• Gujarati News
  • International
  • PNP Results Announced By 4 Canadian Provinces; Thousands Of Students Will Get Relief As Canadian Government Liberalizes Rules Related To PR

કેનેડા જવાનું સરળ બનશે:કેનેડાના 4 પ્રાંત દ્વારા PNP પરિણામો જાહેર કરાયા; કેનેડા સરકારે PRને લગતા નિયમો ઉદાર બનાવતા હજારો વિદ્યાર્થીઓને રાહત મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

કેનેડાના ચાર પ્રાંત-બ્રિટીશ કોલમ્બિયા,સાસ્કાટચેવન,મેનિટોબા અને ઓન્ટારિયો દ્વારા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP)ના ડ્રોના પરિણામ જાહેર કર્યો છે. બીજી બાજુ કોરોના મહામારી સમયે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેનેડાની સરકારે તેમની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ (EES)મારફતે PRને લગતી યોગ્યા માટેના નિયમોને ઉદાર બનાવ્યા છે,જેને લીધે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને રાહત મળશે.

બીજી બાજુ જ્યારે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ સાથે PNP અરજદારની નિમણૂંક થાય છે ત્યારે તેમના CRS સ્કોરમાં 600 પોઇન્ટનો વધારો થાય છે. આ ઉપરાંત તેઓ PNP માટે ખાસ આમંત્રણના તબક્કા માટે અરજી રજૂ કરવા માટે પણ સંપૂર્ણપણે યોગ્યતા ધરાવતા હોય છે.ક્યૂબેક અને નુનાવુત સિવાય કેનેડાના મોટાભાગના પ્રાંતો તથા પ્રદેશો તેમના પોતાના PNP ધરાવે છે. આ સંજોગોમાં રસ ધરાવતા ઉમેદવારોને આ પ્રોગ્રામ્સ અંતર્ગત પ્રોવિન્શિયલ નોમિની માટે અરજી રજૂ કરવા આમંત્રણ પ્રાપ્ત થઈ શકે છે.

હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર અને કોરોના મહામારીના સમયે ઓનલાઈન તેમનો અભ્યાસક્રમ પૂરો કરનાર વિદ્યાર્થીઓ હવે કેનેડિયન ક્રેડેન્શિયલ પોઇન્ટ્સ માટે લાયકાત ધરાવે છે. સામાન્ય રીતે પ્રોગ્રામના 50 ટકા કરતાં વધારે હિસ્સેદારીના સંજોગોમાં કોમ્પ્રેહેન્સિવ રેન્ડિંગ સિસ્ટમ (CRS) પોઇન્ટ્સ માટે ઓનલાઈન એજ્યુકેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પરંતુ હવે માર્ચ 2020 અને ઓગસ્ટ 2022 દરમિયાન ઓનલાઈન પ્રોગ્રામ પૂરો કરનાર એક્સપ્રેસ એન્ટ્રીના ઉમેદવારો કેનેડિયન એજ્યુકેશન ક્રેડેન્શિયલ પોઇન્ટ માટે યોગ્યતા ધરાવશે.

બ્રિટીશ કોલમ્બિયા
બ્રિટીશ કોલમ્બિયા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (BC PNP)એ તાજેતરમાં 26 જુલાઈના રોજ આમંત્રણ માટેના તબક્કા આયોજીત કર્યાં હતા. તેના ભાગરૂપે આશરે 183 જેટલા ઉમેદવારોને પ્રોવિન્શિયલ નોમિનેશન માટે પોતાની અરજીઓ મોકલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 14 જુલાઈના રોજ બ્રિટીશ કોલમ્બિયાએ જાહેરાત કરી હતી કે BC PNP એન્ટરપ્રેન્યોર બેઝ કેટેગરી એક વર્ષથી વધુ લાંબા સમય માટે હંગામી ધોરણે રદ્દ રહેશે નહીં.

વૈશ્વિક સ્તરે તે વ્યક્તિગત રીતે 147 જેટલી જગ્યા માટે પસંદગી કરવા આ વ્યવસ્થાનો ઉપયોગ થવાનો હતો, તેમાં ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ થાય છે.આ અરજદારોએ એક્સપ્રેસ એન્ટ્રી BC પૈકીની એક જરૂરિયાત અથવા બ્રિટીશ કોલમ્બિયા (SIRS)માં સ્કીલ્સ એન્ડ ઈમિગ્રેશન રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા સંચાલિત સ્કીલ્સ ઈમિગ્રેશન કેટેગરીઝનું પાલન કરવું જરૂરી છે. જે ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવે છે તેમણે ઓછામાં ઓછા 78 પોઇન્ટ પ્રાપ્ત કરવા જરૂરી છે.

સાસ્કાટચેવન
​​​​​​​
સાસ્કાટચેવન ઈમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ (SINP) 21 જુલાઈ અને 28 જુલાઈના રોજ જે આમંત્રણ માટેનો તબક્કો યોજ્યો હતો તેના પરિણામો જાહેર કર્યાં છે. તાજેતરના વર્ષ 2022ના તબક્કામાં 21 જુલાઈના રોજ સૌથી વધારે 802 અરજદારોને પ્રોવિન્શિયલ નોમિની માટે અરજી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રવર્તમાન કટોકટી અંગે પ્રતિક્રિયા આપવા સાથે આ પ્રાંતે 797 એક્સપ્રેસ એન્ટ્રીને તથા યુક્રેનના પાંચ જેટલા નાગરિકોને આમંત્રણ પાઠવ્યા હતા.

ત્યારબાદ 28 જુલાઈના રોજ 748 અરજદારોને પ્રેવિન્શિયલ નોમિનિશન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પૈકી 279 આમંત્રણ એક્સપ્રેસ એન્ટ્રીના અરજદારોને મોકલવામાં આવ્યું હતું, જ્યારે 469 આમંત્રણ જુલાઈ દરમિયાન સાસ્કાટચેવનને પાઠવવામાં આવ્યું હતું.આ નિયમિત માસિક નોધપત્રકથી અલગ છે. ​​​​​​​

મોનિટોબા
​​​​​​​
18 જુલાઈના રોજ, મોનિટોબાએ પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ (MPNP)નું આયોજન કર્યું હતું અને 355 જેટલા આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ (15 આમંત્રણ), વિદેશમાં રહેલા કૂશળતા ધરાવતા કામદારો (લઘુત્તમ 726 સ્કોર સાથે 299 આમંત્રણો), અને (41 એવા આમંત્રણ કે જ્યાં કોઈ સ્કોરની જરૂર નથી) જે કુલ સંખ્યામાં અરજી આમંત્રિત કરવામાં આવી છે તે પૈકી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં 56 પ્રોફાઈલ્સ છે.

ઓન્ટારિયો
​​​​​​​
ઈકોનોમિક મોબિલિટી પાથવેઝ માટે ઓન્ટારિયો ઈમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ તરફથી 27 જુલાઈના રોજ આમંત્રણ પ્રાપ્ત થયું હતું. આ પ્રોગ્રામમાં વર્તમાન આર્થિક પ્રવૃત્તિઓની પહેલનો ઉપયોગ કરીને કેનેડામાં યોગ્યતા ધરાવતા સ્થળાંતરિતો (રેફ્યૂઝી)ને પ્રવેશને લગતી સુવિધા માગવામાં આવી છે.