હોટલનો કાચ તોડીને કારને અંદર ઘુસાડી દીધી, વીડિયો:લેપટોપ ખોવાઈ જવાથી ગુસ્સામાં આવીને ગાડીથી દરવાજો તોડ્યો, લોકોએ કહ્યું- આ ગાંડો થઈ ગયો છે

એક મહિનો પહેલા

કોરોનાથી બેહાલ ચીનમાં એક ઘટના બની છે. આ આશ્ચર્યચકિત કરતી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક હોટલમાં એક વ્યક્તિ પોતાની કાર લઈને ઘૂસી ગયો હતો. તે કાચ તોડીને જ સીધો અંદર ઘૂસી ગયો હતો. આના કારણે તે હોટલનો દરવાજો અને અંદર રાખેલો સામાન તૂટી ગયો હતો.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો શાંઘાઈનો છે. એક વ્યક્તિ હોટલના સ્ટાફની સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે તેણે ગુસ્સામાં પોતાની સ્પોર્ટ્સ કાર ચલાવીને લોબી સુધી લઈ ગયો હતો. પોલીસે જણાવ્યું છે કે ચેન નામના વ્યક્તિની ધરપકડ કરી દેવામાં આવી છે.

ઘટનાના 3 ફોટોઝ જુઓ...

આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાંથી લેવામાં આવ્યો છે. જેમાં તે વ્યક્તિની સ્પોર્ટ્સ કાર હોટલના દરવાજા પર પાર્ક કરેલી જોવા મળે છે.
આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાંથી લેવામાં આવ્યો છે. જેમાં તે વ્યક્તિની સ્પોર્ટ્સ કાર હોટલના દરવાજા પર પાર્ક કરેલી જોવા મળે છે.
તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને કારને હોટલની અંદર ઘુસાડી દીધી. જેના કારણે હોટલમાં રાખેલો ઘણો સામાન બરબાદ થઈ ગયો હતો.
તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને કારને હોટલની અંદર ઘુસાડી દીધી. જેના કારણે હોટલમાં રાખેલો ઘણો સામાન બરબાદ થઈ ગયો હતો.
આ ઘટનામાં કારને પણ નુકસાન થયું હતું. કારની હેડલાઇટ અને બોનેટ તુટી ગયા હતા.
આ ઘટનામાં કારને પણ નુકસાન થયું હતું. કારની હેડલાઇટ અને બોનેટ તુટી ગયા હતા.

પહેલા ફરિયાદ કરી અને પછી બોલાચાલી કરી
એક ઑફિસરે કહ્યું હતું કે 28 વર્ષના ચેન શાંઘાઈની એક લક્ઝરી હોટલમાં રોકાયો હતો. તે પોતાનું લેપટોપ લઈને ત્યાં રોકાયો હતો. પરંતુ પછીથી તેનું લેપટોપ મળ્યું નહોતું. તેની ફરિયાદ તેણે હોટલ સ્ટાફને કરી હતી. થોડીવાર પછી તે બૂમો પાડવા લાગ્યો હતો અને સ્ટાફની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પછી તે ગુસ્સામાં બહાર ગયો અને પોતાની સ્પોર્ટ્સ કાર લઈને દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસી ગયો હતો.

ચોરી થયેલું લેપટોપ હોટલની બહારથી મળ્યું
આ ઘટના પછી એક સ્ટાફે ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું હતું કે એક વ્યક્તિનું લેપટોપ ચોરી થઈ ગયું હતું અને પછીથી તે હોટલની બહારથી મળ્યું હતું. જોકે ચોરી કોણે અને કેવી રીતે કરી તે જાણકારી નથી. પોલીસે આ મામલે હાલ કોઈ જ પ્રકારનું નિવેદન આપ્યું નથી.

લોકોએ કહ્યું- તે ગાંડો થઈ ગયો લાગે છે
આ ઘટનાના અમુક વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં એક વીડિયોમાં લોકો તે વ્યક્તિને બૂમો પાડતા બોલે છે કે 'તું ગાંડો થઈ ગયો છે. તું કારથી વસ્તુઓને તોડી રહ્યો છે.' તો ઘટના સમયે હાજર અન્ય એક વ્યક્તિ બોલે છે કે 'તે આ શું કરી દીધું, તને ખબર પણ છે કે કેટલું નુક્સાન થયું છે.'

અન્ય સમાચારો પણ છે...