તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • American Experts Prefer Face Shields Instead Of Masks, They Are Easy To Disinfect And Reuse, They Also Prevent Infection

ન્યૂયોર્ક ટાઇમ્સથી:માસ્કના બદલે ફેસ શિલ્ડને યોગ્ય ગણાવતા અમેરિકન નિષ્ણાતો, તેને ડિસઈન્ફેક્ટ કરવું અને ફરી ઉપયોગ સરળ, તે સંક્રમણથી પણ બચાવે છે

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • માસ્કથી ખંજવાળ થાય છે, વાત કરતી વખતે લોકો તે હટાવે છે, તેનાથી સંક્રમણ વધવાનું જોખમ

ફેસ શિલ્ડ પહેરો તો કોઈ વ્યક્તિ 18 ઈંચ દૂર ખાંસતો હોય તો પણ વાઈરસથી પ્રભાવિત થવાનું જોખમ 96% ઘટે છેવિશ્વમાં કોરોના સંક્રમણથી બચવા માટે માસ્કનો સ્વીકાર કર્યો છે. મોટાભાગની સરકારોએ પણ તેને ફરજીયાત કર્યું છે. જોકે અમુક અમેરિકન ડૉક્ટર ફેસ શિલ્ડનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. યુનિવર્સિટી ઓફ અયોવાથી ઈન્ફેક્શિયસ ડિસીઝ ફિઝિશિયન ડૉ. ઈલ પેરેન્સેવિચ કહે છે, ‘ટેસ્ટિંગ અને કૉન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, સોશિયલ ડિસ્ટન્સિંગ તથા હાથ ધોવાની ટેવ સાથે ફેસ શિલ્ડ પણ સંક્રમણ ફેલતા અટકાવવામાં મદદરૂપ થાય છે.’ 
કોરોનાના ડ્રૉપલેટ હવામાં તરતા રહે છે
આ માત્ર વિચાર નથી. સિંગાપુરમાં પ્રી-સ્કૂલ સ્ટુડન્ટ અને શિક્ષકોને આગામી મહિને સ્કૂલ ખુલવા પર ફેસ શિલ્ડ અપાશે. ફિલાડેલ્ફિયામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સ્કૂલ ખુલતા શિક્ષકો ફેસ શિલ્ડ પહેરે તેવી વાત કરી. બોસ્ટનની વિમેન્સ હોસ્પિટલના ડર્મેટોલૉજીસ્ટ ડૉ. શેરી યુ કહે છે કે,‘કોરોનાના ડ્રૉપલેટ હવામાં તરતા રહે છે, તેથી આંખો અને ચેહરાની સુરક્ષા કરવી ઘણી જરૂરી છે. શિલ્ડને સ્ટરલાઈઝ અને સાફ કરી શકાય છે. તેના તૂટવા અને તિરાડ પડવા સુધી ઉપયોગ કરી શકાય છે. આલ્કોહોલવાળા પદાર્થથી સાફ કરવા કે સાબુ અને ગરમ પાણીથી ધોવાથી સંક્રમણ મુક્ત કરી શકાય છે.’
માસ્કના કપડા કે મટિરિયલથી વારંવાર ખંજવાળ થાય છે
ડૉ. પેરેન્સેવિચ માને છે કે, ફેસ શિલ્ડ આંખો સહિત સંપૂર્ણ ચેહરાની સુરક્ષા કરે છે. ચેહરાને વારંવાર અડવાથી બચાવે છે. ચશ્મા અને ટોપી સાથે પણ તે પહેરી શકાય છે. માસ્ક ચેહરાના અમુક ભાગને ઢાંકે છે, જ્યારે ફેસ શિલ્ડથી ચેહરાનો મોટાભાગનો હિસ્સો ઢાંકી શકાય છે. માસ્કના કપડા કે મટિરિયલથી વારંવાર ખંજવાળ થાય છે. ઘણા લોકો માસ્ક ખોટી રીતે પહેરે છે. આ નાકથી લટકતો રહે છે અને માત્ર મોઢું ઢંકાય છે. લોકો વારંવાર માસ્ક બરાબર કરતા રહે છે. વાત કરતા સમયે માસ્કર ઉતારી લે છે. જેના કારણે જોખમ વધી જાય છે. બીજી તરફ કપડાના માસ્ક પહેરવાથી સંક્રમણથી બચી શકાતું નથી. ડૉ. પેરેન્સેવિચ કહે છે કે, લિપ-રિડિંગ પર નિર્ભર રહેતા લોકો માટે ફેસ શિલ્ડ સારી વાત છે. ફેસ શિલ્ડથી લિપ મુવમેન્ટ સરળતાથી સમજી શકાય છે. એક કફ સિમ્યૂલેશન રિસર્ચ અનુસાર, જો તમે ફેસ શિલ્ડ પહેરો તો કોઈ વ્યક્તિ 18 ઈંચ દૂર ખાંસતો હોય તો પણ વાઈરસથી પ્રભાવિત થવાનું જોખમ 96% ઘટી જાય છે.
વધુ રિસર્ચથી જાણ થશે કે ફેસ શિલ્ડ સારો વિકલ્પ
અમુક સ્થિતિમાં ફેસ શિલ્ડ એન-95 માસ્ક જેમ અસરકારક નથી. ડૉ. વિલિયમ લિન્ડસ્લે કહે છે કે,‘જો તમે ખુરશી પર બેસો તો સામેવાળો વ્યક્તિ ઊભો હોય અને બીજી વ્યક્તિ તમારી પાછળ ઊભી હોય, તો ડ્રૉપલેટ ફેસ શિલ્ડની આસપાસથી પ્રવેશી શકે છે.’ ડૉ. પેરેન્સેવિચ કહે છે કે, વધુ રિસર્ચથી જ જાણી શકાશે કે ફેસ શિલ્ડ માસ્કથી વધુ સારો વિકલ્પ છે કે નહીં, તેને ખોટી રીતે પહેરવું લગભગ અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...