તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટાનો ડર:અમેરિકનોને ઘરોમાં પણ માસ્ક પહેરવાની સલાહ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમણે રસી નથી લીધી, તેમણે વધુ સાવધ રહેવાની જરૂર

દુનિયામાં કોરોના વાઈરસના નવા ડેલ્ટા વેરિયેન્ટના ચેપના વધતા ખતરા વચ્ચે અમેરિકામાં આરોગ્ય નિષ્ણાતોએ રસી અને માસ્કની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે. અમેરિકાના અનેક રાજ્યોમાં તમામને બિલ્ડિંગ કે ઘરની અંદર પણ માસ્ક પહેરવાની સલાહ અપાઈ રહી છે. 28 જૂને લોસ એન્જલસ કાઉન્ટીએ રસી લેનારા લોકોને પણ માસ્ક પહેરવાનું કહ્યું હતું. આ કાઉન્ટીમાં સંક્રમણના અડધા કેસ ડેલ્ટા વેરિયેન્ટના છે.

સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, ભારતમાં સૌથી પહેલા મળેલા ડેલ્ટા વેરિયેન્ટ જૂના સાર્સ-સીઓવી-2 સ્ટ્રેનથી વધુ સંક્રમક અને ઘાતક છે. અમેરિકન બિમારી નિયંત્રણ સેન્ટર (સીડીસી)ના ડિરેક્ટર ડૉ. રોશેલે વાલેંસ્કીએ કહ્યું હતું કે, ડેલ્ટા વેરિયેન્ટને રસી નાકામ કરી શકે છે. એટલે જેમણે રસી નથી લીધી, તેમણે બચાવ માટે માસ્ક પહેરવું જરૂરી છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં સંશોધનોથી માલુમ પડ્યું કે, કોરોના રસી વાઈરસ સામે પૂરતું રક્ષણ આપે છે, પરંતુ રસી લઈ ચૂકેલામાં હલકા લક્ષણો મળ્યાં છે.

લોસ એન્જલસ કાઉન્ટીના આરોગ્ય અધિકારી ડૉ. મુંટુ ડેવિસનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયેન્ટ વિરુદ્ધ રસીની સુરક્ષામાં અનિશ્ચિતતાને જોતા માસ્ક પહેરવું જોઈએ. ઈઝરાયલમાં થયેલા સંશોધન પ્રમાણે, રસી લોકોને કોરોનાથી બચાવવામાં 80% અસરકારક છે. જેમણે રસી નથી લીધી, તેમને ડેલ્ટાથી સંક્રમિત થવાનો અને ગંભીર રીતે બિમાર પડવાનો ખતરો વધુ છે.

રસીની સુરક્ષા
મેરીલેન્ડ યુનિવર્સિટીની મેડિસિન સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસર ડૉ. કિસ્ટેન લાઈકનું કહેવું છે કે, રસી લઈ લેવા છતાં હું બિલ્ડિંગની અંદર માસ્ક પહેરું છું. ડેવિસ કહે છે કે, રસી અને માસ્ક દરેક માટે વીમા પોલિસી છે.

અન્ય સમાચારો પણ છે...