તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભારતીય મૂળની અમિકા જ્યોર્જને બ્રિટનનો ત્રીજો સર્વોચ્ચ એમબીઈ એવોર્ડ

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રી પિરિયડ પ્રોડક્ટ માટે સરકારને રાજી કરી હતી

ભારતીય મૂળના અમિકા જ્યોર્જ(21)ને બ્રિટિશ સરકારે સ્કૂલમાં ફ્રી પિરિયડ પ્રોડક્ટના પ્રચાર માટે પ્રતિષ્ઠિત મેમ્બર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર (એમબીઇ) એવૉર્ડ આપ્યો છે. આ ત્રીજો સર્વોચ્ચ રેન્કિંગ એવૉર્ડ છે જે કોઈ વ્યક્તિને ત્યારે અપાય છે જ્યારે તેનું કામ લોકો માટે પ્રેરણા બન્યું હોય.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈતિહાસની વિદ્યાર્થિની અમિકાનાં માતા-પિતા ભારતના કેરળથી છે. ગત અનેક વર્ષથી બ્રિટનની સ્કૂલો અને કોલેજોમાં ફ્રી-પિરિયડ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. અમિકા જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેણે આ અભિયાન શરૂ કર્યું હતું. તેને ખબર હતી કે બ્રિટનમાં એવી અનેક છોકરીઓ છે જે દર મહિને અમુક દિવસ માટે સ્કૂલ નથી આવતી કેમ કે આર્થિક તંગીને કારણે તે પિરિયડ પ્રોડક્ટ્સ ખરીદી શકતી નથી.

તેના પછી અમિકાએ એક અરજી દાખલ કરી અને મંત્રીઓ સાથે મંત્રણા પણ કરી. અમિકાના પ્રયાસો રંગ લાવ્યા અને બ્રિટિશ સરકારે 2020માં શૈક્ષણિક સંસ્થાનોને ફ્રી-પિરિયડ પ્રોડક્ટ આપવા ફંડ જારી કર્યું.

પરિવર્તન ફક્ત સંસદની દીવાલોનું અંદર નથી થતું
અમિકાએ કહ્યું કે જેટલું આપણે સમજીએ છીએ, યુવાઓના અવજામાં તેનાથી વધુ તાકાત હોય છે. રાજકીય ક્ષેત્રમાં અનેકવાર આપણી અવગણના થાય છે પણ એમબીઈથી જાણ થાય છે કે આપણે ધીમે ધીમે વાસ્તવિક પરિવર્તનકર્તા તરીકે ઓળખાઈ રહ્યા છે. જે સરકાર અને તેમની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. પરિવર્તન ફક્ત વેસ્ટમિન્સ્ટર કે વ્હાઇટ હાઉસ કે પછી ભારતીય સંસદની દીવાલોની અંદર નથી થતું, આ પરિવર્તન ગમે તે લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...