ભાસ્કર LIVE અપડેટ્સ:પંજાબમાં સિદ્ધૂને ઝટકો, કોંગ્રેસે ચન્નીને CM ફેસ બનાવવાના સંકેત આપ્યા, સોનુ સૂદની સાથે વીડિયો જાહેર કર્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી ચહેરો બનાવવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં ચરણજીત સિંહ ચન્નીનો ચહેરો જોવા મળે છે. આ વીડિયોમાં સોનૂ સુદ પણ છે. તેઓ કહી રહ્યાં છે કે મુખ્યમંત્રીનો ચહેરો એવો માણસ હોવો જોઈએ જેને પરાણે મુખ્યમંત્રી બનાવવામાં ન આવે. તે એવો ચહેરો હોવો જોઈએ જે બેકબેંચર હોય. તેને ઉઠાવીને આગળ લાવવામાં આવે અને કહેવાય કે તમે આ પદ માટે લાયક છો.

સોનૂ સુદે તે બાદ કહ્યું કે આવો માણસ દેશ બદલી શકે છે. સોનૂ સુદના આ નિવેદન પછી વીડિયોમાં માત્ર ચરણજીત ચન્નીનો જ ચહેરો જોવા મળે છે. એટલે કે કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં મુખ્યમંત્રી કેન્ડિડેટ માટે તેમની પસંદગી થઈ હોવાના સંકેત આપ્યા છે.

સ્ટાલિને મોદીને પત્ર લખ્યો- તમિલનાડુનો ટેબ્લો પરેડમાં સામેલ થાય
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન મોદીને પત્ર લખીને ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યનો ટેબ્લો સામેલ કરવાનું કહ્યું છે.તેમને કહ્યું કે તેમાં તમિલનાડુની અનેક મોટી હસ્તિઓને દેખાડવામાં આવશે, તેથી આ ટેબ્લોને સામેલ કરવી જોઈએ. તેમને વધુમાં કહ્યું કે આ રાજ્યના લોકો માટે ચિંતાનો વિષય છે કે વીઓ ચિદંબરાનગર, સુબ્રમણિયમ ભારતી, વેલૂ નાચિયાર અને મરુથુ ભાઈઓ જેવા રાજ્યના કવિઓ, છેલ્લાં સમ્રાટ અને સ્વતંત્રતા સેનાનીઓને દેખાડતી ઝાંખીને પરેડમાં જગ્યા નથી મળી.

જમ્મુ કાશ્મીરના અવંતીપોરાથી જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી એક્સ્પ્લોઝિવ સામાન મળી આવ્યો છે. એક બીજા કેસમાં પોલીસે UAPA અંતર્ગત એક આતંકી સામે ચાર્જશીટને અનંતનાગની NIA કોર્ટમાં રજૂ કરાઈ.

અબુધાબી ડ્રોન એટેકમાં 2 ભારતીય સહિત 3 લોકોનાં મોત, યમનના હૂતી વિદ્રોહીઓએ જવાબદારી લીધી
સંયુક્ત અરબ અમીરાત(UAE)માં અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો હૂતી વિદ્રોહિયો દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ હુમલો ડ્રોનની મદદથી કરવામાં આવ્યો છે.

આ ઘટનાની તપાસ શરૂ થાય તે અગાઉ યમનના ઈરાન ગઠબંધન હૂતી મૂવમેન્ટે હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠને એક નિવેદન આપી UAE પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. હૂતીએ અગાઉ પણ અનેક હુમલા અંગે દાવો કર્યો છે,જે અંગે અમીરાતના અધિકારીઓએ બાદમાં ઈન્કાર કરી દીધો હતો.

PMની સુરક્ષામાં છીંડાવાળી ઘટનાની તપાસ કરી રહેલા જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી મળી
ખાલિસ્તાની અલગતાવાદીઓએ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપતાં કહ્યું કે તેઓને PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે તપાસ નહીં કરવા દઈએ. વકીલોને રેકોર્ડેડ કોલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાથી દૂર રહો. આ પહેલાં પણ વકીલોને આ પ્રકારના કોલ આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે ઈન્દુ મલ્હોત્રાની આગેવાનીમાં એક ઈન્કવાયરી કમિટીનું ગઠન કર્યું હતું.

પ્રશાંત મહાસાગરના ટોંગા જ્વાલામુખમાં વધુ એક વિસ્ફોટ, ન્યૂઝીલેન્ડ-ફિઝીમાં સુનામીનો ખતરો

પ્રશાંત મહાસાગરના ટોંગા આઈલેન્ડની નજીકના જ્વાલામુખીમાં વધુ એક મોટો વિસ્ફોટ થયો છે. ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી AFPએ આ અંગે જાણકારી આપી. વિસ્ફોટના કારણે ટોંગાના પડોસી દેશ ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં ફરી સુનામીનો ખતરો વધી ગયો છે. આ પહેલા શનિવારે જ્વાલામુખીમાં વિસ્ફોટ પછી ટોંગામાં સુનામી આવી હતી.

શનિવારે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સુનામીન લહેર જાપાન સુધી પહોંચી હતી. જાપાનના અમામી ઓશિમા કાંઠા નજીક લગભગ 4 ફુટ ઊંચે સુધી સુનામીની લહેર અથડાઈ હતી.

ટેક્સાસના સિનગૉગ પર આતંકી હુમલામાં બ્રિટનથી 2 સગીરની ધરપકડ
અમેરિકાના ટેક્સાસમાં રવિવારે સિનેગોગ પર આતંકી હુમલાના મામલે બ્રિટનના ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે 2 સગીરની ધરપકડ કરી છે. આ પહેલાં સિનગોગ પર હુમલાના આરોપી બ્રિટિશ નાગરિક મલિક ફૈસલ અકરમને FBIએ ઠાર કર્યો હતો.

ગ્રેટર માન્ચેસ્ટરની પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અમેરિકી એજન્સીઓની સાથે જાણકારી શેર કરી છે. સિનેગોગ પર હુમલાનો હેતુ પાકિસ્તાની ન્યૂરો સાયન્ટિસ્ટ આફિયા સિદ્દીકીને છોડાવવાનો હતો. આફિયા અલકાયદા સાથેના સંબંધને કારણે અમેરિકાની જેલમાં બંધ છે.

ઉજ્જૈનમાં 10 લાખ દીવા કરવાનો પ્રસ્તાવ, અયોધ્યા ઉત્સવમાં 9 લાખ 41 હજાર દીપક પ્રગટાવ્યા હતા

અયોધ્યા અને કાશીની જેમ ઉજ્જૈનમાં 1લી માર્ચે મહાશિવરાત્રિ મહોત્સવ દરમિયાન દિવ્ય મહાકાલ-ભવ્ય ઉજ્જયિની તરીકે ઉજવવા માટે પ્રશાસનની એક ટીમે અયોધ્યાની મુલાકાત કરી પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જે આધારે ઉજ્જૈનમાં મહાશિવરાત્રિ ઉત્સવની પરિકલ્પના કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ અયોધ્યામાં 9.41 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે 9 હજાર વોલિન્ટિયર્સે કમાન સંભાળી હતી. એક અનુમાન છે કે આ ઈવેન્ટમાં પ્રતિ દીપક 9 રૂપિયાનો ખર્ચ થયો હતો. ઉજ્જૈનમાં 10 લાખ દીવ પ્રગટાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે AAPની પહેલી યાદીમાં 150 કેન્ડિડેટ્સના નામ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આમઆદમી પાર્ટી (AAP)એ કેન્ડિડેટ્સની પહેલી યાદી જાહેર કરી છે. રવિવારે રાત્રે જાહેર AAPની યાદીમાં 150 કેન્ડિડેટ્સના નામ આપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ પહેલાં જ પોતાની પહેલી યાદી જાહેર કરી ચુક્યા છે. અહીં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. જો કે કોરોનાને કારણે ચૂંટણી પંચે 22 ફેબ્રુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર રોક લગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...