US-સાઉદી અરેબિયા પર ફરીથી વિચાર કરી રહ્યા છે બાઇડન:OPECના ફેંસલા પર નારાજ અમેરિકા બોલ્યું-રશિયાનો સાથ આપી રહ્યું છે સાઉદી અરેબિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન US અને સાઉદી અરેબિયાના રિલેશન પર ફરીથી વિચાર કરી રહ્યા છે. એવું એટલા માટે કે ક્રૂડ ઓઇલના ઉત્પાદક દેશોનું સંગઠન (OPEC)એ 5 ઓક્ટોબરે તેલ ઉત્પાદનમાં કપાત કરવાનો ફેંસલો કર્યો છે. આનાથી અમેરિકા બેહદ નારાજ છે. સાઉદી અરેબિયા આ સમૂહનો પ્રમુખ સદસ્ય છે.

CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી સ્પોક્સ પર્સન જોન કિબીએ કહ્યું- પ્રેસિડેન્ટ બાઇડન સાઉદી અરેબિયા સાતે અમેરિકાના સંબંધો પર પુનઃવિચારણા કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે કાચા તેલના ભાવ વધી ગયા છે, જેના લીધે દુનિયાભરમાં તેલ મોંઘું થઇ ગયું છે. અમેરિકા ઇચ્છે કે સાઉદી અરેબિયા તેલનું ઉત્પાદન વધારે, જેથી વૈશ્વિક તેલની કિંમતોને કાબૂમાં કરી શકાય.

સાઉદી અરેબિયા પર રશિયાને સાથ આપવાનો આરોપ લાગ્યો

અમેરિકાના ઘણા અધિકારીઓએ સાઉદી પર યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયા ઓઇલ પ્રોડક્શનમાં કપાત કરી રશિયાનો સાથ આપી રહ્યું છે. આ મુદ્દો ન તો યુક્રેન જંગ માટે ચિંતાજનક છે, પરંતુ આ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા હિતનો મામલો પણ છે. પ્રોડક્શન ઘટાડવાના ઓપેકના ફેંસલાથી ગ્લોબલ માર્કેટમાં તેલના ભાવ હજી વધી જશે. બાઇડને ઓપેકના આ ફેંસલાને નિરાશાજનક બતાવ્યો.

ઓપેકે તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 2 મિલિયન બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કિર્બીએ કહ્યું- આ નિર્ણય બાદ સાઉદી અરેબિયા સાથેના સંબંધો પર વિચાર કરવો જરૂરી બની ગયો છે.
ઓપેકે તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 2 મિલિયન બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કિર્બીએ કહ્યું- આ નિર્ણય બાદ સાઉદી અરેબિયા સાથેના સંબંધો પર વિચાર કરવો જરૂરી બની ગયો છે.

અમેરિકા ઓપેક પાસેથી 14% ક્રૂડ ઓઇલ આયાત કરે છે

  • અમેરિકા આશરે 18% ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. તો તે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે ઓપેક અને ખાડીના દેશોથી ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. 1977માં અમેરિકા ઓપેક પર વધુ નિર્ભર હતું. ઓપેક અમેરિકાને તેના પેટ્રોલિયમ આયાતના 70% અને ક્રૂડ ઓઇલની આયાતનો 85% હિસ્સો એક્સપોર્ટ કરે છે.
  • ઘટતા-ઘટતા 2020માં અમેરિકાની કુલ પેટ્રોલિયમ આયાતમાં ઓપેકની ભાગીદારી 11%ની આસપાસ હતી અને અમેરિકાની ક્રૂડ ઓઇલની આયાતમાં તેની ભાગીદારી 14% રહી ગઇ.
  • સૌથી મોટું ઓપેક નિકાસકાર સાઉદી અરેબિયા, અમેરિકાના કુલ પેટ્રોલિયમ આયાતનું 7% અને અમેરિકન ક્રૂડ ઓઇલની આયાતનું 8%નું ભાગીદાર હતું. સાઉદી અરેબિયા ખાડીના દેશોથી અમેરિકન પેટ્રોલિયમ આયાતનો સૌથી મોટો નિકાસકાર પણ છે.
  • 2020માં અમેરિકાની કુલ પેટ્રોલિયમ આયાતનું લગભગ 10% અને અમેરિકન ક્રૂડ ઓઇલની આયાત ખાડીના દેશોથી થયું.

ઓપેકે જ્યારે અમેરિકાની ઇકોનોમીને કરી દીધી બરબાદ

1960માં ઓપેક દેશોનું સંગઠન બન્યા પછી 1973માં સાઉદી અરેબિયા, ઇરાન અને ઇરાકના નેતૃત્વવાળા કેટલાક દેશોએ અમેરિકા જેવા શક્તિશાળી દેશોની ઇકોનેમી સંપૂર્ણ રીતે બરબાદ ઠપ કરી નાખી હતી. જોકે 1973માં થયેલી યોમ કિપુરની લડાઇમાં અમેરિકાએ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ મિસ્ર અને સીરિયાના નેતૃત્વવાળા અરબ દેશો સામેલ હતા. આ દેશોએ જ્યારે અમેરિકાને તેલ આપવાનું બંધ કરી દીધું તો અમેરિકાની ઇકોનેમી તેના સૌથી ખરાબ સમયમાં આવી ગઇ હતી. આ સમયે ઓપેક દુનિયાના તાકાતવર તેલ સંગઠનના રૂપે દુનિયાની સામે ઊભરીને આવ્યું. ત્યારથી માનવામાં આવે છે કે ઓપેક વર્લ્ડ ઇકોનોમીને સીધું પ્રભાવિત કરે છે.

ભારત પર પણ પડી શકે છે ઓપેકના ફેંસલાની અસર
સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોને સ્થિર રાખવા માટે તેના પ્રોડક્શનમાં કાપ કરવામાં આવ્યો છે. આ ફેંસલો કોઇ દેશના સમર્થન કે વિરોધ સાથે જોડાયેલો નથી, પરંતુ આની અસર ભારત પર પણ પડી શકે છે. એવું એટલા માટે કે ભારત પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે 80% ઓઇલની આયાત કરે છે.
ઓપેક દેશ ભારતની જરૂરિયાતનું 60% ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે. એમાં સાઉદી અરેબિયા, ઇરાક, ઇરાન, વેનેજ્યુએલા સામેલ છે. આ બધા દેશો ઓપેકના સંસ્થાપક સદસ્ય છે. દેખીતી રીતે ભારતની તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો આ દેશો દ્વારા પૂરો પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...