મંત્રી સેનાના હાથોની કઠપુતળી જ માનવામાં આવે છે.

આગળ શું શક્ય છે
9 દિવસ પહેલાં સેનાએ એક નિવેદન જાહેર કરી જનરલ ફૈઝની જગ્યાએ જનરલ નદીમને ISI ચીફ બનાવવાની જાહેરાત કરી હતી. ઈમરાને હજુ સુધી આ નોટિફિકેશન પર સિગ્નેચર નથી કર્યા. તેમના સુચના મંત્રી ફવાદ ચૌધરી રોજ પ્રેસ કોન્ફરન્સ કરી એવો દાવો કરે છે કે કોઈ જ વિવાદ નથી. જો કે જનતાને તેમની વાત માનવામાં નથી આવતી. શક્યતાઓનું બજાર ગરમ છે કે ઈમરાન હવે PMની ખુરસી પર થોડાં દિવસના જ મહેમાન છે.

જો આગામી દિવસોમાં આ ડેડલોક ખતમ નહીં થાય તો પછી બે વિકલ્પ છે. પહેલો- સમય પહેલા ચૂંટણી કરાવવામાં આવે. બીજો- અન્ય કોઈને બાકીના કાર્યકાળ માટે વડાપ્રધાન બનાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...