ગાઝાપટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું:મૃતકોમાં 7 બાળક પણ સામેલ, અનેક ઘાયલ; ગેસ લીક ​થયો હોવાની શક્યતા

ગાઝા શહેર17 દિવસ પહેલા
  • આ તમામ લોકો પેલેસ્ટાઇનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

ગાઝાપટ્ટીમાં એક રહેણાક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલામાં 7 બાળક હતાં. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું- આગનું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગમાં રાખેલું સંગ્રહિત ગેસોલીનને કારણે આગ લાગવાની શક્યતા છે, જેને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે બિલ્ડિંગમાં ગેસોલીન કેમ રાખવામાં આવ્યું?

આગ ઈમારતના પહેલા માળે લાગી હતી અને જોતજોતાંમાં આગની જવાળાઓ ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ ચારેતરફ ધુમાડો દેખાતો હતો.
આગ ઈમારતના પહેલા માળે લાગી હતી અને જોતજોતાંમાં આગની જવાળાઓ ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ ચારેતરફ ધુમાડો દેખાતો હતો.

ઈઝરાયેલ સરકાર ઘાયલોની સારવારમાં મદદ કરશે
હેલ્થ એન્ડ સિવિલ ઇમર્જન્સી ઓફિસરે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતાં. ઘણા લોકો ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને કારણે મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન ઇઝરાયેલ સરકારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તે ઘાયલ શરણાર્થીઓની તબીબી સારવારમાં મદદ કરશે.

સૌથી પહેલા જુઓ અકસ્માતની 4 તસવીર...

આગના સમાચાર મળતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.
આગના સમાચાર મળતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.
રેસ્ક્યૂ ટીમે આગ પર કાબૂ મેળવીને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રેસ્ક્યૂ ટીમે આગ પર કાબૂ મેળવીને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. આગ લાગવાનું કારણ જાણવાની કોશિશ થઈ રહી છે. લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. આગ લાગવાનું કારણ જાણવાની કોશિશ થઈ રહી છે. લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
પોલીસ અને તપાસ ટીમ એ પણ શોધી રહી છે કે કેમ રહેણાક મકાનમાં પેટ્રોલનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.
પોલીસ અને તપાસ ટીમ એ પણ શોધી રહી છે કે કેમ રહેણાક મકાનમાં પેટ્રોલનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.

આગ એક કલાકમાં કાબૂમાં આવી હતી
એક ફાયરમેને જણાવ્યું, આગ ખૂબ જ ભયાનક હતી. માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવામાં અમને એક કલાક જેટલો સમય લાગ્યો હતો. દરમિયાન લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ-ઓપરેશન જારી રહ્યું હતું. બિલ્ડિંગમાં રહેતા મોટા ભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

એક દિવસ શોક જાહેર કર્યો
એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાઓમાં એક જ પરિવારના ઘણા લોકો છે. આ તમામ લોકો વિદેશથી તેમના કેટલાક સ્વજનોના પરત આવવાની ઉજવણી કરી રહ્યા હતા. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે આ ઘટનાને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી છે. એક દિવસના શોકની પણ જાહેરાત કરવામાં આવી છે.

આગની અન્ય ઘટનાના સમાચાર પણ વાંચો...

દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ:બુર્જ ખલીફાની બાજુમાં આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગતાં બધું બળીને ખાખ, કોઈને ઈજા નહીં

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે આવેલી એક 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. અરબ ન્યૂઝ અનુસાર, 7 નવેમ્બરે મોડી રાત્રે દુબઈમાં 35 માળના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

જે ઈમારતમાં આગ લાગી એ ઈમાર ગગનચુંબી ઈમારત એમાર સ્કાયસ્ક્રેપર (The Emaar skyscraper)ના નામે ઓળખાય છે. એમાર ડેવલપર્સે બુલવાર્ડ વોક નામના 8 ટાવર બનાવ્યા હતા. એમાર સ્કાયસ્ક્રેપર આમાંનો જ એક ટાવર છે. આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન કોઈને ગંભીર ઈજા થઈ નથી. ફાયરની ટીમના જવાનોએ જણાવ્યું હતું કે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હત

માલદિવ્સમાં આગમાં 9 ભારતીય સહિત 10નાં મોત:બિલ્ડિંગનાં ગેરેજમાં લાગી આગ

માલદિવ્સના માલે શહેરમાં એક બિલ્ડિંગના ગેરેજમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 ભારતીય સહિત 10 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. ગુરુવારે સવારે આગને કાબૂમાં લેવામાં આવી હતી, ત્યાર બાદ આ માહિતી સામે આવી છે.

બિલ્ડિંગમાં પરપ્રાંતીય કામદારો રહેતા હતા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના પહેલા માળે રહેતા પરપ્રાંતીય કામદારો હતા. તમામ પરપ્રાંતીય કામદારો ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રહેવાસી હતી. આ દુર્ઘટનામાં એક બાંગ્લાદેશી પ્રવાસીનું પણ મોત થયું હતું. આ બિલ્ડિંગમાં આ પહેલાં પણ આગ લાગી હતી. 2 મહિના પહેલાં પણ અહીં આગ લાગી હતી. માલદિવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના જણાવ્યા અનુસાર, 28 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...