બ્રિટનમાં કોહિનૂર હીરાને 'વિજયના પ્રતિક' તરીકે ટાવર ઑફ લંડનમાં પ્રદર્શિત કરવામાં આવશે. તેને 26 મેથી સામાન્ય લોકોને નિહાળવા માટે ખોલવામાં આવશે. બ્રિટનમાં શાહી મહેલના બાકીના ક્રાઉન જ્વેલ્સની સાથે કોહિનૂરને પણ તેમા સમાવેશ કરાયો છે. બ્રિટનમાં પેલેસને મેનેજ કરતી ચેરેટી હિસ્ટોરિક રૉયલ પેલેસિઝે જણાવ્યું કે, કોહિનૂરને પ્રદર્શિત કરવાની સાથે જ અનેક વીડિયો અને પ્રેજેન્ટેશન દ્વારા તેનો ઈતિહાસ પણ જવાવવામાં આવશે.
કેટલીક વસ્તુ અને વીડિયોનો ઉપયોગ કરી પ્રેજેન્ટેશન દ્વારા કોહિનૂરના સંપૂર્ણ ઈતિહાસને દર્શાવવામાં આવશે. તેમાં એ પણ જણાવવામાં આવશે કે, કેવી રીતે તે તમામ ઓનર જેમ કે મુઘલ સમ્રાટ, ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના શાસક અને સિખ મહારાજા માટે વિજયનુ પ્રતીક રહ્યું છે.
કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પછી લાગશે પ્રદર્શની
ટાવર ઑફ લંડનના ગવર્નર એન્ડ્રયૂ જેક્સને જણાવ્યું છે કે, આ વર્ષ આપણા માટે ઐતિહાસિક છે. બ્રિટનના નાવ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક 6 મેના રોજ થવાનો છે. ટાવર ઑફ લંડન પણ તેમા પોતાની ભૂમિકા નિભાવવા માટે સજ્જ છે. રાજ્યાભિષેકના તરત બાદ અનેક કીમતી ક્રાઉન જ્વેલ્સની પ્રદર્શની લગાવવામાં આવશે. અમારો ઉદ્દેશ આ કલેક્શન અંગે લોકોને જાણકારી આપવાનો છે.
કેમિલા નહીં પહેરે કોહિનૂર જડિત તાજ
અગાઉ બ્રિટનની નવી રાણી એટલે કે કિંગ ચાર્લ્સ-IIIની પત્ની કેમિલાએ રાજ્યાભિષેક દરમિયાન રાણી એલિઝાબેથનો કોહિનૂર જડિત તાજ નહીં પહેરવાની જાહેરાત કરી હતી. હકીકતમાં શાહી પરિવારને ભારત સાથેના સંબંધો બગડવાનો ડર હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની પછી કેમિલા માટે ક્વીન મેરીનો 100 વર્ષ જૂનો તાજ તૈયાર કરવાની વાત થઈ હતી.
ભારતે અનેક વખત કોહિનૂર પરત માગ્યો
રાણીના તાજમાં વિશ્વના અનેક મૂલ્યવાન હીરા-જવેરાત જડેલા છે, જેમા કોહિનૂર અને આફ્રીકાનો હીરો ગ્રેટ સ્ટાર ઑફ આફ્રિકા સામેલ છે. તેની કિંમત આશરે 40 કરોડ ડોલર આંકવામાં આવી છે. ભારતે બ્રિટનની સામે અનેક વખત કોહિનૂર હીરા પર પોતાનો કાનૂની અધિકારનો દાવો કર્યો છે. ભારતની જેમ આફ્રિકાએ પણ બ્રિટનના શાહી તાજમાં જડેલા તેના કિંમતી હીરાને પરત કરવાની માગ ઘણી વખત કરી છે.
અનેક દેશો કરે છે કોહિનૂર પર પોતાનો દાવો
કોહિનૂર હીરાનો ઈતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો છે. એવું કહેવાય છે કે, 1849માં જ્યારે અંગ્રેજોએ પંજાબ પર કબજો કર્યો ત્યારે આ હીરાને બ્રિટનની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેને અન્ય ઘણા હીરા સાથે બ્રિટિશ તાજમાં લગાવી દેવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઈરાને પણ આ હીરા પર દાવો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.