લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના વધતા વિરોધ વચ્ચે ઈન્ડિયન એમ્બેસીની ઈમારત પર બુધવારે વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જ્યારે 22 માર્ચે 2 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો ફરીથી ઈન્ડિયન એમ્બેસીની બિલ્ડિંગની સામે આવ્યા, ત્યારે હાઈ-કમિશનની ટીમે બિલ્ડિંગની છત પર જઈને છતની કિનારીઓને રાષ્ટ્રધ્વજથી ઢાંકી દીધી હતી.
બુધવારે પ્રદર્શનકારીઓએ મેટ્રો પોલીસ પર શાહી, પાણી, બોટલો તેમજ ઈંડાં ફેંક્યાં હતાં. જો કે, પોલીસે તેમને બિલ્ડિંગથી થોડે જ દૂર રોકી દીધા હતા. ગઈ વખતના હુમલા બાદ એમ્બેસીની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા પ્રદર્શનકારીઓ ખાલિસ્તાની ઝંડા લઈને આવ્યા હતા. આ ઘટના અંગે બ્રિટનના વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ હાઈ કમિશનની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.
બ્રિટનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારતીય હાઈ કમિશનની સુરક્ષામાં વધારો કરશે
બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવર્લીએ કહ્યું છે કે લંડનમાં ભારતીય હાઈ કમિશનના સ્ટાફ પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. મેં હાઈ-કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે વાત કરી છે. પોલીસ તપાસ ચાલુ છે અને અમે લંડનમાં ભારતીય હાઈ કમિશન અને નવી દિલ્હીમાં ભારત સરકારના સંપર્કમાં છીએ.
બુધવારે હાઈ કમિશનની સામે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી
રવિવારે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી અને તિરંગાને નીચે ઉતારી દીધો હતો. ભારતે રવિવારની ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બાદમાં બુધવારે લંડનની મેટ્રો પોલીસે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. માઉન્ટેડ પોલીસ પણ અહીં દેખાઈ હતી. દરેક જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. રવિવારે લંડન ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન સુરક્ષાકર્મીઓ હાજર ન હતા. આનાથી અલગતાવાદીઓના જુસ્સામાં વધારો થયો હતો.
પ્રદર્શનકારીએ કહ્યું- અમે પંજાબમાં અમારા પરિવારને લઈને ચિંતિત છીએ
આમાંથી ઘણા લોકોએ કહ્યું કે તેઓ પંજાબમાં તેમના પરિવાર અને મિત્રોની સુરક્ષાને લઈને ચિંતિત છે. રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, આવી સ્થિતિમાં અમે અમારા પરિવારથી દૂર વાત કરી શકતા નથી. તેઓ પંજાબમાં ઇન્ટરનેટ સુવિધા ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. બીબીસીના અહેવાલ મુજબ, વિરોધ પ્રદર્શનનું આયોજન ફેડરેશન ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન અને યુકેમાં વિવિધ શીખ યુવા જૂથો દ્વારા કરવામાં આવ્યું હતું.
લો ફર્મ જાયવાલ એન્ડ કંપનીના કો-પાર્ટનર સરોશ જાયવાલે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાને ગુનો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હાઈ કમિશનની બિલ્ડિંગને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં બેદરકાર છે. જેણે ભારતીય ધ્વજ ફરકાવ્યો તે હજી સુધી ફરાર છે. જોકે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય એમ્બેલી બહાર સુરક્ષા વધારી દેવામાં આવી
ખાલિસ્તાની સમર્થકોએ બુધવારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય એમ્બેસીની બહાર પ્રદર્શન કર્યું હતું. જો કે આ દરમિયાન કોન્સ્યુલેટની સામે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. યુનિફોર્મમાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા અને દેખાવકારોને કોન્સ્યુલેટમાં પ્રવેશતા અટકાવવા માટે રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યાં હતાં.
ખરેખરમાં, તેના પહેલાંના રવિવારે અહીં પણ ખાલિસ્તાની સમર્થક ભેગા થયા હતા. આ લોકોએ સ્પ્રે પેંટ્સથી અમૃતપાલને મુક્ત કરો....લખ્યું હતું. આ લોકોએ કોન્સ્યુલેટનો દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યાં તેમણે ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા હતા. ભારતીય અમેરિકનોએ હુમલાખોરોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમૃતપાલ સિંહને પંજાબમાં ખાલિસ્તાન મિશન માટે તૈયાર કરવામાં આવ્યો હતો
ખંડા પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલો BKIનો પ્રમુખ સભ્ય પરમજીત સિંહ પમ્માનો ખાસ માણસ છે. પમ્માના આદેશ પર ખંડાએ અમૃતપાલ સિંહને પંજાબમાં ખાલિસ્તાન મિશન માટે તૈયાર કર્યો છે. ત્યારબાદ જોર્જિયામાં અમૃતપાલને તાલીમ આપી હતી. અમૃતપાલે અહીં શીખ ધર્મની જરૂરી વાતો શીખ્યો હતો. અમૃતપાલે ભારત પરત આવવા પર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેને યુવાઓમાં પોપ્યુલર કરવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.