તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Apple Event 2020 A Virtual Event Will Be Held At The Steve Jobs Theater At Apple Headquarters, Find Out Which Products May Be Launched

એપલ ઇવેન્ટ 2020:એપલે રૂપિયા 14,500માં સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યારસુધીનું સૌથી સસ્તું આઇપેડ પણ રજૂ કર્યું; આઇફોન 12 લોંચ ન કર્યો

કેલિફોર્નિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

એપલે તેના 1 કલાકના વર્ચ્યુઅલ 'ટાઈમ ફાઈલ્સ' ઈવેન્ટમાં નવી એપલ વોચ તથા ટેબ્લેટ લોંચ કર્યું છે. જોકે, જે આઈફોન 12 રાહ જોતા હતા, તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. એટલે કે આ માટે રાહ જોવી પડશે. ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યુપર્ટીનો સ્થિત હેડક્વાર્ટરથી કરી. આ પ્રથમ વખત છે કે જ્યારે કંપનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કર્યું છે.

એપલની આ ઈવેન્ટમાં હજારો ડેવલપર્સ સામેલ થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે કંપની વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજશે. જોકે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થયું કે કંપની આ ઈવેન્ટમાં આઈફોન 12 લોન્ચ કરશે કે કેમ.

આ ઈવેન્ટને એપલની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે. આ સિવાય કંપનીની વેબસાઈટ www.apple.com/apple-events પર પણ જોઈ શકાશે. આ ઈવેન્ટ કેટલા સમય સુધી ચાલશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

સૌથી પહેલા એપલ વોચની વાત

  • કુકે સૌથી પહેલા એપલ વોચ અંગે વાત કરી. તેમણે કહ્યું કે આ યૂઝરની તમામ વાતોનું નોટિફાઈ કરે છે. વેધર અને કામ સાથે જોડાયેલ જરૂરી નોટિફિકેશન આપે છે. બીજી બાજુ એમાં ફેવરીટ મ્યુઝિક પણ સાંભળી શકો છો. એમાં હેલ્થ સંબંધિત ફીચર્સ જેવાં કે હાર્ટ મોનિટર, ECG આપવામાં આવે છે.
  • તેમણે એક દૃષ્ટિહીન વ્યક્તિનુંં ઉદાહરણ પણ આપ્યું છે કે જેમનું જીવન એપલ વોચને લીધે સરળ થઈ ગયું છે, કારણ કે વોચ તેને બોલીને કહે છે. તેમણે કેટ, વોઈજે અને જેમ્સ નામના લોકોને લાઈફ કેવી રીતે આ વોચને બદલી દે, તેની નાની-નાની ક્લિપ પણ બતાવી છે.

એપલ વોચ સિરીઝ 3, SE અને સિરીઝ 6 લોંચ

કંપનીએ ઈવેન્ટમાં પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ સિરીઝ 3 રજૂ કરી છે. તેની શરૂઆતી કિંમત 199 ડોલર (આશરે 14,500 રૂપિયા) છે. આ ઉપરાંત એપલ વોચ SE પણ લોંચ કરી છે. તેની કિંમત 279 ડોલર (આશરે 20,500 રૂપિયા) છે. એપલ વોચ સિરીઝ 6 પણ લોંચ કરી છે, જેની શરૂઆતી કિંમત 399 (આશરે 29,300 રૂપિયા) છે.

આઈપેડ 4 લોંચ કર્યું

  • પહેલાં આઈપેડ 10 વર્ષ અગાઉ લોંચ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદથી અત્યાર સુધી કંપની વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) આઈપેડનું વેચાણ કરી ચૂકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેના 53 ટકા યુઝર્સ નવા આઈપેડ ખરીદે છે.
  • 8માં જનરેશન આઈપેડ 4માં 10.3 ઈંચ રેટિના ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. એમાં ફુલ સાઈઝ સ્માર્ટની બોર્ડ મળશે. એપલે તેમા A12 બાયોનિક ચિપનો ઉપયોગ કરે છે. આ સાથે એવો પણ દાવો છે કે જૂના આઈપેડથી 40 ટકાથી વધારે ઝડપી છે. તે એન્ડ્રોઈડ ટેબલેટથી 3X ફાસ્ટર છે.
  • તેમા હાઈ રિજોલ્યુશન ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે. આ એપલ પેન્સિલને સપોર્ટ કરશે, જેનાથી યુઝર ક્રિએટિવ કામ કરી શકશે. તે કંપનીના લેટેસ્ટ ipadOS14માં યુઝરને પેન્સિલથી જોડાયેલ અનેક અપડેટ મળશે. એમાં યુઝર પોતાના હેન્ડરાઈટિંગને લખ્યા બાદ કોપી કરી અન્ય એપ પર ડાયરેક્ટ પેસ્ટ કરી શકશે.
  • તેમા 8 મેગાપિક્સલ રિયર કેમેરા, ફેસટાઈમ HD કેમેરા, LTD સપોર્ટ, 10 કલાકની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવાં અનેક એડવાન્સ ફીચર્સ મળશે.
  • તેની શરૂઆતી કિંમત 329 ડોલર (આશરે 24,200 રૂપિયા) અને વિદ્યાર્થીઓ માટે 299 ડોલર (આશરે 22000 રૂપિયા) છે. કંપનીએ તેનું બૂકિંગ આજથી શરૂ કર્યું છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો