તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Greta Thunberg Tweeted, "Science And Democracy Are Inextricably Linked." Because Both Are Built On Freedom Of Speech, Freedom, Facts And Transparency.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રેટાએ બોલવાની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો:ગ્રેટા થનબર્ગે કર્યું ટ્વીટ, કહ્યું-વિજ્ઞાન અને લોકતંત્ર દૃઢતાથી જોડાયેલાં, બંને બોલવાની આઝાદી, સ્વતંત્રતા, તથ્યો અને પારદર્શિતા પર નિર્મિત છે

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • ગ્રેટા થનબર્ગે કહ્યુંઃ જો તમે લોકતંત્રનું સન્માન કરતા નથી તો કદાચ તમે વિજ્ઞાનનું સન્માન નહીં કરો અને જો તમે વિજ્ઞાનનું સન્માન કરતા નથી તો કદાચ તમે સન્માન નહીં મેળવી શકો’

પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનારી ગ્રેટા થનબર્ગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. થોડા દિવસ અગાઉ તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન કરીને એક ટ્વીટ કર્યુ હતું. ગ્રેટા થનબર્ગે ફરી એકવાર એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે વિજ્ઞાન અને લોકતંત્ર પરસ્પર જોડાયેલાં હોવાની વાત કહી છે.

ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યુંઃ ‘વિજ્ઞાન અને લોકતંત્ર દૃઢતાથી જોડાયેલાં છે, કેમ કે એ બંને બોલવાની આઝાદી, સ્વતંત્રતા, તથ્યો અને પારદર્શિતા પર નિર્મિત છે. જો તમે લોકતંત્રનું સન્માન કરતા નથી તો કદાચ તમે વિજ્ઞાનનું સન્માન નહીં કરો અને જો તમે વિજ્ઞાનનું સન્માન કરતા નથી તો કદાચ તમે સન્માન નહીં મેળવી શકો.’ ગ્રેટા થનબર્ગે આ રીતે લોકતંત્રમાં બોલવાની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો. ગ્રેટા થનબર્ગના આ ટ્વીટને જાણીતા એક્ટર પ્રકાશ રાજે પણ લાઈક કર્યું છે.

અગાઉ ગ્રેટાના ખેડૂત આંદોલનને સમર્થન આપતા ટ્વીટથી થયો હતો હંગામો
ઉલ્લેખનીય છે કે ગ્રેટ થનબર્ગના ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ માટે દિલ્હી પોલીસે તેની વિરુદ્ધ કેસ કર્યો છે. એમાં ગુનાહિત ષડયંત્ર અને સમૂહોમાં દુશ્મની ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે કેસ નોંધાયાના થોડા સમયમાં ગ્રેટાએ ફરીથી ટ્વીટ કર્યું અને લખ્યું હતું, ‘હું હજુ પણ ખેડૂતોનાં સમર્થનમાં છું અને નફરત, ધમકી કે માનવાધિકારોનું ઉલ્લંઘન એને બદલી નહીં શકે.’

ઉલ્લેખનીય છે કે ગ્રેટા થનબર્ગે પોતાના અગાઉના ટ્વીટમાં લખ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે ઊભા છીએ. તેના આ ટ્વીટ પર જોરદાર હંગામો થયો હતો.

અન્ય હસ્તીઓએ પણ ખેડૂત આંદોલનને આપ્યું હતું સમર્થન

ગ્રેટા થનબર્ગ જ નહીં, પણ અમેરિકન પોપસિંગર, રિહાના, પોર્નસ્ટાર મિયા ખલીફા તેમજ અમેરિકન વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસે પણ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો