અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલો બંદૂક રાખવાનો અધિકાર હવે દેશ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. અહીં શૂટઆઉટ કરી હત્યાના મામલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા થોડાક વર્ષોમાં વંશીય હિંસા વધ્યા બાદ તો વાત-વાતમાં ગોળી મારી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારબાદથી અમેરિકાના અનેક રાજ્યોની સરકારે ચિંતામાં છે.
રિપોર્ટ મુજબ, કોવિડના પ્રથમ ચરણમાં ગોળી મારીને હત્યા કરવાના મામલામાં 35 ટકાની વૃદ્ધિ થઈ છે. તેને ઐતિહાસિક વધારો ગણવામાં આવી રહ્યો છે કારણ કે પાછલા 25 વર્ષમાં સૌથી વધુ હત્યાઓ 2020માં થઈ છે. સીડીસીના કાર્યવાહક મુખ્ય ઉપ નિદેશક અને નેશનલ સેન્ટર ફોર ઇન્જરી પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલના નિદેશક ડૉ. ડેબરા ઇ. હોરીએ જણાવ્યું કે કોરોનાના સમયે બંદૂક સંબંધિત ઘટનાઓમાં 45,000થી વધુ અમેરિકોનાં મોત થયા છે.
આ 1994 બાદથી ગોળી મારીને હત્યાના મામલાનો દર સૌથી વધુ નોંધાયો હતો. પોકેટ પોર્ટબલ ગનથી થનારી હત્યાઓ વધુ છે. બીજી તરફ, ગરીબ સમુદાયમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. જોવામાં આવ્યું છે કે વિશેષ રૂપથી યુવા અશ્વેત પુરૂષ ગન અપરાધિક ગતિવિધિઓમાં ઉપયોગ કરે છે. અમેરિકોમાં અશ્વેત મહિલાઓના મોતમાં પણ વૃદ્ધિ થઈ છે. આંકડાઓ અનુસાર બંદૂકથી થનારા મોતમાં અડધાથી વધુ મામલા આત્મહત્યાના નોંધાયા હતા.
લૉકડાઉનમાં દર સપ્તાહે સરેરાશ 12 લાખ બંદૂકોનું વેચાણ
અમેરિકામાં લૉકડાઉન દરમિયાન એક જ સપ્તાહમાં સરેરાશ રેકોર્ડ 12 લાખ બંદૂકોનું વેચાણ થયું. 73% ગોરાઓ પાસે 2021માં ગન છે. ગન રાખનાર લોકોમાં 63% પુરૂષ છે. 10% અશ્વેત ગન રાખે છે. 39% પરિવારોમાં બંદૂક છે, જે 2016ના 32%થી વધુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.