વિશ્વમાં ભારતીય અવ્વલ:વધુ એક વૈશ્વિક કંપનીમાં ભારતીય મૂળની મહિલા બની CEO, 93 દેશોમાં 131 ઓફિસોની કામગીરી સંભાળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ એડવર્ટાઈઝિંગ અને પબ્લિક રિલેશન એજન્સી ઓગિલ્વીએ ભારતમાં જન્મેલી દેવિકા બુલચંદાણીને ગ્લોબલ ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, બુલચંદાણી એન્ડી મેઇનનું સ્થાન લેશે અને વર્ષના અંત સુધી સીનિયર એડવાઈઝર તરીકે કામ કરશે. બુલચંદાણી હાલમાં ઓગિલ્વી નોર્થ અમેરિકાના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને CEO તરીકે કામ કરી રહી છે.

93 દેશોમાં 131 ઓફિસ
બુલચંદાણી CEO તરીકે 93 દેશોમાં 131 ઓફિસના કામની દેખરેખ રાખશે. જે ઓગિલ્વી લીડિંગ માર્કેટિંગ અને કમ્યુનિકેશન ગ્રુપ WPPનો ભાગ છે. કંપનીના જણાવ્યા અનુસાર, બુલચંદાણી WPPની કાર્યકારી સમિતિમાં પણ જોડાશે. WPPના CEO માર્ક રીડે કહ્યું, દેવિકા ક્રિએટિવિટિની ચેમ્પિયન છે.

તેમણે કહ્યું કે, ઇંડસ્ટ્રી પ્રત્યે તેનો પ્રેમ, ગ્રાહકોની જરૂરિયાતોની ઊંડી સમજણ, એજન્સીઓ અને બ્રાન્ડ્સ માટે વૃદ્ધિ પહોંચાડવાનો ટ્રેક રેકોર્ડ સારો છે. જે ઓગિલ્વી કંપનીને વધુ સફળતા તરફ લઈ જવા માટે સારો વિકલ્પ સાબિત થશે.

અમૃતસરમાં જન્મેલ બુલચંદાણીએ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી માસ્ટર્સ કર્યું છે. નોર્થ અમેરિકન એડવર્ટાઇઝિંગ એજન્સી મેકકેનમાં વિવિધ ભૂમિકાઓમાં 26 વર્ષ સુધી કામગીરી કરી છે. આ દરમિયાન તેઓ કંપનીની પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યાં છે.

બુલચંદાણીએ ફિયરલેસ ગર્લના લોન્ચિંગમાં ભાગ લીધો હતો
માસ્ટરકાર્ડના લાંબા સમયથી ચાલતા "પ્રાઇસલેસ" અભિયાનની સાથે "ટ્રુ નેમ" પાછળ તેઓ પ્રેરક શક્તિ બન્યાં હતાં. જે 2019માં લોન્ચ કરવામાં આવેલ એક ફિચર છે. બુલચંદાણીએ મહિલા માટે સમાનતાનું પ્રતીક "ફિયરલેસ ગર્લ" ફિચરને લોન્ચ કરવામાં પણ મદદ કરી. તે એક અભિયાન હતું જે કાન્સ લાયન્સ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ ક્રિએટિવિટીના ઇતિહાસમાં સૌથી સમાન્નિત અભિયાનોમાંનું એક બન્યું હતું.

માઇક્રોસોફટથી લઈને ગૂગલમાં ભારતીય CEO
ગયા સપ્તાહ કોફીની દિગ્ગજ કંપની સ્ટારબક્સએ લક્ષ્મણ નરસિમ્હનને ચિફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા છે. આ લિસ્ટમાં માઇક્રોસોફટના CEO સત્યા નડેલા, એડોબના CEO શાંતનું નારાયણ, અલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, ટ્વિટરના હેડ પરાગ અગ્રવાલ, ચેનલના લીના નાયર અને IBM ગ્રુપના CEO અરવિંદ કૃષ્ણાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...