શું થઈ રહ્યું છે વાઇરલઃ મિડલ ઈસ્ટના ચાર દેશ તુર્કિયે (જૂનું નામ તુર્કી), સિરિયા, લેબેનોન અને ઈઝરાયલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સિરિયામાં અત્યારસુધીમાં 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ દરમિયાન આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે થોડી જ સેકન્ડોમાં એક ઈમારત જમીન પર ધસી પડી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તુર્કીનો છે, જ્યાં 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ હતી.
અને સત્ય શું છે?
વાઇરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર એની કી- ફ્રેમ રિવર્સ સર્ચ કરી. સર્ચના પરિણામ રૂપે અમને nbcmiami.com નામની વેબસાઇટ પર સમાચાર સાથે આ વીડિયો મળ્યો.
-વેબસાઇટ અનુસાર, 24 જૂન 2021નો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે, જ્યાં 12 માળની ઈમારત થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ.
-આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ત્યારે આ સમાચાર 24 જૂન 2021ના રોજ વેબસાઇટ પર પ્રકાશિત થયા હતા.
-સ્પષ્ટ છે કે તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો પહેલો વીડિયો 2 વર્ષ જૂનો અમેરિકાના ફ્લોરિડાનો છે.
શું થઈ રહ્યું છે વાઇરલઃ તુર્કીમાં ભૂકંપના નામે આવો જ વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં પણ એક ઈમારત જમીનદોસ્ત થયેલી જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પણ તુર્કીમાં આવેલા ભૂકંપનો છે.
અને સત્ય શું છે?
તપાસના આગલા તબક્કામાં અમે ગૂગલ પર વાઇરલ થઈ રહેલા બીજા વીડિયોને રિવર્સ-સર્ચ કર્યો. શોધ પરિણામમાં અમને ધ ગાર્ડિયન ન્યૂઝની યુટ્યૂબ ચેનલ પરના સમાચાર સાથે આ વીડિયો મળ્યો.
ચેનલ અનુસાર, 30 ઓક્ટોબર, 2020નો આ વીડિયો તુર્કીના ઇઝમિર પ્રાંતના બેરાકલીનો છે, જ્યાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી.
-એનો લાઈવ વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. ત્યારે આ વીડિયો પણ 30 ઓક્ટોબર 2020ના રોજ ધ ગાર્ડિયન ન્યૂઝની યુટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો.
-એ સ્પષ્ટ છે કે બીજો વીડિયો તુર્કીના ઇઝમિર પ્રાંતમાં 30 ઓક્ટોબર 2020ના રોજ આવેલા ભૂકંપનો છે.
શું થઈ રહ્યું છે વાઇરલઃ તુર્કીમાં ભૂકંપના નામે ત્રીજો વીડિયો. એ જોઈ શકાય છે કે બીચ પર જ્યાં સમુદ્રના વિશાળ મોજાઓ ઊછળી રહ્યા છે. આ દરમિયાન લોકોને મોજાથી ભાગતા પણ જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પણ તુર્કીનો છે, જ્યાં 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામીની સ્થિતિ સર્જાઈ છે.
અને સત્ય શું છે?
-સત્ય જાણવા માટે, અમે ગૂગલ પર એની કી-ફ્રેમ રિવર્સ સર્ચ કરી. સર્ચના પરિણામરૂપે અમને આ વીડિયો એક્સપ્રેસ શો નામની યુટયૂબ ચેનલ પર માહિતી સાથે મળ્યો.
-ચેનલ અનુસાર, 12 માર્ચ 2017નો આ વીડિયો દક્ષિણ આફ્રિકાના ડરબન બીચનો છે. જ્યારે દરિયામાંથી ઊછળતા વિશાળ મોજાને કારણે 'ડરબન બીચ' પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. -આ વીડિયો એક્સપ્રેસ શો નામની યુટ્યૂબ ચેનલ પર 14 માર્ચ 2017ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો તુર્કીનો નથી, પરંતુ દક્ષિણ આફ્રિકાના ડરબન બીચનો અને 5 વર્ષ જૂનો છે.
શું થઈ રહ્યું છે વાઇરલઃ આ દુર્ઘટનાના નામે ચોથો વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે. એ જોઈ શકાય છે કે ઈમારતનો મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. હરીશ દેશમુખ નામના યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું- તુર્કીમાં ભૂકંપને કારણે એક મોટી ઈમારત પડી ગઈ.
અને સત્ય શું છે?
-આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર એની કી-ફ્રેમ્સ રિવર્સ સર્ચ કરી. સર્ચ રિઝલ્ટમાં, અમને વેલિયન્ટ જાપાનીઝ લેંગ્વેજ સ્કૂલ નામના ફેસબુક પેજ પરની માહિતી સાથે આ વીડિયો મળ્યો.
-ફેસબુક પેજ મુજબ 17 એપ્રિલ 2016નો આ વીડિયો જાપાનનો છે, જ્યાં ભારે પવનના કારણે ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના બાદ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. -સ્પષ્ટ છે કે આ વીડિયો તુર્કીનો નથી, પરંતુ 17 એપ્રિલ 2016નો આ વીડિયો જાપાનનો છે. હિન્ડનબર્ગ રિપોર્ટની અસર?: ઓસ્ટ્રેલિયામાં અદાણી સામે વિરોધ; જાણો આ વાઇરલ ફોટોનું સત્ય
શું થઈ રહ્યું છે વાઇરલઃ અદાણી ગ્રુપના હિંડનબર્ગના રિપોર્ટને લઈને ગુરુવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. અદાણી ગ્રુપના નાણાકીય વ્યવહારો અંગે વિપક્ષ સંસદીય પેનલ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસની માગ કરાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો હાથમાં અદાણીનું બોર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તાજેતરનો ફોટો ઓસ્ટ્રેલિયાનો છે, જ્યાં હિંડનબર્ગના રિપોર્ટ બાદ લોકો ગૌતમ અદાણી સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. હૈદરાબાદ કોંગ્રેસ સેવા દળે ફોટો શેર કર્યો અને લખ્યું- ઓસ્ટ્રેલિયામાં અદાણી સામે વિરોધપ્રદર્શન, જે જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.