ભાસ્કર વિશેષ:અમેરિકી યુવાઓ નશો કરવા ટેબલેટ ખાય છે, મેડિકલ સ્ટોરમાં ન હોવાથી ઑનલાઇન ખરીદે છે

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં ડ્રગના ઓવરડોઝને કારણે રેકોર્ડ 1 લાખનાં મોત

અમેરિકી યુવાઓમાં ઑનલાઇન ડ્રગની દાણચોરી જીવલેણ સાબિત થઇ રહી છે. ટોચની અમેરિકી સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના આંકડા અનુસાર, ગત વર્ષે ડ્રગ ઓવરડોઝને કારણે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. નશો કરવા માટે આ યુવાઓ ટેબલેટનું સેવન કરે છે. આ ટેબલેટમાં ફેંટેનાઇલ નામનો પદાર્થ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. મેડિકલ સ્ટોર્સ પર તેની ખરીદી પર અનેક પ્રતિબંધો છે. એવામાં માફિયાઓ સ્નેપચેટ, ટિકટૉક અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ મારફતે ટેબલેટનું વેચાણ કરે છે.

નશાની લતનો શિકાર યુવાઓ સોશિયલ મીડિયા સાઇટ પર ઑર્ડર કરીને આ માદક ટેબલેટની ડિલિવરી લે છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ગોપનીયતા યુક્ત સુવિધાઓ આ ડ્રગ્સની દાણચોરીનો માર્ગ મોકળો કરે છે. ખરીદદાર અને વિક્રેતા બંને એક બીજાને શોધીને કોઇપણ સમસ્યા વગર લેવડદેવડ કરી શકે છે. સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે યુવાઓ ઓવરડોઝ લે છે. સરકારી ડેટા અનુસાર, 18 થી 45 વર્ષીય લોકો આત્મહત્યા, ટ્રાફિક દુર્ઘટના અને ગન કલ્ચરની હિંસા કરતાં વધુ ડ્રગ ઓવરડોઝને કારણે મૃત્યુ પામે છે.

જર્નલ ઑફ અમેરિકન મેડિકલ એસોસિએશન (જામા)ના આંકડાઓ અનુસાર, ફેંટેનાઇલથી થતા મોતના આંકડાઓ જ્યાં 2019માં 253 હતા, તે 2021માં વધીને 884 થઇ ચૂક્યા છે. સરકારી ડેટા અનુસાર, 18 થી 25 વર્ષની વયજૂથના લોકો ગેરકાયદે પદાર્થોનું સૌથી વધુ સેવન કરે છે.

મોર્ફીનથી 100 ગણુ ઘાતક છે ફેંટેનાઇલ
લેબમાં નિર્મિત ફેંટેનાઇલ હેરોઇનથી 50 ગણું તેમજ મોર્ફીનથી લગભગ 100 ગણું ઘાતક છે. તેને બનાવવાની પ્રક્રિયા ખૂબ ઝડપી અને સસ્તી છે. મેક્સિકો, ચીન અને ભારત સહિત કેટલાક દેશોમાં ફેંટેનાઇલને મોટા પાયે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...