અમેરિકામાં રહેતા ભારતીયો 6% ટેક્સ આપે છે. આ વાતની જાણકારી અમેરિકન સાંસદ રિચ મેક્કોર્મિકે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પોતાની પહેલી સ્પીચમાં આપી હતી. તેમણે કહ્યું કે, ભારતીયોનો અમેરિકન વસતિમાં 1% ભાગ છે, પરંતુ તે 6% ટેક્સ આપે છે.
જોર્જિયાથી સાસંદ રિચ મેક્કોર્મિકે કહ્યું- હું એ બધા લોકોનો આભાર માનીશ જેઓ ભારતથી અમેરિકા આવ્યાં. જોર્જિયામાં એક લાખની આસપાસ એવા લોકો છે, જે ભારતીય છે. અહીંયા પાંચમાંથી એક ભારતીય ડોક્ટર છે. તેમનો રોલ મહત્ત્વપૂર્ણ છે. આ મોટી વાત છે. અમે પ્રયત્ન કરીશું કે, ભારતીયો માટે ઈમિગ્રેશન પ્રોસેસ સરળ થઈ શકે.
બાઈડન એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતવંશીય મહત્ત્વના હોદ્દા પર
રિચે કહ્યું- અમેરિકન વસતિમાં તેમની ભાગીદારી 1% છે, પરંતુ તે 6% ટેક્સ આપે છે. તેઓ કાયદાને અનુસરે છે. તેમની પ્રોડક્ટિવિટી વધારે છે અને તે કોઈ પણ પ્રકારે કોઈ પણ સમસ્યા ઉભી કરતા નથી. ભારતીય મોટાભાગે ફેમિલી ઓરિએન્ટેડ હોય છે, એટલે તેમને ડિપ્રેશન, એન્ઝાયટી જેવી સમસ્યાઓ થતી નથી. અમેરિકન લોકોમાં આ સમસ્યાઓ સામાન્ય છે.
UN ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ મુજબ, દુનિયામાં આશરે 1.80 કરોડ પ્રવાસી ભારતીય છે. તેમાંથી 44 લાખ લોકો અમેરિકામાં રહે છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, ઈલિનોઈસમાં તેમની સૌથી વધુ વસતિ છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતવંશીય મહત્ત્વના પદો પર તહેનાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.