પુતિને બાળકોને પણ ના છોડ્યાં:યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં બાળકોની ધરપકડ, અત્યારસુધી 7,000 લોકોની ધરપકડ કરાઈ

6 મહિનો પહેલા

યુક્રેન સામે યુદ્ધ કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડે છે. જોકે પુતિન કોઈપણ હિસાબે યુદ્ધનો વિરોધ સહન કરવા તૈયાર નથી અને તેથી તેમણે હવે નાના સ્કૂલમાં ભણતાં બાળકોની પણ ધરપકડ કરાવી લીધી છે. રશિયાના વિપક્ષના રાજનેતાએ યુદ્ધવિરોધી પ્રદર્શનમાં ભાગ લીધા પછી પોલીસ વાનની પાછળ ધરપકડ કરવામાં આવેલાં બાળકોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઓવીડી ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, રશિયાનાં 50 શહેરમાં યુદ્ધવિરોધી પ્રદર્શનના આરોપમાં અત્યારસુધી 7,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાળકોની ઉંમર પ્રાથમિક સ્કૂલમાં ભણતાં હોય એટલી જ છે.
બાળકોની ઉંમર પ્રાથમિક સ્કૂલમાં ભણતાં હોય એટલી જ છે.

ત્રણ બાળકોને પોલીસ વાનમાં બેસાડી દેવાયાં
દેશમાં યુદ્ધ વિરોધ પ્રદર્શન પર નજર રાખતા સંગઠન ઓવીડી-ઈન્ફોના જણાવ્યા પ્રમાણે, રશિયન પોલીસે અત્યારસુધી 50 શહેરોમાં લગભગ 7000 લોકોની ધરપકડ કરી છે. વિપક્ષી નેતા ઈલ્યા યાસિન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોવા મળે છે કે અધિકારીઓએ બાળકોની ધરપકડ કરી છે. તસવીરોમાં જોવા મળે છે કે આ બાળકોની ઉંમર પ્રાથમિક સ્કૂલમાં ભણતાં બાળકો જેટલી છે. આ બાળકોનો વાંક માત્ર એટલો હતો કે તેમણે યુદ્ધનો વિરોધ કરતાં પોસ્ટરો દર્શાવ્યાં હતાં. નોંધનીય છે કે રશિયામાં યુદ્ધનો વિરોધ કરવામાં દેશદ્રોહની કલમ હેઠળ આરોપ લગાવવામાં આવે છે.

પોલીસ વાનમાં ધરપકડ કરવામાં આવેલાં બાળકો.
પોલીસ વાનમાં ધરપકડ કરવામાં આવેલાં બાળકો.

શું મેસેજ આપવા માગતી હતી બાળકીઓ
એક નાની બાળકીના હાથમાં રશિયન ભાષામાં 'નો વોર' લખેલું હતું અને સાથે જ એક પ્લે બોર્ડમાં રશિયન અને યુક્રેની ઝંડાઓ દોરવામાં આવ્યા હતા. એ પછી એક નાનું પિન્ક કલરનું હાર્ટ દોરવામાં આવ્યું હતું, જેનો અર્થ હતો રશિયા પ્લસ યુક્રેન વચ્ચે એકસરખો પ્રેમ છે. છોકરીને પોલીસ વાનની પાછળ એક ખુરશીમાં બેસાડેલી દેખાય છે. તેની સાથે જ બીજાં બે બાળકો પણ બેઠાં છે, જેઓ આ પરિસ્થિતિમાં પણ ખૂબ શાંત દેખાય છે.

બાળકોએ વિરોધપ્રદર્શનમાં પોસ્ટર્સ દર્શાવ્યાં હતાં.
બાળકોએ વિરોધપ્રદર્શનમાં પોસ્ટર્સ દર્શાવ્યાં હતાં.

સળિયા પાછળ દેખાઈ બાળકી
એક અન્ય તસવીરમાં ગુલાબી જેકેટમાં લોખંડના સળિયા પાછળ વાનમાં એક નાની બાળકી દેખાય છે. તે ખૂબ રડી હોય એવું તેના ચહેરા પરથી દેખાય છે. તેની પાછળ જ બ્લેક ડ્રેસમાં રશિયન પોલીસ પણ દેખાય છે.

તસવીર શેર કરનાર નેતા કોણ છે?
ઈલિયા યશિન એક પૂર્વ રાજનેતા છે, જેના પર 2021માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, કારણ કે તેમણે રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીના સમર્થનમાં કામ કર્યું હતું. તેમણે મંગળવારે રાતે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને ફેસબુક પર લખ્યું હતું કે કઈ જ સામાન્ય નથી. આ પુતિનનું રશિયા છે મિત્રો અને તમે અહીં રહો છે. તેમણે કહ્યું છે કે 'ક્રેમલિન પ્રચાર મિશન' બાળકોનાં માતા-પિતાને દોષ આપશે, તેઓ લોકોને કહેશે કે તમારાં બાળકોને રાજનીતિમાં સામેલ ના કરો.

અન્ય સમાચારો પણ છે...