તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • An Agreement To Start Diplomatic Relations Between Israel, The UAE And Bahrain; Trump Said Trump Said Five Or Six Billion Countries Will Still Join

ઐતિહાસિક સમજૂતી:ઈઝરાયલ, UAE અને બહેરીન વચ્ચે કૂટનીતિક સંબંધ શરૂ કરવાની સમજૂતી; ટ્રમ્પે કહ્યું- ટ્રમ્પે કહ્યુ -પાંચ કે છ અરબ દેશ હજુ જોડાશે

વોશિંગ્ટન4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમજૂતી અંતર્ગત હવે ત્રણેય દેશ એકબીજા દેશમાં દૂતાવાસ ખોલશે
  • અમેરિકાએ આ સમજૂતીમાં મોટી ભૂમિકા નિભાવી

ઈઝરાયલે બે ખાડી દેશો UAE અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી છે. મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં તેના પર હસ્તાક્ષર કરાયા હતા. વ્હાઈટ હાઉસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બન્ને ખાડી દેશ સાથે હવે ઈઝરાયલના ઔપચારિક કુટનીતિક સંબંધો શરૂ થશે. અમેરિકાએ આ સમજૂતીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

સમજૂતી પછી ટ્રમ્પે કહ્યું કે આ નવી અને સારી શરૂઆત છે. ટૂંક સમયમાં પાંચ કે છ અરબ દેશ પણ તેમા સમજૂતી કરશે. ટ્રમ્પનો ઈશારો સાઉદી અરબ અને ઓમાન તરફ હતો.

મિડલ -ઈસ્ટમાં નવી શરૂઆત
અરબ દેશો અને ઈઝરાયલના સંબંધો ઘણા દાયકાઓ સુધી ખરાબ રહ્યા હતા. બન્ને પક્ષો એકબીજાને જોખમ માનતા રહ્યા. કુટનીતિક રીતે પણ દુશ્મન દેશનો દરજ્જો અપાયો હતો. હવે ટ્રમ્પની મહેનત રંગ લાવી છે. ગત મહિને ઈઝરાય અને UAE વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. હવે તેમા બહેરીન પણ જોડાઈ ગયું છે. આ સમજૂતી અંતર્ગત ત્રણેય દેશ વચ્ચે વહે ડિપ્લોમેટિક મિશનની શરૂઆત થશે. સરળ ભાષામાં કહીએ તો બહેરીન અને UAE હવે ઈઝરાય સાથે કૂટનિતિક સંબંધોની શરૂઆત કરશે.

સમજૂતીનો શું અર્થ
મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિના સુધીમાં એક ફ્રેમવર્ક તૈયાર થશે. આ સાથે ત્રણેય દેશના એમ્બેસેડર અને બાકી સ્ટાફના નક્કી કરાશે.પછી આ લીસ્ટ એકબીજાને મોકલાશે. વિદેશ મંત્રાલયની મંજૂરી પછી કામકાજ શરૂ થશે. બે વસ્તુને લઈને અરબ દેશો ઉત્સાહિત છે. પ્રથમ- વેપાર અને બીજુ- ડિફેન્સ. ત્રણેય દેશે એકબીજાને ત્યાં વેપાર કરી શકશે.

ટ્રમ્પનો ઈશારો
સમજૂતી પછી ટ્રમ્પે મોટો સંકેત આપ્યો છે. ડિપ્લોમેટિક વર્લ્ડમાં તેનું ખાસ મહત્વ છે. ટ્રમ્પે કહ્યું રાહ જુઓ. ટૂંક સમયમાં જ પાંચ કે છ અરબ દેશ ઈઝરાયલ સાથે આ રીતે કરાર કરશે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા હવે સાઉદી અરબ અને ઓમાનના સંપર્કમાં છે. પાકિસ્તાન અને તુર્કી આ સમજૂતીની વિરોધમાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો