વિદ્યાર્થિનીના હત્યારાની ફાંસી લાઈવ ટેલિકાસ્ટ કરો:ઈજિપ્તની કોર્ટે સરકાર સમક્ષ માગ કરી; કહ્યું- મહિલાઓના હત્યારાઓની આત્મા કાંપી જવી જોઈએ

16 દિવસ પહેલા

ઈજિપ્તાની એક કોર્ટે સરકારને કહ્યું છે કે ગર્લ સ્ટૂડન્ટ નાયરા અશરફના હત્યારાની ફાંસીને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે. કોર્ટે કહ્યું- માસૂમ યુવતીઓને એક વસ્તુ ગણનાર લોકોને સજા એક ઉદાહરણ સમાન બનવી જોઈએ. આવા વિચારો રાખનારાઓની આત્મા પણ કાંપી જવી જોઈએ.

નાયરા અશરફ 21 વર્ષની યુનિવર્સિટી સ્ટૂડન્ટ હતી. 20 જૂને કાહિરાથી થોડે દૂર તેની ચાકૂ મારીને હત્ાય કરી દેવાઈ. દોષીનું નામ મોહમ્મદ અદલ છે. તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને સજા-એ-મોત આપી છે. અદલ યુનિવર્સિટીમાં નાયરાનો સીનિયર હતો.

આ ઘટનાના ઠીક 3 દિવસ પછી એટલે કે 23 જૂન જોર્ડનમાં પણ નાયરાની ઉંમરની જ ઈમાન રાશિદની હત્યા થઈ હતી. તેનો હત્યારો ક્લાસમેટ હતો. પોલીસ જ્યારે હત્યારાને પકડવા પહોંચી તો તેને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

નાયરાનો કેસ શું હતો?
નાયરાની હત્યા ઈજિપ્તની રાજધાની કાહિરાથી 80 કિલોમીટર દૂર મનશૂરામાં થયું હતું. હત્યારાની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. ગત મહિને અદાલતમાં સુનાવણી થઈ. મોહમ્મદ અદલે ગુનો કબૂલી લીધો. તેને કહ્યું- નાયરા સાથે લગ્ન કરવા માગતો હતો. તેને ઓફર ઠુકરાવી દીધી. ગુસ્સામાં મેં તેની હત્યા કરી નાખી. બે દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં કોર્ટે ચુકાદો આપ્યો અને અદલને સજા-એ-મોતની સજા સંભળાવી.

પોલીસની ધરપકડમાં નાયરાનો હત્યારો મોહમ્મદ અદલ
પોલીસની ધરપકડમાં નાયરાનો હત્યારો મોહમ્મદ અદલ

ખાસ વાત એ છે કે નાયરાના હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હત્યારાના કહેવા પર તેના એક મિત્રએ તેને શૂટ કર્યું હતું. બાદમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી આ કન્ટેટન્ટ એટલે કે વીડિયો હટાવી દેવાયો હતો.

જોર્ડનમાં મહિલાઓએ ઈમાન રાશિદની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
જોર્ડનમાં મહિલાઓએ ઈમાન રાશિદની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

કોર્ટની સરકારને અપીલ
મનશૂરાના જે ક્રિમિનલ કોર્ટે અદલને ફાંસીના ઓર્ડર આપ્યા, તેમને રવિવારે સરકાર સમક્ષ એક મહત્વની માગ કરી હતી. કોર્ટે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે નાયરાના હત્યારાની સજા-એ-મોતનો સરકારી અને ખાનગી ટીવી ચેનલમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે. સરકાર કાયદામાં બદલાવ કરે. તેનાથી ફાયદો એ થશે કે માનસિક રીતે બીમાર અને ગુનાકીય માનસિકતાવાળા બીજા લોકોને પાઠ ભણવા મળશે. સજાને લાઈવ જોઈને તેમની આત્મ કાંપી જવી જોઈએ. અમે સરકારને આ અંગે એક લેટર પણ લખ્યો છે.

કોર્ટની આ માગ સરકાર માની પણ શકે છે. 1998માં કાહિરામાં એક મહિલા અને તેના બે બાળકો એમ ત્રણ લોકોની હત્યા કરી દેવાઈ હતી. આ તમામને ફાંસીની સજા અપાઈ હતી. આ સજાને ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું.

ઈજિપ્તમાં મહિલા ગુનેગાર
2020: 415 કેસ
2021: 813 કેસ
2022: 335 કેસ (એપ્રિલ સુધી)

ઈમાનની હત્યા જોર્ડનની રાજધાની અમ્માનમાં કોલેજ કેમ્પસમાં 23 જૂને થયું હતું.
ઈમાનની હત્યા જોર્ડનની રાજધાની અમ્માનમાં કોલેજ કેમ્પસમાં 23 જૂને થયું હતું.

ઈમાન રાશિદનો મામલો
નાયરાની જેમ ઈમાન રાશિદ પણ યુનિવર્સિટીમાં ભણતી હતી. બંનેની ઉંમર 21 વર્ષની હતી. તફાવત માત્ર એટલો જ હતો કે નાયરા જ્યાં ઈજિપ્તની નાગરિક હતી, તો રાશિદ જોર્ડનની. નાયરાના હત્યાના 3 દિવસ પછી ઈમાનની યુનિવર્સિટી કેમ્પસમાં તેના ક્લાસમેટે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ માત્ર જોર્ડન જ નહીં, પરંતુ આખા મિડલ ઈસ્ટમાં બબાલ થઈ ગઈ હતી.

રાશિદનો હત્યારો ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે થોડાં દિવસ પછી તેને દૂર એક મકાનમાં ઘેરી લીધો હતો. પકડાઈ જવાના ડરથી તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...