ધ ન્યૂયોર્ક ટાઈમ્સ:એપલની ટીકા કરનારા બ્લોગ પર એપલ બનાવી રહી છે વેબ સિરીઝ, ટિમ કૂકની નારાજગી પછી કામ અટક્યું

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાવકર બ્લોગે 2008માં ટિમ કૂક ગે હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો
  • એપલની પ્રોડક્ટની માહિતી પણ બ્લોગ પર લીક થતી હતી

કોઈ પણ વિરુદ્ધ ખોટું બોલતા કે લખતા પહેલા એ વિચાર કરવો જરૂરી છે કે, ભવિષ્યમાં તેનો અંજામ તમારી વિરુદ્ધ પણ આવી શકે છે. આ વાત એક જમાનામાં ઘણાં લોકપ્રિય રહેલા અમેરિકન બ્લોગ ગાવકર પર સટીક લાગુ થાય છે. હમણાં સુધી ટેક કંપની એપલ ગાવકરના શરૂ થવા પર, લોકપ્રિય બનવા પર અને બંધ હોવાની કહાનીને વેબ સીરિઝના રૂપમાં રજૂ કરવાની યોજના પર કામ કરી રહી હતી.

જોકે, આ વાતની એપલના સીઈઓ ટિમ કૂકને ખબર પડી. કૂકે આ સીરિઝ સામે નારાજગી વ્યક્ત કરી અને એપલે તેનું કામ બંધ કરવું પડ્યું. હકીકતમાં ગાવકરે એક જમાનામાં ટિમ કૂક વિરુદ્ધ ઘણું લખઅયું હતું. ગાવકરે જ સૌથી પહેલા દાવો કર્યો હતો કે, ટિમ કૂક સમલૈંગિક છે. આ સિવાય ગાવકરે એપલ એપલના આઈફોન-4 ફોનના પ્રોટોટાઈપ ફોનના લૉન્ચિંગ પહેલા જ તેની માહિતી લીક કરી દીધી હતી.

ગાવકરના બે પૂર્વ દિગ્ગજે આ વેબ સીરિઝનો આઈડિયા એપલ ટીવી પ્લસને આપ્યો હતો. આ બે એટલે કોર્ડ જોનસન અને મેક્સ રી. જોનસે ટીવી લેખનમાં કારકિર્દી બનાવવા ગાવકર બ્લોગ છોડી દીધો હતો, જ્યારે રીડ ગાવકરના પૂર્વ એડિટર ઈન ચીફ છે. આ ઉપરાંત એપલે ગાવકરના વધુ બે પૂર્વ સંપાદકોને પ્રોજેક્ટમાં સામેલ કર્યા હતા, પરંતુ જેવી વાત ટિમ કૂક પાસે પહોંચી ત્યારે તે અટકી ગયો.

કોર્ટ કેસના કારણે ચાર વર્ષ પહેલાં જ ગાવકર બ્લોગ બંધ થઈ ગયો હતો
ગાવકર બ્લોગ એક જમાનામાં દિગ્ગજ કંપનીઓ અને જાણીતા લોકો પર લખેલા લેખો અને સ્કૂપના કારણે લોકપ્રિય હતો. તેમાં એવી વાતો પણ આવતી, જે મેઈન સ્ટ્રીમ મીડિયામાં ક્યારેય આવતી નહીં. આ કારણસર ગાવકર પર અનેક કેસ દાખલ થયા અને છેવટે 2016માં આવા જ એક કેસના કારણે તેણે બંધ થવું પડ્યું.

અન્ય સમાચારો પણ છે...