તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં હત્યા:વોશિંગ્ટનમાં બે સગીરાએ ઉબેર ઇટ્સના 66 વર્ષના પાકિસ્તાની ડ્રાઇવરની હત્યા કરી કાર લૂંટી, એક છોકરી કોલમ્બિયાની

વોશિંગ્ટન8 દિવસ પહેલા
અમેરિકામાં 66 વર્ષીય પાકિસ્તાની ડ્રાઇવર મોહમ્મદ અનવર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
  • અમેરિકાના વોશિંગ્ટનમાં પાકિસ્તાની ડ્રાઇવર અનવરની હત્યા

અમેરિકામાં 13 અને 15 વર્ષની બે સગીરા પર વોશિંગ્ટનમાં એક પ્રવાસી પાકિસ્તાની ડ્રાઈવરની હત્યા અને તેની કારની ચોરી કર્યાના આરોપ લાગ્યા છે. એ વ્યક્તિની હત્યા ત્યારે કરવામાં આવી હતી કે ગત સપ્તાહે જ્યારે તે વોશિંગ્ટનમાં પોતાની ફૂડ ડિલિવરીની નોકરી કરી રહ્યો હતો. અનવર વોશિંગ્ટનમાં ફૂડ ડિલિવરી કરવા જઇ રહ્યો હતો એ દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 66 વર્ષનો મૂળ પાકિસ્તાની અનવર ઉબેર ઈટ્સમાં નોકરી કરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના 66 વર્ષીય મોહમ્મદ અનવર વર્જિનિયાના સબઅર્બન સ્પ્રિંગફીલ્ડમાં રહેતો હતો. તે ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી છોકરીઓની પાસે હથિયાર તરીકે એક ટેજર હતું. અનવર તેની કારમાં બેઠો હતો અને તેની કારનો દરવાજો ખુલ્લો હતો. વોશિંગ્ટન નેશનલ્સ પાસે કરવામાં આવેલા આ હુમલામાં અનવરનું મોત થયું હતું.

અનવર ફૂડ ડિલિવરી કરવા જઇ રહ્યો હતો એ દરમિયાન થયો હુમલો
ઘટનાસ્થળની નજીક હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ટ્વિટર પર અત્યારસુધીમાં 50 લાખથી વધુ લોકો એને જોઈ ચૂક્યા છે.વીડિયોમાં જોઇ શકાય છે કે અનવર તેની કાર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો અને આરોપી છોકરીઓ તેની કારમાંથી બહાર આવી રહી છે. મળતી માહિતી મુજબ આમાંથી એક છોકરી કોલમ્બિયાની છે, જ્યારે બીજી વોશિંગ્ટનની છે.

વેબસાઇટે એકત્રિત કર્યું પાંચ લાખ ડોલરનું ભંડોળ
એક ક્રાઉડફંડિંગ વેબસાઇટ 'ગોફંડમી' એ અનવરના પરિવાર માટે અભિયાન ચલાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અભિયાનથી રવિવાર બપોર સુધી લગભગ પાંચ લાખ ડોલરનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. વેબસાઇટ દ્વારા કહેવામાં આવ્યું છે કે અનવર એક મહેનતુ પાકિસ્તાની પ્રવાસી હતો, જે તેના પરિવારનું સારું જીવનનિર્વાહ કરવા માટે અમેરિકા આવ્યો હતો. આ અકસ્માતથી અનવરનો પરિવાર ભારે આઘાતમાં છે.

જણાવી દઈએ કે અનવર ફૂડ ડિલિવરી કંપની 'ઉબર ઇટસ'માં કામ કરતો હતો. ગત સપ્તાહે તેની હત્યા ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો. તે પોતાની હોન્ડા એકોર્ડમાં વોશિંગ્ટનમાં ફૂડ ડિલિવરી કરવા જઇ રહ્યો હતો કે ત્યારે જ તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. અનવરના પરિવારનું કહેવું છે કે તેઓ એક સારા પિતા, પતિ અને દોસ્ત હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો