તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USને ધમકી:કિંમ જોંગ ઉને કહ્યું- અમેરિકા મારું સૌથી મોટું દુશ્મન, ત્યાં રાષ્ટ્રપતિ બદલાતાં નિયમોમાં ફેરફાર નથી થતા

4 મહિનો પહેલા

શુક્રવારે 37મા જન્મદિવસની ઉજવણી કરનાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર અમેરિકાને પોતાનું દુશ્મન ગણાવ્યું છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે. આ દરમિયાન કિમનું આ નિવેદન એ બાજુ ઈશારો કરે છે કે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો આવવો મુશ્કેલ છે. કિમના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં રાષ્ટ્રપતિ બદલાતાં ત્યાંના નિયમોમાં કોઈ ફેરફાર નથી થતો.

તણાવ વધવાના સંકેતો
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કિમ જોંગ ઉનની તેમની સાથે ત્રણ મુલાકાત થઈ હતી. જોકે બંને દેશોના સંબંધો વચ્ચે કોઈ સુધારો થયો નહોતો. કિમે ઘણીવાર અમેરિકાને હુમલાની ધમકીઓ આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાની કોઈપણ હરકત એના અસ્તિત્વને નાબૂદ કરી શકે છે.

હવે નોર્થ કોરિયાના લીડરે ફરી અમેરિકાને ધમકી આપી છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી KCNSએ કિમનું નિવેદન જાહેર કર્યું છે. એમાં કિમે કહ્યું છે કે અમારા વિકાસમાં અમેરિકા વિઘ્ન ઊભું કરી રહ્યું છે, તેથી તે અમારું સૌથી મોટું દુશ્મન છે.

બાઈડનનું નામ ન લીધું
કિમે પોતાના ભાષણમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડનનું નામ નથી લીધું, પરંતુ તેમના પર પ્રહાર કર્યા છે. કહ્યું છે- એ વાતથી કોઈ ફેર નથી પડતો કે અમેરિકામાં સત્તા પર કોણ છે. તેમની પોલિસી હંમેશાં નોર્થ કોરિયા વિરુદ્ધની રહી છે અને એ ક્યારેય નહીં બદલાય. નોર્થ કોરિયા ખૂબ ઝડપથી એટમી હથિયાર પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે મિત્રતાના આધાર પર તેનો હંમેશાં વિરોધ કર્યો છે. નોર્થ કોરિયાને ચીનનો સપોર્ટ છે અને એ જ કારણ છે કે તેઓ અમેરિકાને હંમેશાં ધમકી આપે છે.

પરમાણુ સબમરીન્સ પર ફોકસ
કિમે થોડા મહિના પહેલાં જ કહ્યું હતું કે નોર્થ કોરિયા ટૂંક સમયમાં જ પોતાની ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન સ્ક્વોડ તૈયાર કરી લેશે. શુક્રવારે તેમણે કહ્યું હતું કે એનાથી શક્તિ સંતુલન બનાવવામાં અમે સફળ થઈ જઈશું. રિસર્ચનો સમય પૂરો થઈ ગયો છે. હવે પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજ પર છે. અમે અમારો ન્યૂક્લિયર પ્રોગ્રામ ચાલુ રાખીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો