અદભુત:અમેરિકન સ્વિમર કેટી લેડેકીએ માથા પર દૂધનો ગ્લાસ રાખી સ્વિમિંગ કર્યું

2 વર્ષ પહેલા

વીડિયો ડેસ્ક-અમેરિકાની ઓલિમ્પિક ચેમ્પિયન કેટી લેડેકીએ પાંચ ગોલ્ડ મેડલ્સ પોતાના નામ કર્યા છે ઉપરાંત 15 જેટલી વિશ્વ ચેમ્પિયનશીપ પણ જીતી છે. પરંતુ તેના અવિશ્વસનિય બેલેન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 23 વર્ષની કેટીએ હાલમાં ટ્વીટર પર શેર કરેલો વીડિયો જોઈ સૌ કોઈ અભિભુત થઈ ગયા. જેમાં માથા પર દૂધ ભરેલો ગ્લાસ રાખી કેટી લેડેકી સ્વીમીંગ કરતી જોવા મળે છે.. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટી અદભૂત બેલેન્સ રાખી પાણીમાં તરી રહી છે.. માથા પર રહેલા દૂધના ગ્લાસનું એક ટીપું પણ છલકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...