તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્ટ એટેક-1, ડિયેગો મારાડોના-0:આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું 60 વર્ષે હાર્ટએટેકથી નિધન

આર્જેન્ટિના8 મહિનો પહેલાલેખક: બ્યૂનસ આયર્સ

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બુધવારે 60 વર્ષની વયે નિધન થઈ ગયું. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર મારાડોનાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. બે સપ્તાહ પહેલાં જ તેમને બ્રેનમાં ક્લૉટને લીધે સર્જરી કરાવવી પડી હતી. મારાડોનાએ 30 ઓક્ટોબરે 60મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ચાર ફિફા વર્લ્ડકપ રમી ચૂકેલ મારાડોનાએ તેમના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાને 1986માં વર્લ્ડકપ જીતાડ્યું હતા. તાજેતરમાં મગજના ઓપરેશનના આઠ દિવસ બાદ મારાડોનાને હોસ્પિટલથી રજા મળી હતી. તે ઘરે જ આરામ કરી રહ્યા હતા.

હેન્ડ ઓફ ગોડના કારણે મેરાડોના વિવાદમાં સપડાયો હતો
1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવેલી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જોવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતો કે આ ગોલ સંભવ નહોતો.

ગોલ ઓફ ધ સેન્ચ્યુરી
દસ સેકન્ડ, મહાનતાની એ દસ સેકન્ડ... ૨૨ જૂન ૧૯૮૬ના એ દિવસે મેક્સિકોમાં મેરાડોનાએ માત્ર દસ સેકન્ડમાં જે હાંસલ કર્યું એ લોકો આખી જિંદગીમાં મેળવી શકતા નથી! એ ગોલ, 60 વારની દોડ લગાવી કરેલો એ એક ગોલ મારાડોનાને અપ્રતિમ ઉંચાઈ પર લઈ ગયો હતો! એક કાળા માથાનો માનવી જીરવી શકે એ કરતાં વધુ પ્રસિદ્ધ એને મળી ગઈ હતી. એ ફૂટબોલનો દેવતા હતો પણ મેદાન બહાર કયારેય રોલ મોડલ બની શકયો નહોતો! ડ્રગ્સ અને આલ્કોહોલે એના શરીરને ખોખલું કરી નાંખ્યું હતું. પગ અને બોલ વચ્ચે જયાં સુધી કશ્મકશ રહેશે, જયાં સુધી ફૂટબોલનો એક ચાહક પણ જીવિત હશે, જયાં સુધી મેજિકલ સ્પોર્ટસ પર્ફોર્મન્સની વાત થશે, મેરાડોના અમર રહેશે!

અન્ય સમાચારો પણ છે...