અમેરિકામાં ભણ્યા પછી નોકરી મળવી ફરી સરળ:ટ્રમ્પે સ્થાનીક નાગરીકના પક્ષમાં નિયમમાં ફેરફાર કર્યો હતો, H1-B વીઝાના આ નિયમમાં ફેરફારનો જૂનો પ્રસ્તાવ રદ કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય પાસપોર્ટ- ફાઈલ ફોટો - Divya Bhaskar
ભારતીય પાસપોર્ટ- ફાઈલ ફોટો

જે વિદ્યાર્થી અમેરિકામાં અભ્યાસ પૂરો કરીને શરુઆતની નોકરી ત્યાજ કરવા માગે છે, તેમના માટે સારા સમાચાર છે. ટ્રમ્પ સરકારે નોકરી માટે H1-B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કરવાનો જે પ્રસ્તાવ આપ્યો હતો, તેને અમેરિકાની એક કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટેના આ નિર્ણયથી ભારત સહિત ઘણા દેશોના ફ્રેશ ગ્રેજુએટ્સને અમેરિકામાં નોકરી મેળવવી સરળ બનશે.

ટ્રમ્પે સ્થાનીય નાગરિકોને વધુ તકો આપવાની વાત કહી હતી
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં સ્થાનીય નાગરિકો માટે રોજગારની તકો વધારવાના હેતુથી H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પ સરકારે નક્કી કર્યુ હતું કે આ વિઝા માટે લોટરી નિકાળવાને બદલે વધુ સેલેરીવાળી નોકરીઓ માટેની એપ્લિકેશનોને વધુ તક આપવામાં આવશે. આ નિયમને તરત જ કોર્ટમા પડકારવામાં આવ્યો હતો.

US ઈન્કને ફ્રેશ ગ્રેજુએટ હાયર કરવા મુશ્કેલ બની જવાનો ડર હતો
અમેરિકાનો કારોબારી સમુદાય આ વાતને લઈને ફરિયાદ કરી રહ્યા હતા કે નવા નિયમને લાગૂ કરવાથી ફ્રેશ ગ્રેજ્યુએટ્સને હાયર કરવા મુશ્કેલ થઈ જશે કેમકે નવા નિયમો પ્રમાણે અપ્લાઈ નહીં કરી શકે. ત્યાની યુનિવર્સિટીનું કહેવું હતું કે વિદેશી સ્ટૂડન્ટ્સને ગ્રેજ્યુએટ થયા બાદ H-1B વિઝા પ્રમાણે નોકરી નહી મળે, તો તેમને શિક્ષણ માટે બોલાવવા મુશ્કેલ બની જશે.

H-1B વિઝા અરજીના ક્રમના આધારે જાહેર કરવામાં આવે છે
અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સ H-1B વિઝાથી જોડાયેલા નિયમોમાં ફેરફારને લઈને 2020માં જારી પ્રસ્તાવ વિરુદ્ધ કોર્ટમાં પહોચ્યા હતાં, જે કોર્ટે આ પ્રસ્તાવ રદ કરી દીધો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એમિગ્રેશન એન્ડ નેશનલીટી એક્ટનું ઉલ્લંઘન થાય છે. તે એક્ટ પ્રમાણે H-1B વિઝા અરજીના ક્રમના આધારે જારી કરવામાં આવે છે.

માઈક્રોબાયોલોજિસ્ટ, મેડિકલ વિજ્ઞાનિકો માટે મુશ્કેલ બની જાત
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસીની સ્ટડી પ્રમાણે નિયમોમાં ફેરફાર લાગૂ થવા પર માઈક્રોબાયોલોજિસ્ટ, મેડિકલ સાઈન્ટિસ્ટ્સ અને ફિઝિસિસ્ટ્સ માટે પણ H-1B વિઝા પામવા મુશ્કેલ બની જાત. આ પ્રોફેશલ્સને જે સેલરી ઓફર કરવામાં આવે છે, તે H-1B વિઝા પ્રમાણે આપવામાં આવતી સેલરી લિસ્ટમાં નીચેના બે લેવલની નજીક હોય છે.

અમેરિકી સરકાર દર વર્ષે 65,000 નવા H-1B વિઝા જાહેર કરે છે
મિડિલ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે H-1B વિઝાવાળા શિક્ષક ભરતી કરવી પણ મુશ્કેલ હોત કેમકે લગભગ 90% એપ્લિકન્ટ્સને લેવલ 1 અથવા લેવલ 2ની સેલરી ઓફર કરવામાં આવે છે. અમેરિકી સરકાર દર વર્ષે 65,000 નવા H-1B વિઝા જાહેર કરે છે. ત્યાની માસ્ટર ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ માટે અલગથી 20,000 વિઝાની વ્યવસ્થા છે. અરજીદારો વધારે હોવાથી વીઝા માટે લોટરી નિકાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...