તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ:આર્જેન્ટિનામાં 14 સપ્તાહમાં ગર્ભપાત કરાવવો કાયદેસર, ગર્ભપાતને મંજૂરી આપનાર પહેલો લેટિન અમેરિકન દેશ

બ્યૂનસ આયર્સ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આર્જેન્ટિનાની સેનેટમાં ગર્ભપાતને કાયદેસર ઠેરવતો ખરડો બુધવારે પસાર થઇ ગયો. હવે અહીં 14 અઠવાડિયામાં સ્વૈચ્છિક ગર્ભપાતને મંજૂરી મળશે. ગૃહમાં આ ખરડાની તરફેણમાં 38 અને વિરુદ્ધમાં 29 વોટ પડ્યા. આ સાથે આર્જેન્ટિના ગર્ભપાતને કાનૂની મંજૂરી આપનારો લેટિન અમેરિકાનો પહેલો દેશ બની ગયો છે. આર્જેન્ટિનાની મહિલાઓ આ ખરડા માટે 15 વર્ષથી આંદોલન કરી રહી હતી.

 • ઇરાક, ઇજિપ્ત અને ફિલિપાઇન્સ સહિત 26 દેશ એવા છે કે જ્યાં કોઇ પણ સંજોગોમાં ગર્ભપાતને મંજૂરી નથી. વિશ્વની 5% વસતી એટલે કે અંદાજે 9 કરોડ મહિલાઓ આ દેશોમાં રહે છે.
 • બ્રાઝિલ, મેક્સિકો અને ઇરાન સહિત 39 દેશમાં સગર્ભાને જીવનું જોખમ હોય તો જ ગર્ભપાત કરાવી શકાય છે. તે અંગેનો નિર્ણય ડૉક્ટર લે છે, સગર્ભા પોતે નહીં. વિશ્વની 22% વસતી એટલે કે 35 કરોડ મહિલાઓ આવા દેશોમાં રહે છે.
 • પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડ સહિત 56 દેશમાં ગર્ભપાતની મંજૂરી મળે છે પણ સગર્ભાએ સાબિત કરવું પડે છે કે ગર્ભાવસ્થા તેના માટે ઠીક નથી. વિશ્વની 14% એટલે કે 24 કરોડ મહિલાઓ આવા દેશોમાં રહે છે.
 • ભારત, બ્રિટન અને ફિનલેન્ડ સહિત 14 દેશ સગર્ભાની સ્થિતિ મુજબ તેને એ નક્કી કરવાનો અધિકાર આપે છે કે તે બાળકને જન્મ આપવા માગે છે કે નહીં? 23% એટલે કે 38 કરોડ મહિલાઓ આ દેશોમાં રહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો