તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદનો હાથ લંબાયો:અમેરિકા વિશ્વને રસીના 8 કરોડ ડોઝ આપશે

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સહિત કેનેડા, મેક્સિકો, દ.કોરિયા, આફ્રિકન દેશોને વેક્સિન અપાશે
  • તેમાંથી 75% ડોઝ યુએનની ‘કોવેક્સ’ પહેલ હેઠળ અપાશે
  • પીએમ નરેન્દ્ર મોદીની કમલા હેરિસ સાથે વાતચીત

વ્હાઇટ હાઉસે કોરોના વેક્સિન વિશ્વ સાથે શૅર કરવાની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની યોજના ગુરુવારે જાહેર કરી. બાઇડેન સરકારની આ યોજના હેઠળ 75% ડોઝ યુએનના સહયોગથી હાથ ધરાયેલી ‘કોવેક્સ’ પહેલ હેઠળ અપાશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી છે. અમેરિકાની પહેલ હેઠળ ભારતને પણ મદદ કરાશે.

વ્હાઇટ હાઉસે આ અંગે અગાઉ કહ્યું હતું કે જૂન મહિનાના અંત સુધીમાં વેક્સિનના 8 કરોડ ડોઝ વિશ્વ સાથે શૅર કરવાનો તેનો ઇરાદો છે. બાઇડેન સરકારે કહ્યું હતું કે 25% વધારાના ડોઝ ઇમરજન્સીની સ્થિતિ માટે તથા સહયોગી દેશોને મોકલવા માટે સલામત રખાશે.

અમેરિકા આ વેક્સિન ડોઝ ભારત અને કેનેડા સહિતના દેશોને આપશે. પ્રથમ 2.5 કરોડ ડોઝમાંથી 1.9 કરોડ ‘કોવેક્સ’ને અપાશે, જેમાંથી દક્ષિણ અને મધ્ય અમેરિકાને 60 લાખ, એશિયાને 70 લાખ તથા આફ્રિકાને 50 લાખ ડોઝ અપાશે. બાઇડેને જણાવ્યું કે 60 લાખથી વધુ ડોઝ ભારત, કેનેડા, મેક્સિકો અને દક્ષિણ કોરિયા સાથે શૅર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી વૈશ્વિક સ્તરે વેક્સિન શૅર કરવાની અમેરિકી યોજના હેઠળ ભારતને વેક્સિનના સપ્લાયની અપાયેલી ખાતરીની સરાહના કરી.

અમેરિકામાં વેક્સિનની માગ ઘટી
અમેરિકામાં વેક્સિનની માગ ઘટી છે ત્યારે આ યોજના શરૂ કરાઇ છે. અમેરિકામાં 63 ટકાથી વધુ પુખ્તોને વેક્સિનનો ઓછામાં ઓછો 1 ડોઝ અપાઇ ચૂક્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે વેક્સિન મામલે અસમતુલા દેખાઇ રહી છે.

...અનુસંધાન પાના નં. 11

અન્ય સમાચારો પણ છે...