તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇડનના વિજયથી ભારતીયોને ફાયદો:અમેરિકા 5 લાખ ભારતીયને નાગરિકત્વ આપે એવી શક્યતા

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી ચૂંટણીમાં ઇમિગ્રન્ટ્સનો મુદ્દો પણ મહત્ત્વનો હતો, આથી ડેમોક્રેટ્સને ફાયદો

દાયકાઓથી અમેરિકામાં યોગ્ય દસ્તાવેજ વગર રહેતા ઈમિગ્રન્ટ્સ માટે બાઇડન વહીવટીતંત્ર એક યોજના શરૂ કરવાનું છે. અમેરિકામાં એક કરોડથી પણ વધુ એવા લોકો છે કે જેઓ ટેક્નિકલ કારણોસર ત્યાંનું નાગરિકત્વ મેળવી શક્યા નથી, એમાં પાંચ લાખ ભારતીય છે.

બાઈડન વહીવટીતંત્ર દર વર્ષે 95 હજાર રેફ્યુજીને શરણ આપે છે. ટ્રમ્પ સરકાર આની વિરુદ્ધમાં હતી. ઈમિગ્રન્ટનો ઝુકાવ બાઈડન તરફ રહ્યો છે. બાઈડન દર વર્ષે સવા લાખ શરણાર્થીઓને પ્રવેશ આપવાનું લક્ષ્યાંક નક્કી કરશે. આ ઉપરાંત વર્ષે ઓછામાં ઓછા 95 હજાર શરણાર્થીઓને પ્રવેશ અપાવવા કોંગ્રેસ સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટનું સૂત્ર આપી નાગરિકત્વ અંગેના કાયદા કડક કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો