તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકામાં 20 જાન્યુઆરીએ કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2.5 કરોડ થઈ ગઈ. ઠીક એક વર્ષ પહેલાં 20 જાન્યુઆરી 2020ના રોજ દેશમાં પહેલા દર્દીમાં આ વાઈરસની પુષ્ટિ થઈ હતી. આ વ્યક્તિ ચીનના વુહાનથી ઘરે પરત ફરી હતી. બીમાર પડતાં તે સિએટલના એક ક્લિનિકમાં સારવાર માટે પહોંચ્યો હતો. અહીંથી અમેરિકામાં આ મહામારીની શરૂઆત થઈ.
અમેરિકામાં વાઈરસની એન્ટ્રીની જાહેરાત કરતા અધિકારીઓએ લોકોને અલર્ટ રહેવા માટે કહ્યું હતું. જોકે તેમનું માનવું હતું કે લોકોને આનાથી કોઈ જોખમ નહીં હોય. ત્યાર પછી અમેરિકામાં ધીમે ધીમે દર્દીઓની સંખ્યા રેકોર્ડ બનાવવા લાગી. સૌથી વધુ દર્દી અને સૌથી વધુ મોતમાં આ દેશ પહેલા નંબર પર આવી ગયો છે. દરરોજ આંકડો વધતો ગયો. હાલ દુનિયામાં નોંધાયેલા દર્દીઓમાં અમેરિકાની ભાગીદારી 25% છે. કોરોનાનો નવો પ્રકાર અહીં મોટું જોખમ બને એવી આશંકા છે.
જીનોમ સિક્વેસિંગથી જોખમની ખબર પડી
વુહાનથી પરત આવેલી વ્યક્તિ વોશિંગ્ટનના નોહોમિશ કાઉન્ટીનો રહેવાસી હતો. અહીંથી સંક્રમિતોને આઈસોલેટ કરવા અને કોન્ટેક્ટમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની શરૂઆત થઈ. ત્યાર પછી ચીનથી આવેલા અન્ય લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવવા લાગ્યો. જીનોમિક સિક્વેસિંગથી ખબર પડી કે વાઈરસના નવા મૂળે અમેરિકાના પૂર્વ ભાગમાં પગપેસારો કરી દીધો છે.
ફેબ્રુઆરીના અંત સુધી સિએટલ વાઈરસનું એપીસેન્ટર બની ગયું. જીનોમિક સિક્વેસિંગથી જ ખબર પડી કે પહેલો દર્દી, જે હવે 36 વર્ષનો છે, વાઈરસની એ બ્રાંચનો ભાગ હતો, જે સમગ્ર વિસ્તારમાં ફેલાયો હતો. ટાઈમિંગ અને જેનેટિક વેરિએશનને ધ્યાનમાં રાખતાં રિસર્ચર્સે સ્વીકાર્યું કે આ વાઈરસ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પણ ફેલાઈ શકે છે.
પહેલાં પાંચ સપ્તાહમાં લગભગ 45 કેસ હતા
અમેરિકામાં પહેલાં પાંચ સપ્તાહમાં કોરોનાના 45 કેસ સામે આવ્યા. ત્યાં સુધી એક પણ મોત નહોતા થયા, સાથે જ છેલ્લાં પાંચ સપ્તાહમાં દેશમાં 74 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં જ અહીં 1,84,237 નવા કેસ અને 4,357 મોત થયાં છે.
મોતના કેસમાં આ બીજો સૌથી ખરાબ દિવસ હતો. આ દિવસે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને દેશની સત્તા સંભાળી અને કોરોના સામે યોગ્ય રીતે પહોંચી વળવાનો વાયદો કર્યો હતો.
ટ્રમ્પ પણ પોઝિટિવ થઈ ગયા
અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોનાથી બચી ન શક્યા. તેમનાં પત્ની મેલાનિયા પણ પોઝિટિવ થયાં હતાં. ચૂંટણીના કારણે ટ્રમ્પ સતત મુસાફરી કરી રહ્યા હતા. બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટના 13 દિવસ પહેલાં તેમનો રિપોર્ટ આવ્યો. તેમ છતાં તેઓ માસ્ક પહેરતા લોકોની મજાક ઉડાવતા રહ્યા. શરૂઆતમાં તો તેઓ કોરોના વાઈરસને સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા. પછી એ ચૂંટણી મુદ્દો પણ બની ગયો.
અમેરિકાના નામે અમુક રેકોર્ડ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.