લાંચ આપી ખુદને બચાવી રહ્યો છે મેહુલ ચોકસી:એન્ટીગુઆના ઓફિસર મોટી રકમ લઈ રહ્યા છે, ભારત પરત આવવાથી બચવાના પૈંતરા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક(PNB) કૌભાંડનો આરોપી અને ભાગેડું હીરાનો વેપારી મેહુલ ચોકસી એન્ટીગુઆની પોલીસને મોટી રકમ આપી પોતાને બચાવી રહ્યો છે. ચોકસી પોલીસ ઓફિસરોને લાંચ બે કારણે આપી રહ્યો છે. પહેલી- તેને એન્ટીગુઆ સરકાર ક્યાંક ભારતના હવાલે ન કરી દે. બીજું- તેને એન્ટીગુઆમાં તમામ સુવિધાઓ મળતી રહે.

આ ખુલાસો એન્ટીગુઆ-બારબુડાના ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ કેનેથ રિજોકે પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટ મુજબ- મેહુલ ખૂબ જ ચાલાક ગુનેગાર છે અને તે એવું કાવતરૂં રચી રહ્યો છે, જેનાથી તે ભારતના હવાલે સોંપી દેવાથી બચી શકે.

ઈન્ટરપોલને પણ છેતરી હતી

  • ચોકસીની વિરૂદ્ધ ઈન્ટરપોલમાં રેડ કોર્નર નોટિસ નીકળેલી છે અને આ ઈન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનને ઘણી સારી રીતના જાણ છે કે તે એન્ટીગુઆમાં ક્યાં રહે છે. ઈન્ટરનેશનલ લૉ પ્રમાણે, ઈન્ટરપોલ એન્ટીગુઆ સરકાર પાસેથી મેહુલની ધરપકડ કરી તેને ભારતના હવાલે કરવાનું કહી શકે છે.
  • કેનેથનો રિપોર્ટ કહે છે- મેહુલ એન્ટીગુઆની પોલીસને લાંચ આપી તેમને પોતાના કાવતરાંમાં સામેલ કરી ચૂક્યો છે. તેની અસર એ પડી છે કે, ઈન્ટરપોલ તેને પકડી શકતી નથી, કેમકે એન્ટીગુઆ પોલીસે તેમાં વારંવાર અવરોધો મૂકી દે છે. પોલીસની મદદથી જ તે કોર્ટમાં ચાલી રહેલા લીગલ પ્રોસેસને લાંબુ ખેંચી રહ્યો છે. તેમાં એન્ટીગુઆની સિવિલ એડમિનિસટ્રેશનના ઓફિસર પણ સામેલ છે.
  • કેનેથના રિપોર્ટ મુજબ એન્ટીગુઆમાં ચોકસીના રેસ્ટોરેન્ટમાં એક પોલીસ ઓફિસર એડોનિસ હેનરી સપ્તાહમાં ત્રણવાર ચોકસીને મળવા પહોંચ્યો હતો. ચોકસીએ મેજિસ્ટ્રેટ કોન્લિફી ક્લાર્કને પણ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓને પણ લાંચ આપવાની ઓફર કરાઈ હતી.
મેહુલ 2 વર્ષ પહેલા ડોમિનિકામાં ઝડપાઈ ગયો હતો. પાછળથી તેને છોડી દેવામાં આવ્યો હતો.
મેહુલ 2 વર્ષ પહેલા ડોમિનિકામાં ઝડપાઈ ગયો હતો. પાછળથી તેને છોડી દેવામાં આવ્યો હતો.

બે ઓફિસર પ્રોસેસને લંબાવી રહ્યા છે

  • ​​​​​​​રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેજિસ્ટ્રેટ ક્લાર્ક અને પોલીસ ઓફિસર હેનરી મળીને ચોકસીની મદદ કરી રહ્યો છે. આ બંનેએ એવા હાલાત ઉભા કર્યા છે કે ચોકસીને ભારતના હવાલે ન કરવો પડે. ઈન્ટરપોલનો રસ્તો રોકવામાં આવી રહ્યો છે.
  • આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચોકસીને ક્યૂબા મોકલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભારત અને ક્યૂબા વચ્ચે પ્રત્યર્પણ સંધિ નથી. આ કારણે તેને ભારત પરત મોકલી શકાશે નહીં. આ હાલાત ત્યારે ઉભા થયા છે, જ્યારે એન્ટીગુઆની કોર્ટ તેને ભારતને સોંપવાના આદેશ આપી ચૂકી છે.

2017માં એન્ટીગુઆ-બારબુડાની નાગરિક્તા લીધી હતી

  • 14,500 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી ચોકસી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. પછીથી જાણવા મળ્યું કે, તે 2017માં જ એન્ટીગુઆ-બારબુડાની નાગરિક્તા લઈ ચૂક્યો હતો. પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણના પ્રયાસોમાં લાગેલી છે. મેહુલ ચોકસી ખરાબ તબીયતનું કારણ જણાવી ભારતમાં હાજર રહેવાનો ઈન્કાર કરી ચૂક્યો છે. ક્યારેક વીડિયો કોન્ફરન્સથી જ તે હાજર રહે છે. ભારતમાં તેની ઘણી સંપત્તિઓને જપ્ત કરવામાં આવી ચૂકી છે.
  • બે વર્ષ અગાઉ તેની ડોમિનિકામાં ઘુસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંની કોર્ટ અને સરકારે તેને થોડાક દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. પરંતુ પછીથી તેને પરત એન્ટીગુઆના હવાલે કરી દીધો હતો. તેનું કારણ એ જ હતું કે, તે ટેકનિકલ રીતે એન્ટીગુઆનો જ નાગરિક છે.