તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • America: Homeless People Get Rs. Expenditure Of Rs 44 Lakh, Additional Rs 148 Crore Sought To Move The Scheme Forward

અભિયાન:અમેરિકા: બેઘરોને એક ટેન્ટ પર દર વર્ષે રૂ. 44 લાખનો ખર્ચ, યોજના આગળ વધારવા માટે વધુ 148 કરોડ માંગ્યા

વૉશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન ફ્રાન્સિસ્કોમાં 6 સેફ સ્લીપિંગ વિલેજ છે, જ્યાં રહેવું અને જમવું બંને મફત

અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શહેરના તંત્રે બેઘરોને આશરો આપવાનું અભિયાન ચલાવ્યું છે. હાલ તેઓ બેઘરોના શિબિરમાં એક ટેન્ટ માટે દર વર્ષે રૂ. 44 લાખનો ખર્ચ કરે છે. હવે તંત્ર આ યોજનાને બે વર્ષ માટે લંબાવવા ઈચ્છે છે. આ માટે તેમણે સરકાર પાસે વધુ રૂ. 148 કરોડની માંગ કરી છે.

અમેરિકન સરકારના બેઘર અને સહાયક આવાસ વિભાગે અધિકારીઓને આ માહિતી આપી છે. અધિકારીઓના મતે, રૂ. 148 કરોડ છ સેફ સ્લીપિંગ વિલેજ ચાલુ રાખવા માટે ખર્ચ કરાશે. જો આ ફંડ મળશે તો તેનો 75% હિસ્સો આગલા નાણાકીય વર્ષમાં ખર્ચાશે. બાકીની રકમ તેની આગળના ખર્ચમાં જશે.

આ શિબિરોમાં બેઘરોને ત્રણ વાર ભોજન, સ્વચ્છ બાથરૂમ અને 24 કલાક મફત સુરક્ષા અપાય છે. આ યોજના પર હજુ રૂ. 135 કરોડ ખર્ચ થાય છે. આ છ શિબિરમાં કુલ 260 ટેન્ટ લગાવાયા છે. વિભાગે વિનિયોગ સમિતિ બોર્ડને પ્રસ્તાવ સોંપી દીધો છે. આ મુદ્દે બોર્ડ ઝડપથી નિર્ણય લેશે. સેન ફ્રાન્સિસ્કોમાં આ શિબિર મે 2020માં બનાવાઈ હતી. તે સમયે શહેરમાં કોરોના લહેર ચરમસીમાએ હતી. ત્યારે બેઘરો પર ભારે સંકટ સર્જાયું હતું.

ભોજન, સુરક્ષા અને ભાડાના બાથરૂમ-શાવર પર સૌથી વધુ ખર્ચ
આ શિબિરના સુપરવાઈઝર આહશા સૈફઈ કહે છે કે, ‘અમે નથી ઈચ્છતા કે, બેઘરોને મહામારીમાં ભગવાન ભરોસે છોડી દેવાય. આ લોકોને પૂરતી સુવિધા આપવા માટે વધુ ફંડની જરૂર છે.’ બીજી તરફ, બેઘર અને સહાયક આવાસ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ગિગી વ્હિટલીએ કહ્યું કે, આ ફંડનો મોટો હિસ્સો ભોજન, સુરક્ષા અને ભાડાના બાથરૂમ-શાવરની સુવિધા પાછળ ખર્ચાય છે. એટલે સેન ફ્રાન્સિસ્કોમાં બે વર્ષમાં બેઘરોના આશ્રય અને પાયાની સુવિધાઓ પર રૂ. 7422 કરોડનો ખર્ચ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...