ખશોગી હત્યા કેસમાં સાઉદી પ્રિન્સને છૂટ:અમેરિકા હવે આગળની કાર્યવાહી નહીં કરે, કહ્યું- PM મોદી પરના પ્રતિબંધો પણ હટાવ્યા હતા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હાઇટ હાઉસે 18 નવેમ્બરે કહ્યું હતું કે અમેરિકાએ ખાશોગી હત્યા કેસમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને છૂટ આપી છે. તેનો અર્થ એ કે તે કેસ માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ બાઇડન સરકારની ટીકા થઈ હતી. જેની સ્પષ્ટતામાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ પણ રાજ્યના વડાને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવી હોય.

આનો બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સાથે કોઈ લેવાદેવા નથીઃ વ્હાઇટ હાઉસ
અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સારા નથી ચાલી રહ્યા. એવું માનવામાં આવે છે કે સંબંધોને પાટા પર લાવવા માટે પ્રિન્સ સલમાનને છૂટ આપવામાં આવી છે. જોકે, વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરિટી સ્પોક્સપર્સન જોન કિર્બીનું કહેવું છે કે આ બધાને બંને દેશોના સંબંધો સાથે કોઈ લેવાદેવા નથી.

અમેરિકા ઇચ્છે છે કે સાઉદી અરેબિયા તેલનું ઉત્પાદન વધારશે, જેથી વૈશ્વિક તેલની કિંમતો નિયંત્રિત કરી શકાય.
અમેરિકા ઇચ્છે છે કે સાઉદી અરેબિયા તેલનું ઉત્પાદન વધારશે, જેથી વૈશ્વિક તેલની કિંમતો નિયંત્રિત કરી શકાય.

તેમણે કહ્યું- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. કારણ કે ઓર્ગેનાઈઝેશન ઓફ ક્રૂડ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ 5 ઓક્ટોબરે ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. તેના કારણે અમેરિકા નારાજ હતો. સાઉદી અરેબિયા આ જૂથનો મુખ્ય સભ્ય છે.

સાઉદી ક્રાઉન પ્રિન્સે આપી હતી ખગોશી હત્યાની મંજૂરી
છેલ્લા વર્ષે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોશિંગ્ટન પોસ્ટના સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાની યોજનાને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે તે ક્રાઉન પ્રિન્સ ખશોગીએ સાઉદી અરબ માટે જોખમ માને છે.

જ્યારે ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે તેમના સાઉદી પ્રિન્સ સાથે નજીકના સંબંધો હતા અને આ જ કારણ છે કે તે દરમિયાન ખશોગીની હત્યા સાથે સંબંધિત યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. બાઇડન રાષ્ટ્રપતિ બન્યા અને માનવાધિકાર અંગે તેમનું વલણ હંમેશા કઠણ રહ્યું છે. ત્યારબાદ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખશોગીની હત્યા માટે પ્રિન્સ સલમાનનું નામ સીધું જ લેવામાં આવ્યું હતું.

યુએસ રિપોર્ટમાં એક્સપર્ટ એગ્નેસ કેલામાર્ડે કહ્યું કે ખાશોગીની હત્યા સાથે જોડાયેલા પુરાવાના આધારે એવું કહી શકાય કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેમના ઉચ્ચ અધિકારીઓ હત્યામાં સામેલ હતા.
યુએસ રિપોર્ટમાં એક્સપર્ટ એગ્નેસ કેલામાર્ડે કહ્યું કે ખાશોગીની હત્યા સાથે જોડાયેલા પુરાવાના આધારે એવું કહી શકાય કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેમના ઉચ્ચ અધિકારીઓ હત્યામાં સામેલ હતા.

ખશોગીની હત્યા ઓક્ટોબર 2018માં થઈ હતી
તુર્કીમાં ઈસ્તાંબુલ સ્થિત સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાણિજ્ય દૂતાવાસમાં 2 ઓક્ટોબર 2018ના રોજ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીવની હત્યા કરવામાં આવી હતી. આમાં, વલી અહદ શહજાદા મોહમ્મદ બિન સલમાનની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

અમેરિકાએ ઘણા નેતાઓને છૂટ આપી છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું- અમેરિકાએ અગાઉ પણ નેતાઓને છૂટ આપી છે. 1993માં હૈતીના રાષ્ટ્રપતિ એરિસ્ટાઇડ, 2001માં ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ મુગાબે, 2014માં ભારતના વડાપ્રધાન મોદી અને 2018માં કોન્ગોના રાષ્ટ્રપતિ કબિલાને પણ છૂટ આપવામાં આવી હતી. ખરેખર, ગુજરાત રમખાણોને લઈને અમેરિકાએ નરેન્દ્ર મોદી પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો હતો. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પરંતુ બાદમાં વડાપ્રધાન બન્યા બાદ તેમને રાહત આપવામાં આવી હતી. એટલે કે તેમના પર લાગેલો ટ્રાવલ બેન હટાવી લેવામાં આવ્યો હતો.

પીએમ મોદી પર 10 વર્ષનો પ્રતિબંધ હતો
અમેરિકી સરકારે લગભગ 10 વર્ષ સુધી મોદી પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો. ગોધરા રમખાણો રોકવામાં કથિત નિષ્ફળતા બદલ અમેરિકાએ મોદી પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાએ પીએમ મોદી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાનૂન લાગુ કરી હતી. તે વિદેશી અધિકારીઓ સામે લાદવામાં આવે છે જેઓ ધાર્મિક અધિકારોના ગંભીર ઉલ્લંઘન માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...