• Gujarati News
  • International
  • Arif Alvi Said Suryavanshi Like Movie Is More Islamophobia; Actress Mehvish Also Has A Problem With This

PAKમાં સૂર્યવંશી ફિલ્મ સામે વિવાદ:પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ કહ્યું, આવી મૂવી ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહિત કરે છે; એક્ટ્રેસ મેહવિશને પણ ફિલ્મ સામે વાંધો

18 દિવસ પહેલા

અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીથી પાકિસ્તાન પરેશાન છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી હોય કે મેહવિશ હયાત દરેકને એક જ વાત પરેશાન કરી રહી છે કે આ બ્લોકબસ્ટરથી ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન મળશે. 5 નવેમ્બરે રિલીઝ થયેલી મૂવી ભારતમાં 100 કરોડની કમાણી કરી ચૂકી છે અને બોક્સ ઓફિસ પર તે હજી પણ શાનદાર કમાણી કરી રહી છે. પાકિસ્તાની લોકોને આ ફિલ્મથી એજ પરેશાની છે કે ફિલ્મમાં વિલનના પાત્રનું નામ મુસ્લિમ કેમ રાખવામાં આવ્યું છે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પહેલા જ આ મુદ્દા પર સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

એક નજર વિવાદ પર
5 નવેમ્બરે પ્રોડ્યુસર- ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંથી રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તેણે શાનદાર પ્રદર્શન કર્યું. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કેટ્રીના કૈફ, અજય દેવગણ અને રણવીર સિંહ પણ છે. ફિલ્મમાં વિલનનો રોલ ભજવી રહેલા વ્યક્તિનું નામ મુસ્લિમ રાખવામાં આવ્યું છે. ખલનાયકનું નામ મુસ્લિમ હોવા પર પણ ઘણા લોકોને પરેશાની છે.

રોહિત શેટ્ટીને છેલ્લા દિવસોમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો મારી ફિલ્મનો વિલન હિન્દુ કેરેક્ટર હોત તો ત્યારે પણ સવાલ ઉભા થાત? જો પાકિસ્તાનથી કોઈ આતંકવાદી અમારા દેશમાં આવે છે તો આપણે એનુ નામ શું રાખેત, તેનો ધર્મ શું હોત? ફિલ્મની કહાની પણ એ જ છે કે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીને આપણા પોલીસ ઓફિસરો પકડે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પરેશાની
પાકિસ્તાનના સદર-એ-રિયાસત એટલે કે પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ સોશિયલ મીડિયા પર કહ્યું- આ પ્રમાણેનું ઈસ્લામોફોબિક કન્ટેન્ટ ભારતને જ બરબાદ કરશે. મને આશા છે કે ભારતના સમજદાર લોકો આ પ્રમાણેની વસ્તુઓને રોકશે.

ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકેલા પાકિસ્તાનના મૂળના બ્રિટિશ એક્ટર અહમદે પણ આ મુદ્દાને ઉઠાવ્યો અને સોશિયલ મીડિયા કમેન્ટ્સ સાથે આપત્તિજનક ઈમોજીનો પણ વપરાશ કર્યો.

મેહવિશ હયાતે પણ નારાજગી વ્યક્ત કરી
હંમેશા વિવાદોમાં રહેનારી પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાત પણ આ વિવાદમાં કૂદી પડી છે. તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને જણાવ્યું કે તેને ફિલ્મના કન્ટેન્ટ અને મુસ્લિમ રોલને લઈને પરેશાની છે. હયાત પ્રમાણે ઈસ્લામોફોબિયાની અસર માત્ર સિનેમા પર નહી પરંતુ સમગ્ર દુનિયા પર થઈ રહી છે. મેહવિશે લખ્યું- સૂર્યવંશી બોલિવુડની એવી મૂવી છે જે ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપી રહી છે. આ ટ્રેન્ડ હોલીવૂડથી શરુ થયો હતો. જો અમે મુસ્લિમોનો રોલ પોઝિટિવ નથી દેખાડી શકતા તો તે રોલને ન્યાય તો આપી શકીએ છીએ.

પાકિસ્તાનના સમાટીવીની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બોલીવૂડમાં મુસ્લિમોને વિલન તરીકે રજૂ કરવાનો ટ્રેન્ડ ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઈકથી શરુ થયો હતો. 2019માં આવેલી આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. ત્યાર બાદ પાકિસ્તાનની નેગેટિવ ઈમેજ વધુ ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...