• Gujarati News
  • International
  • Anas Haqqani | Afghanistan India Friendship; Haqqani Network Leader Anas Haqqani Criticize Narendra Modi Government

હક્કાની નેટવર્કની ભારતથી નારાજગી:અનસ હક્કાનીએ કહ્યું- ભારત અફઘાનિસ્તાનનું સાચુ મિત્ર નથી, 20 વર્ષથી યુદ્ધ ભડકાવવાના પ્રયત્નો

એક મહિનો પહેલા

તાલિબાન સરકારમાં સામેલ આતંકી સંગઠન હક્કાની નેટવર્કની ભારત વિશેની વિચારસરણી સામે આવી રહી છે. હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાઝુદ્દિન હક્કાનીના ભાઈ અનસ હક્કાનીએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનના લોકો ભારતને સાચો મિત્ર નથી માનતા. તે સાથે જ કહ્યું છે કે, અફઘાનિસ્તાન વિશે ભારતે તેમની નીતિ બદલવાની જરૂર છે. ન્યૂઝ ચેનલ WION સાથેની વાતચીતમાં અનસ હક્કાનીએ તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનના ભવિષ્ય અને ભારત-અમેરિકાના સંબંઘો વિશે ચર્ચા કરી, વાંચો આખો ઈન્ટરવ્યું...

સવાલ: ભારત સાથેના સંબંધો વિશે શું વિચારે છે, ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસના ઘણાં પ્રોજેક્ટ શરૂ કર્યા હતા?
જવાબ: આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ભારત પક્ષપાત કરે છે અને છેલ્લાં 20 વર્ષથી યુદ્ધને ભડકાવવાનો પ્રયત્ન કરે છે. તેમણે શાંતિ માટે કશુ નથી કર્યું. અત્યાર સુધી તેમની ભૂમિકા નકારાત્મક રહી છે. અહીં સુઘી કે ભારતીય મીડિયામાં પણ તેની ઝલક દેખાય છે. તેમણે તાલિબાનની ખરાબ છબિ રજૂ કરી છે. ભારતે અફઘાનિસ્તાન પ્રતિ તેમની નીતિ બદલવાની જરૂર છે.

સવાલ: અમેરિકાએ જ્યારે ISISને નિશાન બનાવીને ડ્રોન સ્ટ્રાઈક કરી તો શું તેમનું તાલિબાન સાથે કો-ઓર્ડિનેશન હતું?
જવાબ: તેમણે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવ્યા. અમે તેમને કોઈ સાથ નથી આપ્યો, ના તો એમને ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. અમે ISISને પહોંચી વળવા સક્ષમ છીએ. જો અમેરિકા પાસે કોઈ માહિતી છે તો તેમણે અમારી સાથે કો-ઓર્ડિનેટ કરવું જોઈએ. અમે કાર્યવાહી કરીશું

સવાલ: તાલિનાબ કહે છે કે, તેઓ બદલાઈ ગયા છે, જો એવું છે તો તમને યુવા ચહેરા તરીકે સરકારમાં સામેલ કેમ નથી કરવામાં આવ્યા?
જવાબ: તાલિબાનના પરિવર્તનને કોઈ એક વ્યક્તિ સુધી સીમિત ના કરો. સરકારમાં પરિવર્તન દેખાશે. પરંતુ તાલિબાનની દેશભક્તિ અને તેમનો ઈસ્લામી પક્ષ હંમેશા રહેશે.

સવાલ: મહિલા રાજનાયિક અને તેમની કાર્યશૈલી પર કોઈ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે?
જવાબ: અફઘાનિસ્તાનમાં મહિલા રાજનાયિક કામ કરી શકે છે. તેમના પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સન્માન કરવું પડશે.

સવાલ: જો અમેરિકા અફગાનિસ્તાનમાં તેમની હાજરી રાખે છે અને અફઘાનિસ્તાનીઓનું પલાયન ચાલુ રહેશે તો શું કરશો?
જવાબ: અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી કાઢવું એખ પડકાર છે. તેના માટે લોકો આત્મઘાતી હુમલાની હદ સુધી પહોંચી ગયા હતા. અમે કોઈ બહારના વ્યક્તિની દખલગીરી નથી ઈચ્છતા. જે લોકોએ અમેરિકાનો સાથે આપ્યો તે લોકોના જતા રહેવાનો અમને ગર્વ છે. આગામી સમયમાં પણ જે જવા ઈચ્છે તેઓ વિઝા અને પાસપોર્ટ સહિત સમગ્ર પ્રક્રિયા પૂરી કરીને જઈ શકે છે. તે વિશે તમારે વિદેશ મંત્રાલય સાથે વાત કરવી જોઈએ.

સવાલ: શું સ્પેશિયલ એગ્રીમેન્ટ વિઝા વાળા લોકોને જવા દેવામાં આવશે?
જવાબ: હું આ વિશે કમેન્ટ ના કરી શકું. જેમની પાસે ફોર્મલ વિઝા અને પાસપોર્ટ છે તેઓ જઈ શકે છે, તેમાં કોઈ મુશ્કેલી ના હોવી જોઈએ.

સવાલ: તાલિબાન સરકારમાં સામેલ 14 સભ્યોને સંયુક્ત રાષ્ટ્રએ બ્લેક લિસ્ટમાં રાખ્યા છે, આ વિશે આગળ શું નક્કી કરાશે?
જવાબ: આ મુશ્કેલી અમેરિકાના પક્ષપાતી વલણના કારણે ઉભી થઈ છે. અમેરિકાએ ઘણી વાર તેમના વાયદા તોડ્યા છે. કદાચ તેઓ ઈચ્છે છે કે, ફરી સંઘર્ષ થાય. અમેરિકાની શાંતિની વ્યાખ્યા સ્પષ્ટ નથી. તેને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સમજે છે.

અન્ય સમાચારો પણ છે...