તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • An Upgraded Version Of The Terrorist Organization ISIS K Al Qaeda, Which Attacked Kabul, Is Also Linking Taliban Commanders.

અપગ્રેડેડ આતંક:કાબુલ પર હુમલો કરનાર આતંકી સંગઠન આઈસિલ-કે અલ કાયદાનું અપગ્રેડ વર્ઝન, તે તાલિબાનના કમાન્ડરોને પણ સાથે સાંકળી રહ્યું છે

વોશિંગ્ટન23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલિબાનનો કબજો એ વાતનું મજબૂત આશ્વાસન આપે છે કે તે અફઘાનના તમામ આતંકીઓનો મસીહા છે. તેનાથી વિપરીત, આઈએસ-ખુરાસાન લિવન્ત (આઈસિલ) ખુદને તાલિબાનના હરીફ તરીકે રજૂ કરે છે. તેણે ચાલુ વર્ષે નાગરિકો, અધિકારીઓ અને તાલિબાન વિરુદ્ધ ડઝનેક હુમલા કર્યા છે.

યુએનનો રિપોર્ટ જણાવે છે કે જ્યારે તાજેતરના મહિનાઓમાં અમેરિકી સેના વાપસી કરી રહી હતી તે સમયે મધ્ય એશિયા, રશિયાના ઉત્તર કાકેશસ, ચીનના પશ્ચિમ ક્ષેત્રમાંથી અફઘાનમાં 8-10 હજાર જેહાદીઓએ ઘૂસણખોરી કરી હતી. તેમાં મોટા ભાગના આતંકી તાલિબાન સાથે, બાકી આઈએસઆઈએસ-કે સાથે જોડાયા હતા. આ નેટવર્ક ક્ષેત્રની સ્થિરતા અને સુરક્ષા માટે મોટો પડકાર છે.

આતંકવાદ નિષ્ણાતોને શંકા છે કે આ આતંકીઓ પશ્ચિમ વિરુદ્ધ મોટા હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. 6 વર્ષ પહેલાં પાકિસ્તાની તાલિબાને આઈએસઆઈએસ-કેને જન્મ આપ્યો. 2016માં જ્યારે અમેરિકી હવાઈ હુમલા અને અફઘાન કમાન્ડોનું ઓપરેશન ચરમસીમાએ હતું ત્યારે આ આતંકીઓની સંખ્યા 2000 સુધી રહી ગઈ હતી. પણ જૂન 2020માં આ જૂથનું નેતૃત્વ કમાન્ડર સાહબના હાથમાં આવ્યું.

ત્યારથી તે તાલિબાનને સંગઠનને મજબૂત કરી રહ્યો છે. આ જૂથ તાલિબાનનો વિરોધી રહ્યું છે. બંને જૂથોએ પૂર્વ અફઘાનમાં અનેક લડાઈ લડી છે. અનેક નિષ્ણાતો માને છે કે આ જૂથે તાલિબાનના કમાન્ડરોને પણ સાથે સાંકળ્યા છે. આ જૂથ વિશે ન્યૂઝલાઈન્સ મેગેઝિનના એડિટર ઈન ચીફ હસન કહે છે કે અલ કાયદા માટે આ ડોમિનોઝ ફ્રેન્ચાઈઝી શરૂ કરવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...